Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોણ છે એ હિમાલયના યોગી જે ઇમેઇલ વડે ભારતીય શેર માાર્કેટ ચલાવતા હતા?

દેશનો સૌથી મોટો સ્ટોક એક્ચેન્જ NSE (નેશનલ સ્ટોક એક્ચેન્જ) અત્યારે ચર્ચામાં છે. જો કે તેની પાછળ સ્ટોક અક્ચેન્જમાં થયેલો ઉતાર ચઢાવ જવાબદાર નથી, પરંતુ NSEની પૂર્વ એમડી અને સીઇઓ ચિત્રા રામકૃષ્ણ જવાબદાર છે. જેઓ એક હિમાલયના અજ્ઞાત યોગીના કહેવા પર 20 વર્ષ મહત્વના નિર્ણયો કરતા રહ્યા. આ ખુલાસો સેબી (Securities and Exchange Board of India) દ્વારા કરવામાં આવ્યો છે. સેબી દ્વારા ગયા સપ્તાહનમાં આ પ્રકારના ઘણા ખુલાસો કરવામà
02:05 PM Feb 18, 2022 IST | Vipul Pandya
દેશનો સૌથી મોટો સ્ટોક એક્ચેન્જ NSE (નેશનલ સ્ટોક એક્ચેન્જ) અત્યારે ચર્ચામાં છે. જો કે તેની પાછળ સ્ટોક અક્ચેન્જમાં થયેલો ઉતાર ચઢાવ જવાબદાર નથી, પરંતુ NSEની પૂર્વ એમડી અને સીઇઓ ચિત્રા રામકૃષ્ણ જવાબદાર છે. જેઓ એક હિમાલયના અજ્ઞાત યોગીના કહેવા પર 20 વર્ષ મહત્વના નિર્ણયો કરતા રહ્યા. આ ખુલાસો સેબી (Securities and Exchange Board of India) દ્વારા કરવામાં આવ્યો છે. સેબી દ્વારા ગયા સપ્તાહનમાં આ પ્રકારના ઘણા ખુલાસો કરવામાં આવ્યા છે. જ્યારથી ચિત્રા રામકૃષ્ણ ચર્ચામાં આવ્યા છે. ચિત્રા પર એવા આરોપો લાગ્યા છે કે તેમણે નેશનલ સ્ટોક એક્ચેન્જની કેટલીક ગુપ્ત માહિતોઓ કોઇક યોગીને આપી છે. ત્યારબાદ સેબી દ્વારા તેમને ત્રણ કરોડ રુપિયાનો દંડ કરવામાં આવ્યો છે. 

સીબીઆઇ દ્વારા પુછપરછ કરાઇ
સીબીઆઇ દ્વારા આજે મુંબઈમાં 2018ના NSE કૌભાંડમાં ચિત્રાની પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે સીબીઆઈએ ચિત્રા અને તેના બે પૂર્વ સહયોગીઓ આનંદ સુબ્રમણ્યમ અને રવિ નારાયણ સામે લુક આઉટ નોટિસ પણ જાહેર કરી છે. એટલે કે આ લોકો હવે દેશ છોડી નહીં શકે. આ પહેલા ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા ચિત્રા રામકૃષ્ણના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. અગાઉ સેબી દ્વારા પણ 190 પાનાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ચિત્રા રામકૃષ્ણ અને તેના સાથીઓ આવા અનેક ગંભીર અપરાધોમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે. 

