Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chiefs Have Fun Too… જ્યારે આર્મી ચીફે સુંદર સ્વરે ગાયું કિશોર કુમારનું ગીત,જુઓ video

આર્મી ચીફ જનરલ (Army Chief)મનોજ પાંડેનો એક વીડિયો સોશિયલ (Viral Video)મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં તે સાથી અધિકારીઓ અને પરિવારજનો સાથે કિશોર કુમારના ગીતને ગાઈ રહ્યો છે. આ વીડિયો ભારતીય સેનામાં ફરજ બજાવતા લેફ્ટનન્ટ જનરલ એચએસ પનાગે ટ્વિટર પર શેર કર્યો છે. આ સાથે લખ્યું છે કે ચીફ્સ હેવ ફન ટૂ. લેફ્ટનન્ટ જનરલ એચએસ પનાગ નોર્દન એન્ડ સેન્ટ્રલ કમાન્ડના ચીફ રહી ચૂક્યા છે. દોઢ મિનિટના આ વીડિયોને
04:59 PM Dec 13, 2022 IST | Vipul Pandya
આર્મી ચીફ જનરલ (Army Chief)મનોજ પાંડેનો એક વીડિયો સોશિયલ (Viral Video)મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં તે સાથી અધિકારીઓ અને પરિવારજનો સાથે કિશોર કુમારના ગીતને ગાઈ રહ્યો છે. આ વીડિયો ભારતીય સેનામાં ફરજ બજાવતા લેફ્ટનન્ટ જનરલ એચએસ પનાગે ટ્વિટર પર શેર કર્યો છે. આ સાથે લખ્યું છે કે ચીફ્સ હેવ ફન ટૂ. લેફ્ટનન્ટ જનરલ એચએસ પનાગ નોર્દન એન્ડ સેન્ટ્રલ કમાન્ડના ચીફ રહી ચૂક્યા છે. દોઢ મિનિટના આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. ટ્વિટર યુઝર્સ પણ ઉત્સાહથી તેમની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં સેના પ્રમુખ અને અન્ય સેના અધિકારીઓની ગાયકી પ્રતિભા જોઈ શકાય છે. ફેમિલી ફંક્શન દરમિયાન શૂટ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. વીડિયોમાં જનરલ મનોજ પાંડે દેવ આનંદની 1970માં આવેલી ફિલ્મ પ્રેમ પૂજારીના ફૂલોં કે રંગ સે ગીતને ગાઈ રહ્યા છે. તેની સાથે અન્ય અધિકારીઓ પણ કરાઓકે પર આ ગીત ગાઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ ગીત એસડી બર્મને કમ્પોઝ કર્યું હતું અને કિશોર કુમારે તેને અવાજ આપ્યો હતો.

અહીંયા જુઓ જ્યારે આર્મી ઓફિસરે ગાયું ગીત

1 મિનિટ 30 સેકન્ડની આ ક્લિપમાં આર્મી ચીફએ ગીત ગાઈને આખી મહેફિલનો સમા બાંધી દીધો હતો. ત્યારે, લોકોએ તાળીઓથી આ ટેલેન્ટને વધાવી લીધી હતી. કોઈક તો ઝૂમી પણ રહ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ પનાગના ટ્વીટ પર હવે લોકો ઉત્સાહથી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આપણ  વાંચો- પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી, આવતીકાલે વડાપ્રધાનશ્રી કરશે ઉદ્ઘાટન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ArmyChiefGujaratFirstIndiaChinaBorderClashTawangViralVideo
Next Article