મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું ગુપ્તચર વિભાગ ઊંઘતું રહ્યું અને ધારાસભ્યો ઉડી ગયા
મહારાષ્ટ્રમાં સત્તાનું સંકટ ઘેરી બની રહ્યું છે. બળવાખોર ધારાસભ્યો પર એકનાથ શિંદેની પકડ મજબૂત થઈ રહી છે. બીજી તરફ શિવસેના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે ધારાસભ્યોની સંખ્યા વધવાને બદલે ઘટી રહી છે અને બળવાખોર ધારાસભ્યોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં બે તરફ લૂણો લાગ્યો છે. એક શિવસેનામાં અને બીજી સરકારમાં. મહારાષ્ટ્ર પોલીસની 'ઈન્ટેલિજન્સ' વિંગ સમગ
મહારાષ્ટ્રમાં સત્તાનું સંકટ ઘેરી બની રહ્યું છે. બળવાખોર ધારાસભ્યો પર એકનાથ શિંદેની પકડ મજબૂત થઈ રહી છે. બીજી તરફ શિવસેના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે ધારાસભ્યોની સંખ્યા વધવાને બદલે ઘટી રહી છે અને બળવાખોર ધારાસભ્યોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં બે તરફ લૂણો લાગ્યો છે. એક શિવસેનામાં અને બીજી સરકારમાં. મહારાષ્ટ્ર પોલીસની 'ઈન્ટેલિજન્સ' વિંગ સમગ્ર મામલે ઉંઘતી ઝડપાઇ છે. ગયા માર્ચમાં વિપક્ષના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં 'પેન ડ્રાઈવ' બોમ્બ ફોડ્યો હતો. તે સમયે પણ એનસીપીના વડા શરદ પવારે ઈશારામાં કહ્યું હતું કે, વીડિયો રેકોર્ડિંગની લાંબી અવધિ દર્શાવે છે કે તે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સર્વેલન્સના ફૂટેજ છે.
સામાન્ય રીતે તમામ રાજ્યોમાં મુખ્યમંત્રી 'CID' પોતાની પાસે રાખે છે. જ્યાં આ સિસ્ટમ નથી ત્યાં પડદા પાછળ 'ડેઇલી રિપોર્ટ' પણ મુખ્યમંત્રી સુધી જાય છે. મહારાષ્ટ્રમાં ડઝનબંધ ધારાસભ્યો બીજા રાજ્યમાં પહોંચે છે અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને જાણ સુદ્ધાં થઇ ન હતી. તેનો અર્થ એ થાય છે કે ઉદ્ધવ સરકારે શરદ પવારની ટિપ્પણી છતાં 'પેન ડ્રાઈવ' બોમ્બને ગંભીરતાથી લીધો નથી.
ગુપ્તચર વિભાગની પહેલી જવાબદારી રાજ્યના ધારાસભ્યો પર નજર રાખવાની છે. અનેક પક્ષોની ગઠબંધન સરકાર હોય તો ઈન્ટેલિજન્સ યુનિટનું કામ વધી જાય છે. કયો ધારાસભ્ય ક્યાં જઈ રહ્યો છે, કોણ કોને મળી રહ્યું છે, આ બધી માહિતી મુખ્યમંત્રી અનૌપચારિક રીતે એકઠી કરતા રહે છે. મહારાષ્ટ્રમાં એકસાથે આટલા ધારાસભ્યોનું પલાયન થાય એ દર્શાવે છે કે મુખ્ય પ્રધાનનું ગુપ્તચર વિભાગ અંધારામાં હતું. ઇન્ટેલિજન્સ યુનિટે મુખ્યમંત્રીને ધારાસભ્યોના બહાર નીકળવા અંગે તાત્કાલિક જાણ કરવી જોઈતી હતી. ક્યાંક એવી પણ ચર્ચા છે કે ઇન્ટેલિજન્સ યુનિટે તે માહિતી મુખ્યમંત્રી પાસેથી છુપાવી હશે અથવા ઇન્ટેલ વિંગે ધારાસભ્યોને ટ્રેક કર્યા નથી.
માર્ચમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે સ્ટિંગ ઓપરેશનનો પર્દાફાશ કર્યો હતો. તેમણે પેન ડ્રાઈવમાં 125 કલાકનું વિડિયો રેકોર્ડિંગ વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું હતું. રાજ્ય સરકારે આ કેસની તપાસ CIDને સોંપી છે. ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલે કહ્યું હતું કે, આરોપોના ઘેરામાં રહેલા પ્રવીણ ચવ્હાણે સરકારી વકીલના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ફડણવીસે આ મામલાને મહા વિકાસ આઘાડી સરકારનું "મહાન કતલખાનું" ગણાવ્યું હતું. વિપક્ષના નેતાઓને ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. પ્રવીણ ચવ્હાણ, પોલીસકર્મીઓને ભાજપના નેતાઓને કેવી રીતે ફસાવવા તે સમજાવતા જોવા મળ્યા હતા.
NCPના વડા શરદ પવારે પોતાની જ સરકારના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ગૃહમંત્રીને કેવી રીતે ખબર ન હતી કે શિવસેનાના 22 ધારાસભ્યો મુંબઈ છોડીને સુરત પહોંચી ગયા છે. આ ધારાસભ્યોની સુરક્ષાની જવાબદારી મુંબઈ પોલીસને સોંપવામાં આવી છે. પોલીસ વિભાગ ગૃહમંત્રી વાલ્સે પાટિલને રિપોર્ટ કરે છે. ધારાસભ્યોના જવાની માહિતી ન તો મુંબઈ પોલીસને મળી કે ન તો ગૃહમંત્રીને. આ પહેલા પણ પેન ડ્રાઈવ કાંડ સમયે શરદ પવારે પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓની ભૂમિકા પર નજર રાખવાની સલાહ આપી હતી. તે પછી પણ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સીઆઈડી પર ધ્યાન આપ્યું ન હતું.
Advertisement