Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સિગારેટ, તમાકુ, દારુ.. આ તમામ વ્યસનથી સરળતાથી મુક્તિ અપાવશે આ દેશી Tips

સિગારેટ પીવી, ધૂમ્રપાન કરવું, તમાકુ ખાવું કે પછી દારુ પીવો આ તમામ બાબતો એક પ્રકારનું વ્યસન જ કહેવાય. જે સ્વસ્થ્ય માટે અત્યંત હાનિકરકાક છે. આવું જાણવા છતાં લોકો એક વખત જો આદતનો શિકાર થઈ જાય, પછી તેનાથી મુક્તિ મેળવવી કદાચ અશક્ય લાગવા લાગે છે. જો એકવાર સ્મોકિંગની આદત લાગી જાય છે તો તેનાથી છુટકારો મેળવવો ઘણો મુશ્કેલ થઈ જાય છે. પરંતુ આજે આપને કેટલાક દેશી નુસ્ખા જણાવીએ જેની મદદથી આ ખરાબ આà
08:11 AM Jun 20, 2022 IST | Vipul Pandya
સિગારેટ પીવી, ધૂમ્રપાન કરવું, તમાકુ ખાવું કે પછી દારુ પીવો આ તમામ બાબતો એક પ્રકારનું વ્યસન જ કહેવાય. જે સ્વસ્થ્ય માટે અત્યંત હાનિકરકાક છે. આવું જાણવા છતાં લોકો એક વખત જો આદતનો શિકાર થઈ જાય, પછી તેનાથી મુક્તિ મેળવવી કદાચ અશક્ય લાગવા લાગે છે. જો એકવાર સ્મોકિંગની આદત લાગી જાય છે તો તેનાથી છુટકારો મેળવવો ઘણો મુશ્કેલ થઈ જાય છે. પરંતુ આજે આપને કેટલાક દેશી નુસ્ખા જણાવીએ જેની મદદથી આ ખરાબ આદત અને વ્યસનથી મુક્તિ મેળવવી સરળ બની જશે.. ચાલો જણાવીએ આ ટ્રીક્સ વિશે...
  • મેડીટેશન: ધ્યાન ધરવાથી આપણા જીવનમાં તમે ધારો એ મેળવી શકો છો. મેડીટેશનના અન્ય પણ અનેક ફાયદાઓ છે. એ માટે તમારે એક શાંત જગ્યાએ 15-20 મિનિટ એકાગ્ર ચિત્તે બેસી આંખો બંધ કરી લેવી. અને સતત વિચાર કરવો કરવો "મારે હવેથી ક્યારેય સિગારેટ નથી પીવી, અને હું ક્યારેય સિગારેટ નહીં પીવું.." આમ થોડા દિવસ કરવાથી તમને ઘણો ફાયદો મળશે. અને ધીમે ધીમે આ આદત છૂટી પણ જશે.
  • મોર્નિંગ વૉક કે યોગના સહારે પણ સિગારેટની આદતથી મુક્તિ મેળવી શકો છો. સવારે અડધી કલાક ગાર્ડનમાં ખુલ્લા પગે ચાલવાથી શરીરમાં તાજગી અને સકારાત્મક વિચારો આવશે. તેથી સવારમાં ચાલવા નીકળી જવું, હળવી કસરતો કરવી અને યોગને પણ પોતાના રૂટિનનો ભાગ બનાવવો. તેનાથી દિવસભર તમને તાજગીનો અનુભવ થશે. જે તમને સ્મોકીંગની આદત છોડાવવામાં વધુ મદદ કરી શકશે.

  • સ્મોકિંગની આદત છોડવાના ચક્કરમાં ઘણી વખત ચક્કર અને ઉલ્ટીના કારણે તબિયત બગડતી હોય તેમ લાગે છે. તેનાથી ચીડિયાપણું પણ લાગે છે. અને તેનાથી રાહત મેળવવા ફરીથી સ્કોકિંગનો સહારો લેવાની ઈચ્થા થવા લાગે છે.  ત્યારે આ સંજોગોમાં આદુ વાળી ચાના સેવનથી રાહત મેળવી શકો છો.  આદુ વાળી ચા પીવાના કારણે તમે  સિગારેટને હાથ લગાવ્યા વગર જ સરળતાથી રાહત મેળવી શકો છો.
  • વરિયાળી અને અજમાના ચૂરણનું સેવન કરીને પણ સિગારેટની આદત છોડી શકો છો. ચૂરણ બનાવવા માટે વરિયાળી અને અજમાને પીસીને પાવડર બનાવી, તેમાં થોડું સંચળ અને લીંબુનો રસ ઉમેરીને આખી રાત રાખો. સવારે આ મિશ્રણને ગરમ તવા પર શેકી ઠંડુ થાય એટલેતેને એર ટાઇટ કન્ટેનરમાં ભરી લો. હવે જ્યારે પણ સિગારેટ પીવાની ઈચ્છા થાય ત્યારે આ ચૂરણનું સેવન કરો.
  • ધૂમ્રપાનથી છુટકારો મેળવવા માટે મધ અને તજ પણ અક્સિર છે. તજ પાવડરમાં મધ મિક્સ કરી લો. સિગારેટ પીવાની ઈચ્છા થાય ત્યારે આ ચૂરણનું સેવન કરો. તેનાથી ધૂમ્રપાન કરવાનું મન નહીં થાય.
  • સિગારેટની આદત છોડવા માટે આમળા અને આદુનું ચૂરણ પણ અક્સિર છે. એ માટે આમળા અને આદુને ખમણીને તેને સૂકવી દો. ત્યાર બાદ તેમાં સંચળ મિક્સ કરીને એર ટાઈટ કન્ટેનરમાં ભરી થોડી થોડી વારે આ ચૂરણનું સેવન કરતું રહેવું.
Tags :
AlcoholcigarettesGujaratFirstTobacco
Next Article