Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીનની અવળચંડાઈનો હવે મળશે જડબાતોડ જવાબ, ભારતે તૈયાર કરી અગ્નિ-5 મિસાઈલ

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકો સાથેના ઘર્ષણમાં 7માં દિવસે ભારતે તેની સૌથી શક્તિશાળી મિસાઈલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતે ગુરુવારે અગ્નિ-5 બેલેસ્ટિક મિસાઈલનું નાઈટ ટ્રાયલ કર્યું હતું. આ પરમાણુ સંચાલિત મિસાઈલે 5 હજાર કિલોમીટર દૂર જઈને પોતાના લક્ષ્યને સફળતાપૂર્વક ધ્વસ્ત કરી નાખ્યું. હવે સમગ્ર એશિયા, અડધો યુરોપ, રશિયા અને યુક્રેન તેમજ રાજધાની બેઇજિંગ સહિત સમગ્ર ચ
ચીનની અવળચંડાઈનો હવે મળશે જડબાતોડ જવાબ  ભારતે તૈયાર કરી અગ્નિ 5 મિસાઈલ
અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકો સાથેના ઘર્ષણમાં 7માં દિવસે ભારતે તેની સૌથી શક્તિશાળી મિસાઈલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતે ગુરુવારે અગ્નિ-5 બેલેસ્ટિક મિસાઈલનું નાઈટ ટ્રાયલ કર્યું હતું. આ પરમાણુ સંચાલિત મિસાઈલે 5 હજાર કિલોમીટર દૂર જઈને પોતાના લક્ષ્યને સફળતાપૂર્વક ધ્વસ્ત કરી નાખ્યું. હવે સમગ્ર એશિયા, અડધો યુરોપ, રશિયા અને યુક્રેન તેમજ રાજધાની બેઇજિંગ સહિત સમગ્ર ચીન અગ્નિ-5ની રેન્જમાં આવી ગયું છે. 
મહત્વનું છે કે, આ પરિક્ષણ નવી ટેક્નોલોજી અને સાધનો સાથે કરવામાં આવ્યું છે. નવા સ્વરૂપમાં આ મિસાઈલ પહેલા કરતા ઘણી હળવી હશે. આ પરીક્ષણ મિસાઈલ બનાવવામાં ઉપયોગમાં લેવાતી નવી ટેકનિકો અને સાધનોના પરીક્ષણના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું. દેશની સૌથી શક્તિશાળી મિસાઈલ અગ્નિ-5, ભારતની લાંબા અંતરની સપાટીથી સપાટી પર માર કરનારી બેલેસ્ટિક મિસાઈલ છે, જે 5000 કિમી દૂર દુશ્મનના લક્ષ્યને ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. સમગ્ર ચીન આ શ્રેણીમાં આવે છે. કેટલાક અહેવાલો દાવો કરે છે કે તે 8 હજાર કિલોમીટર સુધી હિટ કરી શકે છે. આ મિસાઈલ 1500 કિલોગ્રામના ન્યૂક્લિયર વોરહેડ સાથે વહન કરી શકે છે.
અગ્નિ-5 મિસાઈલનું વજન 50 હજાર કિલોગ્રામ છે. તે 17.5 મીટર લાંબુ છે. તેની ઉપર 1500 કિલો વજનનું પરમાણુ હથિયાર વહન કરી શકે છે. આ મિસાઈલમાં ત્રણ સ્ટેજ રોકેટ બૂસ્ટર છે જે સોલિડ ફ્યુલથી ઉડે છે. તેની ઝડપ અવાજની ગતિ કરતા 24 ગણી વધારે છે. તે એક સેકન્ડમાં 8.16 કિલોમીટરનું અંતર આવરી લે છે. તે 29 હજાર 401 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દુશ્મન પર હુમલો કરે છે. અગ્નિ-5ને રોડ અને રેલ પ્લેટફોર્મ પરથી પણ છોડી શકાય છે. આવી સ્થિતિમાં તેને દેશના કોઈપણ ખૂણામાં સરળતાથી તૈનાત કરી શકાય છે. હવામાન પરિસ્થિતિની પણ તેના પર કોઈ અસર થશે નહીં. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે અગ્નિ-Vની આ નવમી ઉડાન છે. આ મિસાઈલનું બીજું નિયમિત પરીક્ષણ હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.