Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ વ્યક્તિનું સિટીઝન જર્નાલિઝમ જોઈને તમે પણ હસીને થઈ જશો લોટપોટ

સોશિયલ મીડિયા  પર આજકાલ લાખોમાં વિડીયો  વાયરલ થતાં  હોય છે. ત્યારે કયો વિડીયો થશે તેનો ખ્યાલ આવતો નથી. સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા વિડીયો વાયરલ થતાં  હોય છે. જે જોઈને  આપણે  હસવાનું  રોકી  શકીએ નહીં તો ઘણીવાર  એવા પણ વિડીયો હોય છે  જે આપણા  દિલને સ્પર્શી  પણ જતા હોય છે .સામાન્ય રીતે તમે ઘણા પત્રકારોને ઘણી વખત રિપોર્ટિંગ  કરતા જોયા હશે. દરેક  પત્રકારોની પોતાની આગવી શૈલી હોય છે. પરંતુ ચો
09:03 AM Aug 03, 2022 IST | Vipul Pandya
સોશિયલ મીડિયા  પર આજકાલ લાખોમાં વિડીયો  વાયરલ થતાં  હોય છે. ત્યારે કયો વિડીયો થશે તેનો ખ્યાલ આવતો નથી. સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા વિડીયો વાયરલ થતાં  હોય છે. જે જોઈને  આપણે  હસવાનું  રોકી  શકીએ નહીં તો ઘણીવાર  એવા પણ વિડીયો હોય છે  જે આપણા  દિલને સ્પર્શી  પણ જતા હોય છે .
સામાન્ય રીતે તમે ઘણા પત્રકારોને ઘણી વખત રિપોર્ટિંગ  કરતા જોયા હશે. દરેક  પત્રકારોની પોતાની આગવી શૈલી હોય છે. પરંતુ ચોક્કસ તમે ક્યારેય કોઈ રિપોર્ટરની આવી સ્ટાઈલ જોઈ નહીં હોય. આ રિપોર્ટરને  રિપોર્ટિંગ કરતો જોઈને તમે પણ હસી પડશો.

વિડીયોમાં દેખાતો આ વ્યક્તિ  એક પુલ વિશે માહિતી આપી રહ્યો છે જેની હાલત ખૂબ જ ખરાબ છે. ત્યારે  તે બોલાવનું  અંગ્રેજી ભાષામાં શરૂ કરે છે  જે  સાંભળીને  તમને પણ  હસવું આવશે. તેમની આ  સ્ટાઈલ ખૂબ જ ફની લાગી રહી છે. 
આ વ્યક્તિની સેન્સ ઓફ હ્યુમર પણ અદભૂત છે. ઘણા લોકો તેના આત્મવિશ્વાસના વખાણ કરતા જોવા મળી રહ્યા  હતા. વ્યક્તિ અંગ્રેજીમાં જ કવિતા પણ બોલે છે. આ વ્યક્તિએ જણાવ્યું કે આ પુલના કારણે ગરીબ લોકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આટલું જ નહીં,  વ્યક્તિએ એમ પણ કહ્યું કે તેને ખબર નથી કે આ પુલ તેના પર ક્યારે પડી જશે.
આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી હજારો લોકો આ વિડીયો  જોઈ ચૂક્યા  છે. હર્ષ ગોએન્કાએ પોતાના ટ્વિટર  આ વિડીયો  શેર કર્યો છે. 
Tags :
CitizenJournalismGujaratFirstlaughtoo
Next Article