રાજ્યમાં વરસાદની સ્થિતિ પર મુખ્યમંત્રી Bhupendrabhai Patel એક્શનમાં
ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે પણ બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 224 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CMBhupendraPatel)સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો, મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ(Meeting) યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી.