Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાષ્ટ્રપતિ શી જિનપિંગ થયાં નજરકેદ? સોશિયલ મીડિયમાં દાવો, શું છે હકિકત?

સોશિયલ મીડિયા (Social Media) પર અફવા છે કે ચીનના રાષ્ટ્રપતિને નજર કેદ કરી દેવામાં આવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાલમાં જ જ્યારે શી જીનપિંગ (Xi Jinping) ઉજબેકસ્તાનના સમરકંદ SCO સમિટમાં હતા ત્યારે સેનાના અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જોકે આ મામલે અત્યાર સુધીમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટી અને ના તો ત્યાંની સરકારી મીડિયાએ તેનું ખંડન કર્યું છે.ટ્વીટર પર ટ્રેન્ડસોશિયલ મીડિયા પ્લેટà
રાષ્ટ્રપતિ શી જિનપિંગ થયાં નજરકેદ  સોશિયલ મીડિયમાં દાવો  શું છે હકિકત
સોશિયલ મીડિયા (Social Media) પર અફવા છે કે ચીનના રાષ્ટ્રપતિને નજર કેદ કરી દેવામાં આવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાલમાં જ જ્યારે શી જીનપિંગ (Xi Jinping) ઉજબેકસ્તાનના સમરકંદ SCO સમિટમાં હતા ત્યારે સેનાના અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જોકે આ મામલે અત્યાર સુધીમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટી અને ના તો ત્યાંની સરકારી મીડિયાએ તેનું ખંડન કર્યું છે.
ટ્વીટર પર ટ્રેન્ડ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર XiJinping હેશટેગ પર હજારોની સંખ્યામાં ટ્વીટ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ મામલે ટ્વીટ કરતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યાં છે. જોકે તેમણે ટ્વિટમાં ઉમેર્યું છે કે, આ અફવાહની તપાસની જરૂર છે કે શી જીનપિંગ બીજિંગમાં નજરબંધ છે.
ભાજપના નેતાનું ટ્વીટ
સુબ્રમણ્યમ સ્વામીએ (Subramanian Swamy) ટ્વીટ કર્યું કે, "ચીનને લઈને એક નવી અફવા છે, જેની તપાસ કરવામાં આવશે. શું શી જિનપિંગ નજરકેદમાં છે? એવું માનવામાં આવે છે કે જિનપિંગ તાજેતરમાં સમરકંદમાં હતા ત્યારે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ સૈન્ય પ્રમુખને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જે બાદ એવી અફવા છે કે તેઓ નજરકેદ કરવામાં આવ્યા છે. આ ટ્વીટની સાથે તેણે એક વીડિયો પણ શેર કર્યો છે.
Advertisement

ચીનના સોશિયલ મીડિયા યૂઝર્સનો દાવો
ચીનના (China) કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે જીનપિંગને હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવ્યા છે. તે સિવાય તે પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનની પિપલ્સ લિબરેશન આર્મી (PLA)એ શી જિનપિંગને રાષ્ટ્રપતિના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે લી કિયાઓમિંગ ચીનના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે.

સત્તાવાર સમર્થન નહી
ચીનના રાષ્ટ્રપતિને લઈને આવેલી આ અફવાને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. આંતરરાષ્ટ્રીય પત્રકારોનું માનવું છે કે આવી વાતો માત્ર ચર્ચા છે. ચીનની સરકારી મીડિયા તેમજ અન્ય ઈન્ટરનેશનલ મીડિયાએ (International Media) આ વાતને કન્ફર્મ કરી નથી. એવામાં અત્યાર સુધીની હકિકત એ છે કે શી જિનપિંગને નજરકેદ કરવામાં નથી આવ્યા અને ન તો ચીનમાં કોઈ સત્તાપરિવર્તન થયું છે.

શા કારણે ફેલાઈ અફવા?
ચીનમાં (China) આ અઠવાડિયે બે પૂર્વ મંત્રીના મોત અને ચાર અધિકારીઓને ઉમરકેદની સજા સંભળાવવામાં આવી. જણાવવામાં આવ્યું છે કે તેઓ રાજકિય જુથનો એક ભાગ હતા. હાલના દિવસોમાં કમ્યુનિસ્ટ પાર્ટીનું ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચાલી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ અધિકારી અને પૂર્વ મંત્રી જિનપિંગ વિરોધી હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, જિનપિંગ વિરોધી જુથ તરપથી આ અફવા ફેલાવવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.