Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુદ્ધના કારણે યુક્રેન રશિયા સાથે દરેક સ્તરે તોડી રહ્યું છે સંબંધ, ક્રિસમસની ઉજવણીની પરંપરા પણ તોડી

સમગ્ર વિશ્વમાં આજે 25મી ડિસેમ્બરે ક્રિસમસ 2022ની ઉજવણી કરવામાં આવી રહી છે. એક સમયે સોવિયત રશિયાનો ભાગ રહેલું યુક્રેન પણ આજે 25 ડિસેમ્બરે ક્રિસમસની ઉજવણી કરી રહ્યું છે. પરંતુ વિશ્વનો સૌથી મોટો દેશ રશિયા ઓર્થોડોક્સ ચર્ચના નિયમો અનુસાર 7 જાન્યુઆરીએ નાતાલની ઉજવણી કરશે.રશિયા અને યુક્રેન 7 જાન્યુઆરીએ ક્રિસમસ ઉજવતારશિયા અને યુક્રેન બંને ઓર્થોડોક્સ ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે, જેના કારણ
06:13 PM Dec 25, 2022 IST | Vipul Pandya
સમગ્ર વિશ્વમાં આજે 25મી ડિસેમ્બરે ક્રિસમસ 2022ની ઉજવણી કરવામાં આવી રહી છે. એક સમયે સોવિયત રશિયાનો ભાગ રહેલું યુક્રેન પણ આજે 25 ડિસેમ્બરે ક્રિસમસની ઉજવણી કરી રહ્યું છે. પરંતુ વિશ્વનો સૌથી મોટો દેશ રશિયા ઓર્થોડોક્સ ચર્ચના નિયમો અનુસાર 7 જાન્યુઆરીએ નાતાલની ઉજવણી કરશે.
રશિયા અને યુક્રેન 7 જાન્યુઆરીએ ક્રિસમસ ઉજવતા
રશિયા અને યુક્રેન બંને ઓર્થોડોક્સ ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે, જેના કારણે આ દેશોના લોકો જુલિયન કેલેન્ડરનો ઉપયોગ કરે છે. તેથી જ, યુદ્ધ પહેલા, યુક્રેન અને રશિયા 7 જાન્યુઆરીએ ક્રિસમસ ઉજવતા હતા એટલે કે 25 ડિસેમ્બર 13 દિવસ પછી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આજે, ક્રિસમસના અવસર પર એક વિડિયો જાહેર કર્યો અને તેમના દેશના લોકોને અભિનંદન પાઠવ્યા.
યુદ્ધના કારણે 25 ડિસેમ્બરે ઉજવણી
રશિયન સૈન્યના હુમલાને કારણે યુક્રેનમાં હજારો લોકોની જીંદગી તબાહ થઈ ચુકી છે અને બંને દેશો વચ્ચેના સંબંધો પરસ્પર ઇતિહાસના સૌથી ખરાબ તબક્કામાં ગયા છે. યુદ્ધના કારણે યુક્રેન રશિયા સાથે તેના તમામ સંબંધો તોડી રહ્યું છે. આ જ કારણ છે કે આ વર્ષે યુક્રેનમાં 7 જાન્યુઆરીને બદલે 25 ડિસેમ્બરે જ ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી છે. યુક્રેનના ઓર્થોડોક્સ ચર્ચે લોકોને મંજૂરી આપી છે કે તેઓ બાકીના યુરોપની જેમ 25 ડિસેમ્બરે નાતાલની ઉજવણી કરી શકે છે.
પરંપરા તૂટી
યુક્રેનમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે 25 ડિસેમ્બરે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે યુક્રેનના આ નિર્ણય બાદ રશિયા અને યુક્રેન બંનેના ચર્ચો વચ્ચે તણાવ વધશે. યુક્રેનિયનો કહી રહ્યા છે કે રશિયનો સાથે નાતાલની ઉજવણી કરવાની પરંપરા માત્ર રશિયન હુમલાઓને કારણે તૂટી ગઈ છે.
આ પણ વાંચો - પાકિસ્તાનમાં અમેરીકાના દુતાવાસના સ્ટાફ પર હુમલાનું એલર્ટ, બિનજરૂરી મુસાફરી ટાળવા સુચના
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Christmas2022Christmascelebration2022GujaratFirstrussiarussiaukrainewarukraine
Next Article