ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચીનના રાષ્ટ્રપતિ આ ગંભીર બીમારીથી પીડિત? જાણો ડોક્ટરોએ શું આપી સલાહ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મગજની ખતરનાક બિમારીથી પીડિત છે. મીડિયા રિપોર્ટ્સ દાવો કરે છે કે શી જિનપિંગ હાલમાં મગજની ગંભીર બીમારી, સેરેબ્રલ એન્યુરિઝમથી પીડિત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બીમારીથી છુટકારો મેળવવા માટે ડોક્ટરોએ સર્જરીની સલાહ આપી હતી. પરંતુ જિનપિંગ પરંપરાગત ચાઈનીઝ દવાઓથી જ તેનો ઈલાજ કરાવી રહ્યા છે.રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ શી જિનપિંગ છેલ્લા ઘણા મહિનાઓથી આ બીમ
04:05 AM May 11, 2022 IST | Vipul Pandya
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મગજની ખતરનાક બિમારીથી પીડિત છે. મીડિયા રિપોર્ટ્સ દાવો કરે છે કે શી જિનપિંગ હાલમાં મગજની ગંભીર બીમારી, સેરેબ્રલ એન્યુરિઝમથી પીડિત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બીમારીથી છુટકારો મેળવવા માટે ડોક્ટરોએ સર્જરીની સલાહ આપી હતી. પરંતુ જિનપિંગ પરંપરાગત ચાઈનીઝ દવાઓથી જ તેનો ઈલાજ કરાવી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ શી જિનપિંગ છેલ્લા ઘણા મહિનાઓથી આ બીમારીથી પીડાઈ રહ્યા છે. આ કારણે ડિસેમ્બર 2021માં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.  શી જિનપિંગની ખરાબ તબિયતના સમાચાર ઘણી વખત સામે આવી ચૂક્યા છે. શી જિનપિંગના સ્વાસ્થ્યને લઈને પહેલાથી જ અટકળો લગાવવામાં આવી રહી છે. બેઇજિંગમાં વિન્ટર ઓલિમ્પિક સુધી રાષ્ટ્રપતિએ કોઈપણ વિદેશી નેતાઓ સાથે મુલાકાત કરવાનો ઇનકાર કર્યો ત્યારે અટકળોએ વેગ પકડ્યો હતો.
અગાઉ માર્ચ 2019માં શી જિનપિંગની ઇટાલીની મુલાકાત દરમિયાન તેમને ચાલવામાં તકલીફ પડી રહી હતી. તેની ચાલવાની રીત અલગ  જોવા મળી હતી. બાદમાં ફ્રાન્સના પ્રવાસ દરમિયાન પણ જિનપિંગને ચાલવામાં તકલીફ પડી રહી હતી અને  તેને બેસવા માટે આધારની જરૂર પડતી હતી.
આ સિવાય વર્ષ 2020માં તેઓ શેનઝેનમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખાંસી કરતા જોવા મળ્યા હતા. અને રેલીમાં જિનપિંગે ધીરા અવાજમાં સંબોધન કર્યું હતું. આ દિવસે  જિનપિંગ  મંચ પર મોડા પહોંચ્યા હતા. 
સેરેબ્રલ એન્યુરિઝમ શું છે
મગજની રક્તવાહિની એક બાજુથી નબળી પડીને ફુગ્ગાની જેમ ફૂલી જવાને સેરેબ્રલ અથવા મગજની એન્યુરિઝમ કહે છે. આ રોગ મગજના કોઈપણ ભાગમાં થઈ શકે છે. આ રોગ કોઈપણ ઉંમરની વ્યક્તિને પણ થઈ શકે છે.  ખાસ કરીને જે લોકોને હાઈ બ્લડ પ્રેશર, સ્નાયુ નબળા પડી ગયા હોઈ, ઈન્ફેક્શન, ઈજા અને મગજને નુકસાન અથવા ગાંઠો હોય તેઓને આ રોગ થવાની સંભાવના વધુ હોય છે.
Tags :
CerebralAneurysmChinesePresidentGujaratFirstseriousillnessshijinpingXiJinping
Next Article