Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અરવલ્લીના મોડાસામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજારોહણ કર્યું

રાજ્યના અરવલ્લી જીલ્લાના મોડાસામાં 76માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજારોહણ કર્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવની વિશેષ ઉજવણીમાં હેલીકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર ફુલોની વર્ષા કરવામાં આવી હતી. દેશભક્તિનું વાતાવરણ ઉભુ થયું હતું. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે  સરકારી કર્મચારીઓને સ્વાતંત્ર્ય પર્વે મોટી ભેટ àª
અરવલ્લીના મોડાસામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજારોહણ કર્યું
રાજ્યના અરવલ્લી જીલ્લાના મોડાસામાં 76માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજારોહણ કર્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવની વિશેષ ઉજવણીમાં હેલીકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર ફુલોની વર્ષા કરવામાં આવી હતી. દેશભક્તિનું વાતાવરણ ઉભુ થયું હતું. 
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે  સરકારી કર્મચારીઓને સ્વાતંત્ર્ય પર્વે મોટી ભેટ આપી હતી અને મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો હતો. 7માં પગારપંચવાળા 9 લાખથી વધુ કર્મચારીઓને જાન્યુઆરી 2022થી આ ભથ્થું આપવામાં આવશે. મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે. પહેલો હપ્તો ઓગષ્ટ, 2022, બીજો હપ્તો સપ્ટેમ્બર 2022ના પગાર સાથે તથા ત્રીજો હપ્તો ઓક્ટોબર, 2022ના પગાર સાથે અપાશે.
આ ઉપરાંત તેમણે કરેલી મહત્વપૂર્ણ જાહેરાતોમાં નાગરિક પરિવહન સુવિધા માટે 367 કરોડના ખર્ચે નવી 1200 બીએસ-6 બસ સેવા શરુ કરાશે. રાષ્ટ્રીય અન્ન  સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટે હાલના પાત્રતા ધોરણોમાં આવક મર્યાદા રુપિયા 10 હજાર પ્રતિ મહિને વધારો કરીને રુપિયા 15 હજાર કરવામાં આવશે. 
રાજ્યના બધાજ 250 તાલુકામાં 71 લાખ એનએફએસએ કાર્ડધારકોને રાહતદરે પ્રતિ મહિને કાર્ડ દીઠ 1 કિલો ચણા અપાશે અને અત્યારે 50 તાલુકાને લાભ મળે છે તેનો વ્યાપ વધારાશે.
સાથે સાથે રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઇલેકટ્રીકબસ દ્વારકા, અંબાજી તથા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા રુટ પર સંચાલન કરાશે. ઉપરાંત રાજ્યના 50 બસ મથકોએ એટીએમની સુવિધા શરુ કરાશે. 
ઉપરાંત એકતાનગર કેવડિયા ખાતે ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે 50 બેડની જીલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે 3 કરોડ રુપિયા ફાળવવાની પણ જાહેરાત કરી હતી. 
Advertisement
Tags :
Advertisement

.