Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચણા તથા તુવેરની ટેકાના ભાવે ખરીદી હજુ નેવું દિવસ સુધી કરાશે

ગુજરાતમાં સરકાર ખેડૂતો પાસે થી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરતા આવ્યા છે ત્યારે ફરી આ વર્ષે સરકાર ખેડૂતો પાસેથી ચણા અને તુવેરની ખરીદી કરી રહ્યા છે ત્યારે આ ખરીદીની મુદ્દત માં રાજ્ય સરકારે વધારો કર્યો છે  આ અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં ચણા-તુવેરની ટેકાના ભાવે ખરીદી 90 દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કà
ચણા તથા તુવેરની ટેકાના ભાવે ખરીદી હજુ નેવું દિવસ સુધી કરાશે
ગુજરાતમાં સરકાર ખેડૂતો પાસે થી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરતા આવ્યા છે ત્યારે ફરી આ વર્ષે સરકાર ખેડૂતો પાસેથી ચણા અને તુવેરની ખરીદી કરી રહ્યા છે ત્યારે આ ખરીદીની મુદ્દત માં રાજ્ય સરકારે વધારો કર્યો છે  આ અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં ચણા-તુવેરની ટેકાના ભાવે ખરીદી 90 દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં  મહત્વના નિર્ણયો કર્યા છે જે અંગે વિગતો આપતા  પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે ત્યારે રાજ્યમાં ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી વધુ 90 દિવસ કરવામાં આવશે . આ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે તો વધુને વધુ ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવા અપીલ પણ કરાઇ છે. અત્યાર સુધીમાં 2.52 લાખ ખેડૂતોએ ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.  આ ઉપરાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે 
12,000 કિમીના માર્ગોના રિસરફેસ કરશે 
 માર્ગોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગુજરાત દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે મુખ્યમંત્રીએ રાજ્યભરમાં 12,000 કિ.મી.ના માર્ગોના રિસરફેસના તથા 2500 કિ.મી.ના નવા માર્ગો મળી કુલ  14,500 કિ.મી. લંબાઇના માર્ગોની રીસરફેસ નવીનીકરણની કામગીરી આગામી ડિસેમ્બર-2022 સુધીમાં પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો સૌરાષ્ટ્ર-તારાપુર માર્ગનું કામ પૂર્ણ થયુ છે જેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે જ્યારે તારાપુર-બગોદરા ફેઝ-૨ના રૂ   650 કરોડના કામો મંજૂર કર્યા છે જે કામો ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે .
 ગ્રામ્યસ્તરે પાણીની સુવીધા 
જળસંચય અભિયાનને વધુ બળ આપવા માટે આગામી સમયમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન સમયસર હાથ ધરવાનું નક્કી કર્યુ છે જેના પરિણામે ગ્રામ્યસ્તરે પાણીની સુવીધા વધશે અને પાણીના સ્તર ઉંચા આવશે તેમજ તળાવોમાંથી નીકળતી ફળદ્રુપ માટી પણ ખેડૂતોને તેમના ખેતરમાં નાખવા વિના મૂલ્યે અપાશે જેથી જમીનની ફળદ્રુપતા વધશે.
એફિડેવિટમાંથી મુક્તિ 
 વિવિધ સરકારી યોજનાઓના લાભ લેવા માટે લાભાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવતાં એફિડેવિટમાંથી રાજ્ય સરકારે મુક્તિ આપી છે. આ વ્યવસ્થાનો ટૂંક સમયમાં અમલ થાય અને નાગરિકોને કોઈ તકલીફ ના પડે તેવી કડક સૂચનાઓ મહેસૂલ વિભાગ દ્વારા જિલ્લા કલેકટર સહિત સંબંધિત કચેરીઓને આપવામાં આવી છે. વિધાનસભામાં સમયાંતરે નવા એકટ-કાયદા પસાર કરવામાં આવે છે. 
બજેટમાં નવી યોજનાને મળશે લાભ 
આગામી માર્ચ 2022માં ચાલુ નાણાકીય વર્ષ પૂરું થાય છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ પૂર્ણ થાય, તેની પૂરેપૂરી ગ્રાન્ટ વપરાય અને તેનો મહત્તમ લાભ પ્રજાને મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જેથી નવા બજેટમાં નવી યોજનાઓનો મહત્તમ લાભ મળી શકે 
Advertisement
Tags :
Advertisement

.