Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિટી બેંકને એક્સિસ બેંકે ખરીદી લીધી, જાણો શું થશે ગ્રાહકોનું

પ્રાઇવેટ સેકટરની એક્સિસ બંકે બુધવારે અમેરિકાની બેકિંગ કંપની સિટી ગૃપના ભારતીય રીટેલ વેપારને 12325 કરોડ રુપીયામાં ખરીદી લીધી છે. આ સાથે જ સિટ બેંકનો ક્રેડીટ કાર્ડ બિઝનેસ, રિટેલ બેકિંગ, વેલ્થ મેનેજમેન્ટ અને કન્ઝયુમર લોન બિઝનેસ હવે એક્સિસ બેંકનો થઇ ગયો છે. જો કે આ ડિલ પછી પણ સિટી બેંકના ક્રેડીટ કાર્ડ ધારક રિવોર્ડ પોઇન્ટ અને પ્રિવિલેજનો ફાયદો ઉઠાવી શકે છે. શું કહ્યું એક્સિસ બેંકે એક્
સિટી બેંકને એક્સિસ બેંકે ખરીદી લીધી  જાણો શું થશે ગ્રાહકોનું
પ્રાઇવેટ સેકટરની એક્સિસ બંકે બુધવારે અમેરિકાની બેકિંગ કંપની સિટી ગૃપના ભારતીય રીટેલ વેપારને 12325 કરોડ રુપીયામાં ખરીદી લીધી છે. આ સાથે જ સિટ બેંકનો ક્રેડીટ કાર્ડ બિઝનેસ, રિટેલ બેકિંગ, વેલ્થ મેનેજમેન્ટ અને કન્ઝયુમર લોન બિઝનેસ હવે એક્સિસ બેંકનો થઇ ગયો છે. જો કે આ ડિલ પછી પણ સિટી બેંકના ક્રેડીટ કાર્ડ ધારક રિવોર્ડ પોઇન્ટ અને પ્રિવિલેજનો ફાયદો ઉઠાવી શકે છે. 
શું કહ્યું એક્સિસ બેંકે 
એક્સિસ બેંકે શેરબજારને આ સોદાની જાણકારી આપી હતી. બેંકે જણાવ્યું હતું કે હજું આ સોદાને નિયામકીય મંજુરી મળવાની બાકી છે. આગામી 9થી 12 માસમાં સારી પ્રક્રીયા પુરી થઇ જાય તેવી આશા છે. આ સોદામાં સિટી બેંકના નોન બેકીંગ ફાયનાન્સલ કંપની સિટી કોર્પ ફાઇનાન્સ ઇન્ડીયા લિમિટેડનો કન્ઝ્યુમર બિઝનેસ પણ સામેલ છે. આ બિઝનેસમાં પર્સનલ લોન પોર્ટફોલીયો ઉપરાંત સિકયોરીટીની સામે લોન, વ્યાવસાઇક વાહનો પરની લોન અને કન્સ્ટ્રકશનના સામાનની લોન સામેલ છે. આ ડિલથી એક્સિસ બેંકની બેલેન્સશીટ વધશે પણ રિટેલ બેકિંગમાં પણ તેનો હિસ્સો વધી જશે. 
સોદો પુરો થયા બાદ ગ્રાહકો એક્સિસ બેંકના 
સિટી બેંક ભારતમાં 1902થી કાર્યરત છે અને 1885થી કન્ઝ્યુમર બેકિંગ બિઝનેસમાં કામ કરે છે. ભારતમાં સિટી બેંકના 35 બ્રાન્ચ છે અને કન્ઝ્યુમર બેકિંગ બિઝનેસમાં અંદાજે 4 હજાર કર્મચારી કામ કરે છે. સોદો પુરો થયા બાદ આ તમામ એક્સિસ બેંકનો હિસ્સો થઇ જશે. સિટી બેંક ઇન્ડીયાના 30 લાખ ગ્રાહકો પણ એક્સિસ બેંક પાસે જતા રહેશે. સોદો પુરો થશે ત્યારે એક્સિસ બેંક પાસે 2.85 કરોડ સેવિંગ એકાઉન્ટ અને 1.06 કરોડ કાર્ડ કસ્ટમર થઇ જશે અને બેંકનો કાર્ડ કસ્ટમર બેઝ 31 ટકા વધી જશે. એક્સિસ બેંકે કહ્યું હતું કે સિટી બેંકના ગ્રાહકોને પહેલાં જે રિવોર્ડ અને પ્રિવીલેજ મળી રહ્યા હતા તે સોદો પુરો થયા પછી પણ તમામ લાભ મળી રહેશે. સિટી બેંકના ગ્રાહકોને એક્સિસ બેંકની વાઇડર જીયોગ્રાફીકલ રીચનો પણ ફાયદો મળશે. 
ગ્લોબલ સ્ટ્રેટેજીના ભાગરુપે બિઝનેસ સમેટયો 
ઉલ્લેખનિય છે કે સિટી બેંકે ગત એપ્રિલમાં જ જાહેર કર્યું હતું કે તે ગ્લોબલ સ્ટ્રેટેજી અંતર્ગત ભારતમાંથી પોતાનો કન્ઝયુમર બેકિંગ બિઝનેસ સમેટવાની તૈયારીમાં છે. આ સોદા પછી સિટી બેંક ઇન્સ્ટીટયુશનલ બેકિંગ બિઝનેસ અને ગ્લોબલ બિઝનેસ સપોર્ટ સેન્ટરની મારફતે ભારતમાં રહેશે. 
Advertisement
Tags :
Advertisement

.