હિમાલયના કોઇ યોગીના કહેવાથી લીધા નિર્ણય
આ આખી ઘટનામાં સૌથી ચર્ચાસ્પદ નામ ‘હિમાલયના યોગી’નું છે. જે કોણ છે, ક્યાના છે તે વિશે કોઇ નથી જાણતું. ચિત્રાએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની માહિતી આ અજાણ્યા યોગીને આપી હતી. ઉપરાંત યોગીના કહેવાથી જ ચિત્રાએ આનંદ સુબ્રમણ્યમ નામના વ્યક્તિને એક મોટી પોસ્ટ પર નિયુક્તિ આપી હતી. જેને 5 કરોડ રૂપિયાનો પગાર આપ્યો હતો. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે સેબીએ ચિત્રાને આ અંગે સવાલો પુછ્યા તો તેમણે કહ્યું કે આ બધા નિર્ણયો માટે તેને 'હિમાલયના યોગી' દ્વારા સલાહ આપવામાં આવી હતી, જેમને પોતે ક્યારેય જોયા નથી કે તેની સાથે વાત પણ નથી કરી. ચિત્રાએ કહ્યું કે તે આ રહસ્યમય યોગીના ઈ-મેલના આધારે જ પોતાના નિર્ણયો લેતી હતી.

કોણ છે ચિત્રા રામકૃષણ?
ચિત્રા રામકૃષ્ણ કોઇ નાનું નામ નથી. 1963માં જન્મેલા ચિત્રા રામકૃષ્ણ 1992માં નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરનારી ટીમનો ભાગ હતા. ચિત્રા રામકૃષ્ણનો સમાવેશ એવી કેટલીક મહિલાઓમાં થાય છે કે જેમણે વિશ્વમાં સ્ટોક એક્સચેન્જના ક્ષેત્રમાં મોટા હોદ્દા પર કામ કર્યું છે. ફોર્ચ્યુન જેવા પ્રતિષ્ઠિત મેગેઝીને ચિત્રા રામકૃષ્ણને વિશ્વની 17 નંબરની સૌથી શક્તિશાળી મહિલા ગણાવી હતી. ચિત્રા રામકૃષ્ણ 2013 થી 2016 સુધી નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના CEO અને MD હતા. 2016ના વર્ષમાં તેમણે પદનો દુરુપયોગ કર્યો અને બાદમાં તેમનું નામ કૌભાંડ સાથે પણ જોડાયું. જેના કારણે NSEમાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા.
ચિત્રા પર એવા આરોપ છે કે 2013થી લઇને 2016 સુધી એવા અનેક નિર્ણયો કર્યા છે નેશનલ સ્ટોક એક્ચેન્જના હિતમાં નહોતા. આ નિર્ણયોમાંથી જ એક નિર્ણય એટલે આનંદ સુબ્રમણિયમ નામના વ્યક્તિની નિમણૂંક. જેના માટે ચિત્રાએ એક પદનું સર્જન કર્યુ અને પોતાના કાર્યકાળ દરમિયાન અનેક વખતે તેનું પ્રમોશન પણ કર્યુ. સેબી દ્વારા આ આખા કેસની તપાસ આનંદ સુબ્ર મણિયમની નિયુક્તિમાં થયેલી ગડબડને લઇને જ શરુ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બધા ખુલાસા થતા ગયા.

કોણ છે આનંદ સુબ્રમણિયમ?
1 એપ્રિલ  2013ના દિવસે આનંદ સુબ્રમણ્યમની NSEમાં મુખ્ય વ્યૂહાત્મક સલાહકાર (CSE) તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારબાદ એપ્રિલ 1, 2015 થી 21 ઓક્ટોબર, 2016 સુધી NSEના ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર (GOO)અને MD-CEO ચિત્રા સુબ્રમણ્યમના સલાહકાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે NSEમાં સુબ્રમણ્યમની નિમણૂક પહેલાં આ બંને પદ નહોતા. ખાસ આનંદ સુબ્રમણિયમ માટે આ પદ ઉભા કરવામાં આવ્યા છે.
NSEમાં જોડાયા પહેલા સુબ્રમણિયમ બાલ્મેર એન્ડ લોરી નામની કંપનીમાં કામ કરતા હતા. જ્યાં તમેનો પગાર વાર્ષિક 15 લાખ રૂપિયા હતો. ઉપરાંત તેમને સ્ટોક માર્કેટમાં કામ કરવાનો કોઈ અનુભવ નહોતો. ચિત્રા રામકૃષ્ણ પર આરોપ છે કે તેમણે સુબ્રમણિયમને NSEમાં ચીફ સ્ટ્રેટેજિક ઓફિસર (CSE)ના પદ પર ભરતી કર્યા અને તેમને 1.68 કરોડ રૂપિયાનું સેલરી પેકેજ પણ આપવામાં આવ્યું હતું. ઉપરાંત આનંદને અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કામ કરવું પડતું હતું. કંપનીના એચઆર વિભાગમાં ચર્ચા કર્યા વગર ચિત્રાએ સુબ્રમણિયમની ભરતી કરી હતી. ઉપરાંત એનએસઇ દ્વારા આ ભરતી માટે કોઇ જાહેરાત કે નોટિસ પણ બહાર નહોતી પડાઇ. ચિત્રા સાથેના ઇન્ટરવ્યુ બાદ સીધી સુબ્રમણિયમની ભરતી થઇ ગઇ હતી. 

