ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આજે મેદાને ઉતરતા જ ચેતેશ્વરે લગાવી સદી, આ ખાસ ક્લબમાં થઈ Entry
Pujara is playing 100th Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ આજે સવારથી શરૂ થઇ ગઇ છે. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ આ મેચમાં અનોખી સદી ફટકારી છે. 35 વર્ષીય પૂજારાની આ 100મી ટેસ્ટ મેચ છે. પોતાની 100મà«
05:04 AM Feb 17, 2023 IST
|
Vipul Pandya
Pujara is playing 100th Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ આજે સવારથી શરૂ થઇ ગઇ છે. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ આ મેચમાં અનોખી સદી ફટકારી છે. 35 વર્ષીય પૂજારાની આ 100મી ટેસ્ટ મેચ છે. પોતાની 100મી ટેસ્ટમાં પૂજારા યાદગાર ઇનિંગ રમવા માંગશે. આ મેચ પહેલા પૂજારાએ કહ્યું હતું કે તે એક સમયે એક મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. પૂજારાએ આ મેચ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
આજે પૂજારા માટે તેની કારકિર્દીની 100મી ટેસ્ટ
4 ટેસ્ટ મેચની સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચમાં જીત મેળવી ટીમ ઈન્ડિયા સીરીઝમાં 1-0 થી આગળ છે. આજે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. આજે સવારે ટોસ ઓસ્ટ્રેલિયાના પક્ષમાં રહ્યો અને તેમણે પહેલી મેચની જેમ આ વખતે પણ પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. વળી, આ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border-Gavaskar Trophy) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC Final 2023) ના સંદર્ભમાં ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે દિલ્હીમાં મુલાકાતી ટીમ સામે રમાયેલી ટેસ્ટ મેચ પણ ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા માટે ખાસ છે. કારણ કે, આ ટેસ્ટ મેચ પૂજારા માટે તેની કારકિર્દીની 100મી ટેસ્ટ છે. આ સિદ્ધિ મેળવનાર તે 13મો ભારતીય ખેલાડી બન્યો છે. આ પ્રસંગે ધ ગ્રેટ સુનીલ ગાવસ્કરે તેને ખાસ કેપ આપીને સન્માનિત કર્યા હતા.
આ ખાસ પ્રસંગે પૂજારાએ શું કહ્યું?
આ અવસર પર પૂજારાએ સુનીલ ગાવસ્કર વિશે કહ્યું, 'મારા માટે સન્માનની વાત છે કે મને તમારા તરફથી આ કેપ મળી રહી છે, જેનાથી હું પ્રભાવિત થયો છું. હું ભારત માટે રમવા માંગતો હતો પરંતુ 100 ટેસ્ટ મેચ વિશે ક્યારેય વિચાર્યું ન હતું. ટેસ્ટ ક્રિકેટ મારા માટે સૌથી ખાસ ફોર્મેટ છે. તે તમને જીવન જેવા પડકારો આપે છે. હું મારા પરિવાર, બીસીસીઆઈ અને મારા સાથી ખેલાડીઓનો આભાર માનું છું કે તેઓએ મારી કારકિર્દી દરમિયાન મને સપોર્ટ કર્યો છે.
પૂજારાએ કહ્યું, "હું મારા માટે લક્ષ્યો નક્કી કરવા માંગતો નથી. હું વર્તમાનમાં જીવવા માંગુ છું. હું કેટલો સમય રમીશ તે વિશે વિચારવાને બદલે, હું એક સમયે એક મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. રમતનો આનંદ માણવો મહત્વપૂર્ણ છે. તે તમારી રમતમાં ટોચ પર રહેવું મહત્વપૂર્ણ છે અને પછી જ્યારે તમે તમારી ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ યોગદાન અથવા પ્રદર્શન કરી શકતા નથી ત્યારે તમે તમારા આગામી પગલા વિશે વિચારી શકો છો. હું અત્યારે 35 વર્ષનો છું અને મારી પાસે હવે સમય છે."
