Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયાની પરમાણુ યુદ્ધની ધમકી બાદ ચીન આવ્યું મેદાનમાં, આપ્યું એવું નિવેદન કે...

રશિયા અને યુક્રેવ વચ્ચેના યુદ્ધને 2 મહિના કરતા વધારે સમય થઈ ચૂક્યો છે. હાલમાં અમેરિકા અને બીજા સાથી દેશો દ્વારા યુક્રેનને હથિયારોની મદદ કરવામાં આવી હતી. જેના પગલે રશિયા ગુસ્સે ભરાયુ હતું અને ફરી એકવખથ પરમાણું હથિયારની ધમકી આ આપી હતી. રશિયાની આ ધમકી બાદ હવે ચીનની પ્રતિક્રિયા સામે આવી છે. ત્રીજા વિશ્ન યુદ્ધની ચેતાવણી પર ચીની વિદેશમંત્રી વાંગ  વેનબિને  કહ્યું કે ત્રીજા વિશ્વયુદà
રશિયાની પરમાણુ
યુદ્ધની ધમકી બાદ ચીન આવ્યું મેદાનમાં  આપ્યું એવું નિવેદન કે

રશિયા અને યુક્રેવ વચ્ચેના યુદ્ધને 2 મહિના કરતા વધારે
સમય થઈ ચૂક્યો છે. હાલમાં અમેરિકા અને બીજા સાથી દેશો દ્વારા યુક્રેનને હથિયારોની
મદદ કરવામાં આવી હતી. જેના પગલે રશિયા ગુસ્સે ભરાયુ હતું અને ફરી એકવખથ પરમાણું
હથિયારની ધમકી આ આપી હતી. રશિયાની આ ધમકી બાદ હવે ચીનની પ્રતિક્રિયા સામે આવી છે. ત્રીજા
વિશ્ન યુદ્ધની ચેતાવણી પર ચીની વિદેશમંત્રી વાંગ 
વેનબિને  કહ્યું કે ત્રીજા
વિશ્વયુદ્ધનો કોઈ ખતરો નથી.  તેમણે કહ્યું
કે, કોઈ ત્રીજું વિશ્વ યુદ્ધ જોવા નથી માગતું. પોતાના પર ભરોસો રાખવો જોઈએ અને
સંબઘિત પક્ષમાં  સંયમ રાખવો જોઈએ. તણાવ પર
કાબુ મેળવીને શાંતીનુ વાતાવરણ રાખવુ જરૂરી છે.

Advertisement


રશિયા આ યુદ્ધ તેની સૈઘ્દ્રાંતિક સ્થિતી માટે કરી રહ્યું
છે. હાલની પરીસ્થીતી મુજબ દરેક દેશોએ સંર્ઘષ રોકીને  વાતચીત મુદ્દે પર સમર્થન કરવું જોઈએ. રશિયાના વિદેશમંત્રીએ
ચેતાવણી આપી હતી કે પશ્ચિમી દેશો યુક્રેને હથિયારો આપી રહ્યા છે. અને રશિયા સામે
લડવા માટે ઉશ્કેરી રહ્યા છે. જેના પગલે રશિયા ગુસ્સે થયું છે અને રશિયાના
વિદેશમંત્રીએ કહ્યું કે, ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો હજુ યથાવત છે. આ હકિકત છે અને
તે ગંભીર છે.

Advertisement


એક બાજુ રશિયા પીછેહઠ કરવા નથી માંગતુ તો બીજી તરફ
યુક્રેન હાર માનવા તૈયાર નથી. યુક્રેન પાસે હથિયારો ખુટી પડતા અમેરિકા અને નાટો
દેશોએ હથિયારોની મદદ કરી છે અને હજુ પણ મદદ કરવાની ખાતરી આપી છે. જેના પગલે રશિયા
રઘવાયું થયું છે. અને મદદ કરતા તમામ દેશોને ચોખી ચેતવણી આપી દીધી છે. આજે ફરી
રશિયાએ પરમાણુ યુદ્ધની ધમકી આપતા ફરી એકવખત વિશ્વભરમાં ત્રીજા વિશ્વયુદ્ધને લઈને
ચિંતા પ્રવર્તી છે. 

Advertisement

Tags :
Advertisement

.