Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચીની એરલાઇન્સે 'ઘરડી' કહીને કાઢી મુકી, હવે દુનિયાભરમાંથી મળી રહી છે જોબની ઓફર

જે મહિલાને ચીની એરલાઈન્સે ઘરડી કહીને કાઢી મુકી હતી, તે જ મહિલાને હવે દુનિયાના ઘણા દેશોમાંથી જોબની મોટી ઓફર મળી રહી છે. જી હા ચીનની એક ફ્લાઈટ એટેન્ડન્ટની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને નોકરીમાંથી કાઢી મૂક્યા પછી નોકરીની ઘણી ઓફર મળી રહી છે.'હુ'ને ચીની એરલાઈન્સે 'ઘરડી' કહીને કાઢી મુકીફ્લાઈટ એટેન્ડન્ટ 50 વર્ષીય મહિલા 'હુ'ને ચીની એરલાઈન્સે 'ઘરડી' કહીને કાઢી મુકી હતી. કારણ કે
10:53 AM Dec 12, 2022 IST | Vipul Pandya
જે મહિલાને ચીની એરલાઈન્સે ઘરડી કહીને કાઢી મુકી હતી, તે જ મહિલાને હવે દુનિયાના ઘણા દેશોમાંથી જોબની મોટી ઓફર મળી રહી છે. જી હા ચીનની એક ફ્લાઈટ એટેન્ડન્ટની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને નોકરીમાંથી કાઢી મૂક્યા પછી નોકરીની ઘણી ઓફર મળી રહી છે.
'હુ'ને ચીની એરલાઈન્સે 'ઘરડી' કહીને કાઢી મુકી
ફ્લાઈટ એટેન્ડન્ટ 50 વર્ષીય મહિલા 'હુ'ને ચીની એરલાઈન્સે 'ઘરડી' કહીને કાઢી મુકી હતી. કારણ કે એરલાઈન્સે મહિલાને કામ કરવા માટે ખૂબ જ વૃદ્ધ ગણાવી. હુએ હવે નોર્વેના નોર્વેજીયન એર શટલ સાથે પણ કામ કર્યું છે.
6 વર્ષથી ચીની એરલાઇન્સ સાથે જોડાયેલી હતી 
હુ છેલ્લા 6 વર્ષથી ચીનની એરલાઈન સાથે કામ કરી રહી હતી. ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકેની નોકરી ગુમાવ્યા પછી, હુએ વિદેશી એરલાઇન્સમાં નોકરી શોધવાનું શરૂ કર્યું. તેણે ચીનની કોઈપણ સ્વદેશી એરલાઈન્સમાં નોકરી શોધવાનું છોડી દીધું કારણ કે ચીનમાં 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને નોકરી પર રાખવામાં આવતી નથી.
'હુ'એ અનેક ભાષાઓ શીખવાનું શરૂ કર્યું
વિદેશી એરલાઇન્સમાં નોકરી શોધવાની સાથે હુએ અનેક ભાષાઓ શીખવાનું શરૂ કર્યું. તેણે સખત મહેનત કરીને અંગ્રેજી અને ફિનિશ ભાષાઓ શીખી. આખરે, હુને ત્રણ વિદેશી એરલાઈન્સ તરફથી નોકરીની ઓફર મળી કે જેમાં કોઈ વય મર્યાદા ન હતી.
'હુ'ના જીવનની સ્ટોરી સોશિયલ મીડિયા પર થઇ વાયરલ 
હવે હુના જીવનની પ્રેરણાદાયી સ્ટોરી  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ચીનના લોકો હુની તેમના નોકરી પ્રત્યેના સમર્પણ અને તેમના સતત પ્રયાસો માટે પ્રશંસા કરી રહ્યા છે. ચાઈનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઈબો પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં હુએ તેની નવી જોબ વિશે વાત કરી..હુ કહે છે કે તે દરરોજ વ્યાયામ કરે છે અને સ્વસ્થ આહાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે  અને આ જ કારણ છે કે તે આ ઉંમરે લાંબી ઉડાનનું સંચાલન કરવામાં સક્ષમ છે.
આ પણ વાંચો : બ્રિટનના જર્સી આઈલેન્ડના એક એપાર્ટમેન્ટમાં થયો વિસ્ફોટ, 3 ના મોત, 12 લોકો ગુમ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
agediscriminationChinaflightattendantGujaratFirst
Next Article