ભારત માટે 100 ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓની યાદી :-
1. સચિન તેંડુલકર 200 ટેસ્ટ
2. રાહુલ દ્રવિડ 163 ટેસ્ટ
3. વીવીએસ લક્ષ્મણ 134 ટેસ્ટ
4. અનિલ કુંબલે 132 ટેસ્ટ
5. કપિલ દેવ 131 ટેસ્ટ
6. સુનીલ ગાવસ્કર 125 ટેસ્ટ
7. દિલીપ વેંગસરકર 116 ટેસ્ટ
8. સૌરવ ગાંગુલી 113 ટેસ્ટ
9. વિરાટ કોહલી 105 ટેસ્ટ
10. ઈશાંત શર્મા 105 ટેસ્ટ
11. હરભજન સિંહ 103 ટેસ્ટ
12. વિરેન્દ્ર સેહવાગ - 103 ટેસ્ટ
13. ચેતેશ્વર પુજારા - 100 ટેસ્ટ
100મી ટેસ્ટ મેચ રમનાર પુજારા 13મો ભારતીય ક્રિકેટર બન્યો
પુજારા ઓસ્ટ્રેલિયા સામે શુક્રવારથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટમાં મેદાનમાં ઉતરતા જ ભારત માટે 100 કે તેથી વધુ ટેસ્ટ મેચ રમનાર 13મો ક્રિકેટર બન્યો છે. પૂજારાએ 2010માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદ તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તેની 100મી ટેસ્ટ મેચના અવસર પર તેનો પરિવાર પણ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યો છે. પૂજારાએ મેચ પહેલા કહ્યું હતું કે, "હા, તે મારી 100મી ટેસ્ટ મેચ હશે પરંતુ તેમ છતાં તમારી પાસે ટીમ માટે ભૂમિકા ભજવવાની છે અને તમારે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અમે ઓસ્ટ્રેલિયા સામે મહત્વપૂર્ણ શ્રેણી રમી રહ્યા છીએ." તેણે કહ્યું, "ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મારી 100મી ટેસ્ટ મેચ હશે પરંતુ તે પછી અમારી પાસે વધુ બે ટેસ્ટ મેચ રમવાની છે જે અમારા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે મહત્વપૂર્ણ હશે."
પૂજારાને ક્રિકેટર બનાવવા તેના પિતા તેને લઇ ગયા હતા મુંબઈ
દેશ માટે 100 ટેસ્ટ મેચ રમવી એ કોઈ પણ ખેલાડી માટે ખરેખર મોટી સિદ્ધિ હશે. તેના માટે ખૂબ જ સમર્પણ અને શિસ્તની જરૂર છે, ઘણી ફિટનેસની જરૂર છે. આ બધી બાબતો પૂજારામાં પણ હતી જેના કારણે તે તેની 100મી ટેસ્ટ રમી રહ્યો છે. પૂજારા માત્ર 8 વર્ષની ઉંમરે સૌરાષ્ટ્ર માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો હતો. વળી, 35 વર્ષીય પૂજારા તેની ઉંમર અને ફિટનેસને લઈને બિલકુલ ચિંતિત નથી, પરંતુ હાલમાં તે રમવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. અને તેના પિતા અરવિંદ પૂજારાના કહેવા પ્રમાણે, તેમને તેમના પુત્રની સિદ્ધિઓ પર ગર્વ છે. ચેતેશ્વર પૂજારાના પિતાએ નાનપણથી જ તેમનામાં એક ક્રિકેટરને ઓળખી કાઢ્યો હતો. જે બાદ અરવિંદે પોતે પોતાના પુત્રને કોચિંગ આપવાનું શરૂ કર્યું. તેઓ તેમના પુત્રને મુંબઈ લઈ ગયા જ્યાં તેમણે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હવે કોચ કરસન ઘાવરી સાથે સલાહ લીધી કે શું તેમણે તેમના પુત્રને ક્રિકેટર બનાવવા માટે વધુ સમય ફાળવવો જોઈએ.
વિદેશી પીચો પર કેવુ રહ્યું છે પ્રદર્શન
પૂજારાએ 19 સદી ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં 34 અડધીસદી પણ ફટકારી છે. તેની 19 સદીઓમાં 3 બેવડી સદીનો સમાવેશ થાય છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 2012માં ઈંગ્લેન્ડ સામે અણનમ 206 રનનો હતો. તેણે ચાર વખત 150 કે તેથી વધુ રન પણ બનાવ્યા છે. ટેસ્ટમાં તેની 19 સદીઓમાંથી 9 ઘરની બહાર આવી છે, જ્યારે 10 ઘરઆંગણે આવી છે. SENA દેશોમાં (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) પૂજારાએ પાંચ વખત સદી ફટકારી છે. જ્યારે તેની ત્રણ સદી શ્રીલંકામાં અને એક બાંગ્લાદેશમાં છે.
પૂજારાની ટેસ્ટ કારકિર્દી
પૂજારાના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો 2010માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કરનાર પૂજારાએ 99 ટેસ્ટ મેચમાં 44.16ની એવરેજ અને 7,021 રન બનાવ્યા છે, જેમાં 19 સદી અને 34 અડધી સદી સામેલ છે. તેણે 3 બેવડી સદી ફટકારી છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 206 છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article