Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે ચોકલેટ ડે, જાણો કયા કારણથી આજે આપવામાં આવે છે પ્રિયજનને ચોકલેટ

ચોકલેટ, નામ સાંભળતા જ માણસ એક મીઠાશમાં ખોવાઈ જાય છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેને ચોકોલેટ પસંદ નહીં હોય, કોઈ પણ તહેવાર હોય કે પ્રસંગ લોકો ચોકોલેટનું આદાન-પ્રદાન કરતા જોવા મળે છે. રીસાયેલા પોતાના પ્રિયજનને મનાવવા પણ ચોકલેટ આપતા હોય છે. અને હા, ચોકલેટની જેમ રીસાયેલા પ્રિયજનનો ગુસ્સો પણ ઓગળી જાય છે. એમાંય હવે તો ચોકલેટને આખો એક દિવસ ફાળવવામાં આવ્યો છે. હાલમાં ચાલી રહેલા વેલેન્ટાઈન વીકમા
આજે ચોકલેટ ડે  જાણો કયા કારણથી આજે આપવામાં આવે છે પ્રિયજનને ચોકલેટ
ચોકલેટ, નામ સાંભળતા જ માણસ એક મીઠાશમાં ખોવાઈ જાય છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેને ચોકોલેટ પસંદ નહીં હોય, કોઈ પણ તહેવાર હોય કે પ્રસંગ લોકો ચોકોલેટનું આદાન-પ્રદાન કરતા જોવા મળે છે. રીસાયેલા પોતાના પ્રિયજનને મનાવવા પણ ચોકલેટ આપતા હોય છે. અને હા, ચોકલેટની જેમ રીસાયેલા પ્રિયજનનો ગુસ્સો પણ ઓગળી જાય છે. એમાંય હવે તો ચોકલેટને આખો એક દિવસ ફાળવવામાં આવ્યો છે. હાલમાં ચાલી રહેલા વેલેન્ટાઈન વીકમાં વીકના ત્રીજા દિવસને ચોકોલેટ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. 
વેલેન્ટાઈન વીકને પ્રેમીઓની નવરાત્રિ કહીએ તો પણ બિલકુલ ખોટું નથી. જે રીતે નવરાત્રિમાં ભક્તો જગતજનનીને ખુશ કરવા નવ દિવસ વિવિધ ઉપાયો કરતા હોય છે, તે જ રીતે આ સપ્તાહમાં યુવાવર્ગ પોતાના પ્રિયજનને, પોતાના પ્રિય પાત્રને ખુશ કરવા વિવિધ, અવનવા ઉપાયો કરતા હોય છે. વેલેન્ટાઈન વીક પૂર્વે ઉજવાતા સપ્તાહમાં ચોકોલેટ ડેના દિવસે યુગલો પોતાના પ્રિયજનને ચોકોલેટ આપતા હોય છે. આ દિવસે ચોકોલેટની મહત્વતા સાતમા આસમાને હોય છે. 
શું તમે જાણો છો ચોકોલેટ આપવા પાછળનું સાચું કારણ 
આપણે સૌ જાણીએ છીએ કે શુભ પ્રસંગોમાં, તહેવારોમાં, કે કોઈને શુભેચ્છા પાઠવવા માટે મોટાભાગે ચોકોલેટની ભેટ આપવામાં આવે છે. ત્યારે એ પ્રશ્ન થાય છે કે ચોકોલેટ જ કેમ? એવું તો શું છે ચોકોલેટમાં? આવો જાણીએ. 
જો સામાન્ય રીતે વિચારવામાં આવે તો ચોકોલેટનો મુખ્ય ગુણધર્મ છે મીઠાશ. તેથી વાસ્તવમાં ચોકોલેટ આપવા પાછળનો મુખ્ય આશય સંબંધમાં ચોકોલેટનો મુખ્ય ગુણધર્મ ઘોળવાનો છે, એટલે કે મીઠાશ ઘોળવાનો. પ્રેમમાં ગળાડૂબ ડૂબેલ વ્યક્તિનો પ્રેમ-સંબંધ ચોકોલેટની મીઠાશની જેમ સદૈવ મીઠાશભર્યો રહે અને વ્યક્તિ આજીવન તેના પ્રેમ-સંબંધનો સ્વાદ માણતો રહે. એ જ મહેચ્છા સાથે ચોકોલેટની ભેટ આપવામાં આવે છે. 
 વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ચોકોલેટ છે લાભકારી 
ચોકોલેટ ડેના દિવસે અપાતી ચોકોલેટ માત્ર અને માત્ર તેના સ્વાદ અને ચળકતા દેખાવના કારણે જ નહીં. પરંતુ, વૈજ્ઞાનિક રીતે પણ ચોકોલેટ ફાયદાકારી છે. ચોકોલેટના બંધારણમાં રહેલ કેફીન અને થેઓબ્રમાઇન જેવાં કેમિકલને કારણે ચોકોલેટને "લવ ડ્રગ" કહીએ તો બિલકુલ શંકા ઉપજાવનારુ નથી. આ બંને કેમિકલ દુનિયામાં સૌથી વધુ વ્યાપક રીતે વપરાતા ઉત્તેજક છે. તબીબી અભ્યાસ મુજબ કેફીન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરી મહત્વપૂર્ણ ન્યુરોટ્રાન્સમીટર સેરોટોનિન સ્ત્રાવ વધારે છે. કેફીન સતર્કતા વધારી થાક ઘટાડી મૂડમાં સુધારો કરે છે.
તો ચાલો, આજના ચોકોલેટ ડેના દિવસે તમે પણ તમારા પ્રિયજનને મોકલો ચોકોલેટની ભેટ અને ઘોળી દો તમારા પ્રેમ-સંબંધમાં મીઠાશ. ઉષ્મા-સભર પ્રેમ સંબંધમાં મીઠાશ ઘોળી, તમે પણ તમારા પ્રિયજન સાથે પ્રેમની મીઠાશમાં થઇ જાઓ તરબતર.
Advertisement
Tags :
Advertisement

.