આનંદ સુબ્રમણિયમના પગારમાં વધારો
તપાસ દરમિયાન એવું સામે આવ્યું કે એનએસઇમાં નિયુક્તિ બાદ આનંદ સુબ્રમણિયમના પગારમાં અસાધરણ રીતે વધારો થયો છે. 2017ના વર્ષમાં તેઓ ચિત્રા રામકૃષણના સલાહકાર હતા અને આમ છતા તેમનો પગાર 4.21 કરોડ રુપિયા હતો. એનએસઇમાં કામ કરતા અનેક વરિષ્ઠ અધિકારીઓનો પગાર પણ આના કરતા ઓછો હતો. તેનાથી પણ ખાસ વાત એ છે કે આનંદ સુબ્રમણિયમને આ તમામ લાભ એનએસઇના મહત્વના લોકોની યાદીમાં સામેલ થયા વગર જ મળતા હતા. આ સિવાય તપાસમાં એવું પણ સામે આવ્યું કે ચિત્રા રામકૃષ્ણ દ્વારા એનએસઇની ઘણી બધી ગુપ્ત માહિતિ બહારના લોકોને આપવામાં આવી હતી. જેમાં એનએસઇની માળખાગત માહિતિ, ડિવિડેંડ સિનેરિયો, આર્થિક બાબતો વગેરે સામેલ હતું. ચિત્રાએ આ તમામ માહિતિ એક અજ્ઞાત વ્યક્તિને આપી હતી.

હિમાલયના રહસ્યમય યોગીની એન્ટ્રી
જ્યારે સેબીએ ચિત્રા રામકૃષ્ણને NSEની ગુપ્ત માહિતી અજ્ઞાત વ્યક્તિને આપવા વિશે સવાલ કર્યો તો , તેમણે કહ્યું કે rigyajursama નામનું ઈમેલ આઈડી એક સિદ્ધ પુરુષ/યોગીનું છે, જેઓ વર્ષોથી હિમાલયમાં વિચરણ કરે છે. તેમણે કહ્યું કે ઈમેલ મોકલનારા યોગીમાં આધ્યાત્મિક શક્તિ છે. છેલ્લા 20 વર્ષથી તેઓ મને  રસ્તો બતાવી રહ્યા છે અને તેઓ જ્યારે તેમની ઈચ્છા હશે ત્યારે જ દર્શન આપશે.
સેબી દ્વારા જે આદેશ આપવામાં આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે ચિત્રા રામકૃષ્ણ આ યોગીથી ખૂબ પ્રભાવિત હતા. આ યોગીએ જ ચિત્રાને ઇમેલ કર્યા અને તેને સુબ્રમણિયમની ભરતીથી લઇને પગાર અંગે સલાહ પણ આપી. આ સિવાય મહત્વની વાત એ પણ છે કે આવા ઈમેલ ચિત્રા રામકૃષ્ણની સાથે યોગી દ્વારા સુબ્રમણિયમને પણ મોકલવામાં આવતા હતા. આ રહસ્યમય યોગીએ વારંવાર ચિત્રાને સુબ્રમણિય અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના પ્રમોશન અંગે સલાહ આપી હતી. સેબીના જણાવ્યા અનુસાર, NSE અધિકારીઓ જાણતા હતા કે ચિત્રા યોગીની સલાહ લીધા પછી જ નિર્ણયો લે છે. આમ છતા તેમના દ્વારા આ વિશે સેબીને માહિતિ આપવામાં આવી નહોતી.  સેબીએ તેના આદેશમાં ચિત્રા સામે પગલાં ન લેવા બદલ NSEની પણ ટીકા કરી છે.

