ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ચેતેશ્વર પુજારાએ રચ્યો ઈતિહાસ, 118 વર્ષ જુના રેકોર્ડને કર્યો પોતાના નામે

ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ખેલાડી ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara)ને એક સમયે ટીમમાંથી બહાર કરવાની વાત ચાલી રહી હતી પરંતુ આજે તેને એક સ્ટાર બેટ્સમેન કેમ કહેવાય છે તે તેણે સાબિત કરી બતાવ્યું છે. કાઉન્ટી ક્રિકેટમાં તેણે ત્રીજી બેવડી સદી ફટકારી છે. સસેક્સના કેપ્ટન તરીકે પુજારેએ પોતાની પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી મિડિલસેક્સ વિરુદ્ધ કાઉન્ટી ક્રિકેટ મેચમાં પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાàª
08:00 AM Jul 21, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ખેલાડી ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara)ને એક સમયે ટીમમાંથી બહાર કરવાની વાત ચાલી રહી હતી પરંતુ આજે તેને એક સ્ટાર બેટ્સમેન કેમ કહેવાય છે તે તેણે સાબિત કરી બતાવ્યું છે. કાઉન્ટી ક્રિકેટમાં તેણે ત્રીજી બેવડી સદી ફટકારી છે. 
સસેક્સના કેપ્ટન તરીકે પુજારેએ પોતાની પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી મિડિલસેક્સ વિરુદ્ધ કાઉન્ટી ક્રિકેટ મેચમાં પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. બુધવારે રાત્રે સસેક્સ ટીમના કેરટેકર કેપ્ટન પુજારાએ ઇંગ્લિશ કાઉન્ટીની વર્તમાન સિઝનમાં પોતાની ત્રીજી બેવડી સદી ફટકારી હતી. આ સિઝનમાં માત્ર સાત કાઉન્ટી મેચોમાં પુજારાની આ ત્રીજી બેવડી સદી છે. તે 118 વર્ષ પછી સસેક્સ કાઉન્ટી ક્લબ માટે એક સિઝનમાં ત્રણ બેવડી સદી ફટકારનાર ખેલાડી બન્યો છે. મિડિલસેક્સ સામેની મેચ દરમિયાન પુજારાએ 403 બોલમાં 231 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 21 ચોક્કા અને 3 છક્કા પણ આવ્યા હતા. 
સસેક્સ સામે તેની ત્રીજી બેવડી સદી સાથે ચેતેશ્વર પુજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 18,000 રન પણ પૂરા કર્યા છે. પુજારાની શાનદાર ઈનિંગ્સે સસેક્સને લોર્ડ્સમાં રમાઈ રહેલી ડિવિઝન ટુ કાઉન્ટી ચેમ્પિયનશિપની આ મેચના બીજા દિવસે પ્રથમ ઇનિંગમાં 523 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પુજારાએ અગાઉ ડરહામ સામે 203 અને ડર્બીશાયર સામે 201 રન બનાવ્યા હતા. પુજારાએ સસેક્સ માટે 10 ઇનિંગ્સમાં 124.62ની એવરેજથી 997 રન બનાવ્યા છે. એટલું જ નહીં, તે છેલ્લા 118 વર્ષમાં એક સિઝનમાં ત્રણ બેવડી સદી ફટકારનાર સસેક્સનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
જોકે, એવું પણ નથી કે માત્ર ચેતેશ્વર પુજારા જ સારું પ્રદર્શન કરી રહ્યો હોય. તેના ઉપરાંત ટીમ ઈન્ડિયા ઘણા ખેલાડીઓ કાઉન્ટી ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. ચેતેશ્વર પૂજારા હોય કે વોશિંગ્ટન સુંદર, તમામ પોતપોતાનો શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યા છે. સાથે જ ઉમેશ યાદવે પણ શાનદાર બોલિંગ કરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે કાઉન્ટી ક્રિકેટમાં ડેબ્યૂ વખતે નોર્થમ્પટનશાયર સામે લંકેશાયર તરફથી 69 રનમાં ચાર વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે વિલ યંગ, રોબ કીયો, રેયાન રિકલટન અને ટોમ ટેલરની વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે છેલ્લે ગયા વર્ષે જુલાઈમાં ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે રમી ચુક્યો છે. 
Tags :
CheteswarPujaraCountyCricketCricketEnglandGujaratFirstSports