Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થયા, ભગવાન જગન્નાથની પહિંદવિધિ સામે પ્રશ્નાર્થ

ગુજરાતના મુખ્ય મંત્રી કોરોના સંક્રમિત થયાં છે. તેમને કોરોનાના હળવાં લક્ષણો જોવાં મળ્યાં છે. ગુજરાત રાજ્યમાં એક તરફ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ જોરશોરથી ચાલુ છે. બીજી તરફ પાછલાં 20 કરતાં વધુ દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહેલી વાર રથયાત્રામાં પહિંદવિધી કરવાના હતાં. પરંતુ તેઓ કોરોના સંક્રમિત હોવાના સમાàª
મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થયા  ભગવાન જગન્નાથની પહિંદવિધિ સામે પ્રશ્નાર્થ

ગુજરાતના મુખ્ય મંત્રી કોરોના સંક્રમિત થયાં છે. તેમને કોરોનાના હળવાં લક્ષણો જોવાં મળ્યાં છે. ગુજરાત રાજ્યમાં એક તરફ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ જોરશોરથી ચાલુ છે. બીજી તરફ પાછલાં 20 કરતાં વધુ દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહેલી વાર રથયાત્રામાં પહિંદવિધી કરવાના હતાં. પરંતુ તેઓ કોરોના સંક્રમિત હોવાના સમાચારો સામે આવતાં લોકોમાં નિરાશા જોવા મળી રહી છે.

Advertisement

 
સતત બે વર્ષ બાદ રંગેચંગે યોજાવા જતી રથયાત્રામાં સતત ત્રીજા વર્ષે કોરોનાનું ગ્રહણ 
છેલ્લાં બે વર્ષ દરમિયાન રથયાત્રાની ઉજવણીની વાત કરીઓ તો વર્ષ 2020માં ભગવાન જગન્નાથ સહિત બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથ માત્ર મંદિરમાં જ ફર્યા હતા. આ મુદ્દે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ ત્રણેય રથોની માત્ર નિજમંદિરમાં જ પરિક્રમા કરાવવામાં આવી હતી. જ્યારે વર્ષ 2021માં પણ માત્ર ખલાસી ભાઇઓ અને પોલીસ કર્મીઓ દ્વારા સાંકેતિક રથયાત્રા માત્ર નિયત રૂટ પર ફરીને માત્ર 1 કલાકમાં નિજ મંદિર પરત ફરી હતી. સાથે જ કોઇ પણ પ્રકારના પ્રસાદ વિતરણ પર પણ પ્રતિબંધ હતો. ત્યારે આ સતત ત્રીજા વર્ષે મોસાળ સરસપુર સહિત આખા અમદાવાદમાં ફરી કોરોના કાળ પહેલાં જેવી અભૂતપૂર્વ રથયાત્રાને લઇને ઉત્સાહનો માહોલ હતો. ત્યારે આ વર્ષે પણ રથયાત્રામાં કોરોનનાના કારણે ગ્રહણ લાગ્યું છે. 

રથયાત્રાની પહિંદવિધી કોણ કરશે તે મુદ્દે પ્રશ્નાર્થ સર્જાયો
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલને કોરોનાના હળવા લક્ષણો દેખાતા સી.એમ હોમ આઇસોલેટ થયાં છે. ત્યારે આ વર્ષોથી ચાલી આવતી રથયાત્રાની પહિંદવિધી કોણ કરશે તે મુદ્દે પ્રશ્નાર્થ સર્જાયો છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર રાજ્યના મુખ્યમંત્રી જ પહિંદવિધી કરીને જગન્નાથ ભગવાનના રથને પ્રસ્થાન કરાવતા હોય છે. ગત વર્ષે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ પહિંદવિધી કરી હતી. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહેલી વાર રથયાત્રામાં પહિંદવિધી કરવાના હતાં. પરંતુ તેઓ કોરોના સંક્રમિત હોવાના સમાચારો આવતાં હવે રાજેન્દ્ર ત્રિવેદી દ્રારા ભગવાન જગન્નાથની પહિંદવિધી કરવામાં આવશે તેવી શક્યાતાઓ છે. 

સૌથી વધુ વખત પહિન્દ વિધિ કરવાનો રેકોર્ડ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે 

રથયાત્રાનો પ્રારંભ થાય તે પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીને ત્રણેય રથમાં બિરાજમાન કરાય, ત્યાર પછી રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સાફ કરાય છે. દેશનો રાજા હોય તે સોનાની સાવરણી લઈને રથયાત્રાના રસ્તાની સફાઈ કરે છે. પણ હાલની પરંપરા અનુસાર રાજ્યના મુખ્યપ્રધાન રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સફાઈ કરે છે, અને ત્યાર પછી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે, આને રથયાત્રામાં પહિંદ વિધિ કહેવાય છે. ઓરિસ્સાના પુરીની રથયાત્રામાં પહિંદ વિધિ કરાય છે, જેને પગલે અમદાવાદની રથયાત્રામાં પણ પહિંદ વિધિ કરવાની પરંપરા ચાલી આવે છે. અમદાવાદની રથયાત્રામાં સૌથી વધુ વખત પહિન્દ વિધિ કરવાનો રેકોર્ડ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે, સતત બાર વર્ષ તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા, અને બારેય વર્ષ નરેન્દ્ર મોદીએ રથયાત્રામાં આવીને પહિન્દ વિધિ કરીને રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. વર્ષોના ઇતિહાસમાં આવું પહેલી વાર બનશે કે મુખ્યમંત્રી રથયાત્રામાં નહીં જોડાઇ શકે.


રાજેન્દ્ર ત્રિવેદી પહિંદવિધી કરે તેવી સંભાવનો
Advertisement

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોનાના હળવા લક્ષણો જોવાં મળ્યાં છે. ત્યારે ગુજરાતના ભૂતપૂર્વ સ્પીકર અને આજના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પહિંદવિધી કરે તેવી સંભાવનાઓ છે. રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાતના કેબિનેટ મંત્રી અને ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વિજય રૂપાણી મંત્રાલયમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને યાત્રાધામ વિકાસ માટે ગુજરાતના મંત્રી હતા. 
Tags :
Advertisement

.