Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં ચાલતા ચીનના કાળા કારોબાર પર EDએ બોલાવ્યો સપાટો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ PML એક્ટ 2002 હેઠળ કર્ણાટકના બેંગલુરૂના 6 સ્થળોએ દરોડા પાડ્યા છે. EDએ આ દરોડા ચાઈનીઝ લોન એપ કેસમાં તપાસ દરમિયાન કર્યાં છે. EDએ શનિવારે જણાવ્યું કે તે ઓનલાઈન પેમેન્ટ ગેટવે કંપની રેઝરપે (Razorpay), પેટીએમ (PayTM) અને કેશ ફ્રી (Cash Free)ના સ્થળો પર દરોડા પાડ્યા છે. ED અનુસાર દરોડાની આ કાર્યવાહી શુક્રવારે બે ડિસેમ્બરના બેંગલુરૂના 6 સ્થળોએ કરવામાં આવી છે. ED તરફથી કહેવામાં આવ્યું છà
દેશમાં ચાલતા ચીનના કાળા કારોબાર પર edએ બોલાવ્યો સપાટો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ PML એક્ટ 2002 હેઠળ કર્ણાટકના બેંગલુરૂના 6 સ્થળોએ દરોડા પાડ્યા છે. EDએ આ દરોડા ચાઈનીઝ લોન એપ કેસમાં તપાસ દરમિયાન કર્યાં છે. EDએ શનિવારે જણાવ્યું કે તે ઓનલાઈન પેમેન્ટ ગેટવે કંપની રેઝરપે (Razorpay), પેટીએમ (PayTM) અને કેશ ફ્રી (Cash Free)ના સ્થળો પર દરોડા પાડ્યા છે. 
ED અનુસાર દરોડાની આ કાર્યવાહી શુક્રવારે બે ડિસેમ્બરના બેંગલુરૂના 6 સ્થળોએ કરવામાં આવી છે. ED તરફથી કહેવામાં આવ્યું છે કે, આ કાર્યવાહી હજુ શરૂ જ છે. દરોડા દરમિયાન મેર્ચેન્ટ આઈડી અને ચીનના લોકો તરફથી કંટ્રોલ કરવામાં આવતી સંસ્થાઓના બેંક એકાઉન્ટ્સમાં રાખવામાં આવેલા 17 કરોડ રૂપિયા જપ્ત કરી લેવામાં આવ્યા છે.
આવી રીતે ચાલતો હતો કાળો કારોબાર
ED પ્રમાણે આ સંસ્થાઓની કામ કરવાની પદ્ધતિ એ છે કે તેઓ ભારતીય નાગરિકોના બોગસ ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને તમને કંપનીના ડમી ડિરેક્ટર બનાવી ગેરકાયદેસરની આવક ઉભી કરચા હતા. આ સંસ્થાઓ ચીનના લોકો તરફથી કંટ્રોલ કરવામાં આવે છે. 
ખોટા એડ્રેસ પરથી થતું હતું કામકાજ
ED પ્રમાણે આ સંસ્થાઓ જુદી-જુદી મર્ચન્ટ આઈડી અને એકાઉન્ટ્સના માધ્યમથી આ ગેરકાયદે આવક ઉપાર્જિત કરી રહી હતી. EDએ તે પણ કહ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ સંસ્થાઓ MCA (કોર્પોરેટ બાબતોનું મંત્રાલય)ની વેબસાઈટ પર આપવામાં આવેલા રજિસ્ટર્ડ એડ્રેસ પરથી પણ કામ નહોતા કરી રહ્યાં તેઓ બોગસ એડ્રેસ પરથી ઓપરેટ કરી રહ્યાં છે.
18 ફરિયાદોના આધારે કાર્યવાહી
EDએ કહ્યું કે, મની લોન્ડ્રિંગનો આ કેસ જેના હેઠળ દરોડા પાડવામાં આવ્યા છે તે બેંગલુરૂ પોલીસ સાઈબર ક્રાઈમ સ્ટેશન (Cyber Crime Station) તરફથી નોંધવામાં આવેલી ઓછામાં ઓછી 18 FIR પર આધારિત છે. આ FIR અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓ વિરૂદ્ધ નોંધાયેલી છે. આ મામલે આરોપિત નાની રકમની લોન વસૂલી માટે હેરાન કરવાના આરોપ લાગ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.