યોગ બનીને ચિત્રાને કોણ ઇમેઇલ કરતું હતું?
અન્સર્ડ એન્ડ યંગ નામની કન્સલટનસી ફર્મ દ્વારા કરાયલી ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું છે કે આનંદ સુબ્રમણિયમ યોગી તરીકે ચિત્રા રામકૃષ્ણને મેઇલ કરતો હતો. એટલે કે ચિત્રા જે હિમાલયના યોગીના પ્રભાવમાં હતી તે બીજુ કોઇ નહીં પરંતુ આનંદ સુબ્રમણિયમ જ હતો. 27 નવેમ્બર, 2018 ના રોજ સેબીને મોકલવામાં આવેલા પત્રમાં, NSEએ કહ્યું હતું કે તેમણે મનોવૈજ્ઞાનિકો સાથે પણ આ બાબતે ચર્ચા કરી હતી. મનોવૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આનંદ સુબ્રમણિયમે નવી ઓળખ બનાવીને ચિત્રા રામકૃષ્ણને પ્રભાવિત કર્યા અને પોતાની ઇચ્છા પ્રમાણેના નિર્ણયો કરાવ્યા. જો કે હજુ સુધી આ વાત સંપૂર્ણ રીતે સાબિત નથી થઇ કે આનંદ સુબ્રમણિયમ જ યોગી છે અને તે જ ચિત્રાને મેઇલ કરતા હતા.


ચંદ્રા સ્વામી, નરસિમ્હા રાવ સરકાર અને માર્ગરેટ થૈચર
ચિત્રા રામકૃષ્ણ અને યોગીની વાત સામે આવતાની સાથે જ લોકોને ચંદ્રા સ્વામીની યાદ તાાજી થઇ છે.  90ના દાયકામાં નરસિમ્હા રાવ સરકારમાં તેમની દખલગીરી વિશ લગભગ તમામ લોકો પરિચિત છે. આ સિવાય  માર્ગારેટ થૈચર, જેમને બ્રિટનની આયર્ન લેડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ તાંત્રિક ચંદ્રાસ્વામીથી એટલા પ્રભાવિત થયા કે તેમની પાછળ દોડવા લાગ્યા. ચંદ્ર સ્વામીએ થૈચરને કહ્યું કે તેઓ ચાર વર્ષમાં વડાપ્રધાન બનશે. આ કિસ્સામાં ચંદ્રા સ્વામીની આગાહી સાચી પડી હતી. ચંદ્રા સ્વામી પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના નજીકના વ્યક્તિ હતા. આ સિવાય દુનિયાભરના નેતાઓ, અધિકારીઓ અને અન્ય મોટા વ્યક્તિઓ ચંદ્રા સ્વામીને મળવા માટે લાઇન લગાવતા હતા. કહેવાય છે કે કુતુબ ઈન્સ્ટિટ્યુશન વિસ્તારમાં જે જમીન પર તેમનો આશ્રમ બનાવવામાં આવ્યો હતો તે જમીન પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ફાળવી હતી.
Tags :
anandsubramanianCBIChitraRamakrishnaChitraRamakrishnaControversyGujaratFirstHimalayanyogiNationalStockExchangeNSESEBIyogi
Next Article