ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ચંકી પાંડેએ ફરાહની એક્ટિંગની મજાક ઉડાવી,ફરાહે કહ્યું- 'પહેલા તારી દીકરીનું ધ્યાન રાખ'

સોશિયલ મીડિયા પર એક વીડિયો જોયા બાદ અનન્યા પાંડેના પિતા ચંકી પાંડેએ ફરાહ ખાનની એક્ટિંગને ઓવર એક્ટિંગ ગણાવી હતી. જો કે  કોરિયોગ્રાફર પણ જવાબ આપવામાં પાછળ રહ્યી નહીં. હવે તેનો જવાબ વાયરલ થઈ રહ્યો છે.દરેક વ્યક્તિ જાણે છે કે ફરાહ ખાન હાજર જવાબી છે. આ સાથે,તેણીની કોમિક સ્ટાઇલ પણ લોકોને ગમે છે. ઘણીવાર તે નાની નાની વાતમાં ઘણું હસાવે છે. હાલમાં જ ફરાહ ખાન અને અનન્યા પાંડે શો 'ખતરાના ખતરાના' à
08:33 AM May 11, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
સોશિયલ મીડિયા પર એક વીડિયો જોયા બાદ અનન્યા પાંડેના પિતા ચંકી પાંડેએ ફરાહ ખાનની એક્ટિંગને ઓવર એક્ટિંગ ગણાવી હતી. જો કે  કોરિયોગ્રાફર પણ જવાબ આપવામાં પાછળ રહ્યી નહીં. હવે તેનો જવાબ વાયરલ થઈ રહ્યો છે.
દરેક વ્યક્તિ જાણે છે કે ફરાહ ખાન હાજર જવાબી છે. આ સાથે,તેણીની કોમિક સ્ટાઇલ પણ લોકોને ગમે છે. ઘણીવાર તે નાની નાની વાતમાં ઘણું હસાવે છે. હાલમાં જ ફરાહ ખાન અને અનન્યા પાંડે શો 'ખતરાના ખતરાના' સેટ પર જોવાં મળી હતી. આ પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો જે ઘણો ફની છે. જેને તેણે તેના સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યો છે. વીડિયો જોયા બાદ અનન્યા પાંડેના પિતા ચંકી પાંડેએ ફરાહની એક્ટિંગને ઓવરએક્ટિંગ ગણાવી જો કે  કોરિયોગ્રાફર પણ જવાબ આપવામાં પાછળ રહ્યા ન હતા. હવે તેનો જવાબ પણ વાયરલ થઈ રહ્યો છે.

કોમેડી વીડિયો
શેર કરેલા વીડિયોમાં અનન્યા મેકઅપ કરતી જોવા મળે છે, જ્યારે ફરાહ ત્યાં આવે છે અને કહે છે, 'અનન્યા... અનન્યા તને ખાલી પીલી માટે નેશનલ એવોર્ડ મળ્યો છે'. આ સાંભળીને અનન્યા ખૂબ જ ખુશ થઈ જાય છે અને ડાન્સ કરવા લાગે છે. ત્યારે ફરાહ કહે છે કે- આઇ એમ જોકીંગ...
વાયરલ જવાબ
વીડિયો શેર કરતાં અનન્યા પાંડેએ કેપ્શન આપ્યું, '50 રૂપિયામાં ઓવરએક્ટિંગ, ફરાહ ખાન સાથે મજાનો ટાઇમ.' આ વીડિયો પર ચંકી પાંડેએ કમેન્ટમાં લખ્યું, 'ફરાહ તને આ વીડિયો માટે ઓવરએક્ટિંગ માટે એવોર્ડ મળવો જોઈએ.' ફરાહે આગળ જવાબ આપ્યો, 'પહેલા તમારી દીકરીનું ધ્યાન રાખો.'
આગામી ફિલ્મ
અનન્યા પાંડેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે વિજય દેવેરાકોંડાની સામે 'લિગર'માં જોવા મળશે. હાલમાં જ અનન્યાની ફિલ્મ 'ગેહરાઇયાં' રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકામાં હતા.
Tags :
AnanyaPandaychankipandeyEntertainmentNewsFarahKhanGujaratFirst