Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્ટિંગ ઓપરેશન વિવાદ બાદ ચેતન શર્માએ ચીફ સિલેક્ટર પદ પરથી આપ્યું રાજીનામું

શુક્રવાર 17 ફેબ્રુઆરી 2023ની સવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયા આજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમી રહી છે, ત્યારે બીજી તરફ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર ચેતન શર્મા એ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પસંદગીકાર તરીકે ચેતન શર્મા (Chetan Sharma) નો પ્રથમ કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2022 પછી સમાપ્ત થયો. આ પછી, તેમને ફરીથી બીજી ટર્મ માટે મુખà«
07:15 AM Feb 17, 2023 IST | Vipul Pandya

શુક્રવાર 17 ફેબ્રુઆરી 2023ની સવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયા આજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમી રહી છે, ત્યારે બીજી તરફ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર ચેતન શર્મા એ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પસંદગીકાર તરીકે ચેતન શર્મા (Chetan Sharma) નો પ્રથમ કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2022 પછી સમાપ્ત થયો. આ પછી, તેમને ફરીથી બીજી ટર્મ માટે મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમની નિમણૂકને બે મહિનાથી ઓછો સમય થયો હતો પરંતુ હવે તેમણે રાજીનામું (Resign) આપી દીધું છે.
મુખ્ય પસંદગીકારોના પદ પરથી રાજીનામું, BCCIએ મંજૂરી આપી
સ્ટિંગ ઓપરેશન વિવાદ બાદ ચેતન શર્મા ખૂબ જ ચર્ચામાં આવી ગયા હતા. જે પછી એવી ચર્ચાઓ તેજ બની હતી કે તેઓ કોઇ પણ સમયે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. કઇંક આવું જ તાજેતરમાં સામે આવ્યું છે. ચેતન શર્માએ BCIના મુખ્ય પસંદગીકારોના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેને BCCIએ મંજૂરી આપી દીધી છે. તેમણે પોતાનું રાજીનામું BCCI સેક્રેટરી જય શાહને મોકલ્યું હતું, જેને તેમણે સ્વીકારી લીધું છે. થોડા દિવસો પહેલા ચેતન શર્માનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું હતું, જેમાં તેમણે ખેલાડીઓના ઈન્જેક્શન લેવાની વાત કરી હતી. આ સ્ટિંગ બાદ BCCI તેમનાથી નારાજ થઈ ગયું હતું. આ સ્ટિંગમાં તે ઘણા મોટા અધિકારીઓ અને ખેલાડીઓ વિરુદ્ધ બોલતા જોવા મળ્યા હતા. બસ ત્યારથી જ તેમના પર તલવાર લટકતી હતી. આ સિવાય તેમણે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટનશિપ અંગે પણ સનસનીખેજ ખુલાસો કર્યો હતો. જેને જાણીને સૌ દંગ રહી ગયા હતા. 

વિરાટની કેપ્ટન્સી છોડવા અંગે પણ કર્યો ખુલાસો
ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં વધુ પડતું બોલ્યા બાદ BCCI ના જવાબની રાહ જોવાઈ રહી હતી. શર્મા અંગેનો નિર્ણય સેક્રેટરી જય શાહ લેવાના હતા. ઓલ રાઉન્ડ દબાણ બાદ શર્માએ પોતે રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું જય શાહને મોકલી આપ્યું હતું અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશન દરમિયાન કહ્યું હતું કે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને લાગ્યું કે તેની ODI કેપ્ટનશીપ છોડવા પાછળનું કારણ બીસીસીઆઈના તત્કાલિન અધ્યક્ષ સૌરવ ગાંગુલી હતા. એટલા માટે કોહલીએ તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એવું નહોતું. પસંદગી સમિતિની વીડિયો કોન્ફરન્સમાં 9 લોકો હતા, ગાંગુલીએ કોહલીને કહ્યું કે, કેપ્ટનશીપ છોડવા વિશે એકવાર વિચાર કરો. મને લાગે છે કે કોહલીએ તે સાંભળ્યું નથી. તેમના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. 
1987 માં ન્યૂઝીલેન્ડ સામે લીધી હતી હેટ્રિક
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ચેતન શર્મા ફરીથી મુખ્ય પસંદગીકાર બન્યા હતા. હવે તેમના નિવેદનથી હંગામો થયો હતો. તેમના નિવેદન પર BCCIએ મોટી કાર્યવાહી કરી છે. ચેતન શર્મા ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ અનુભવી ખેલાડી રહી ચૂક્યા છે. તે ટીમ ઈન્ડિયામાં લાંબા સમય સુધી રમ્યા છે. વર્ષ 1987માં તેમણે ન્યૂઝીલેન્ડ સામે ODI વર્લ્ડ કપમાં પ્રથમ વખત હેટ્રિક લીધી હતી. તેમણે ટીમ ઈન્ડિયા માટે 23 ટેસ્ટ અને 65 વનડે રમી છે.
કોણ છે ચેતન શર્મા?
ચેતન શર્મા ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર છે. તેમનો જન્મ અમૃતસરમાં થયો હતો. 56 વર્ષીય અનુભવીએ પોતાની બોલિંગના કારણે ભારતને ઘણી મહત્વપૂર્ણ મેચોમાં જીત અપાવી હતી. તેમણે માત્ર 17 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ લગભગ એક વર્ષ પછી ટેસ્ટ ફોર્મેટમાં પોતાની પ્રથમ મેચ રમી. ત્યારે ચેતનની ઉંમર 18 વર્ષ 288 દિવસ હતી. ચેતન શર્માએ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ મેચ ભારતના કટ્ટર હરીફ ગણાતા પાકિસ્તાન સામે રમી હતી. આ પ્રેશર મેચમાં પણ ચેતને આવતાની સાથે જ શાનદાર મેચ રમી હતી અને પહેલા જ બોલ પર વિકેટ લઈને બધાને ચોંકાવી દીધા હતા. ચેતને પોતાની કારકિર્દીમાં 23 ટેસ્ટ અને 65 વનડે રમી હતી. તેમણે ટેસ્ટમાં 61 અને વનડેમાં 67 વિકેટ ઝડપી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની કુલ 433 વિકેટ છે.
સ્ટિંગ ઓપરેશનમાં શું બોલ્યા હતા ચેતન શર્મા?
- ભારતીય ક્રિકેટરો ફિટનેસ ટેસ્ટ પાસ કરવા માટે ખાનગી ડોક્ટરો પાસેથી ઈન્જેક્શન લે છે.
- BCCI ની મેડિકલ ટીમ દ્વારા ઈન્જેક્શન સૂચવવામાં આવતા નથી. તેના બદલે, તેઓ ડોપિંગ હેઠળ વર્ગીકૃત કરી શકાય છે.
- ઈન્જેક્શનમાં એવી દવાઓ છે જે BCCIના નિયમિત ડોપિંગ ટેસ્ટથી બચી જાય છે.
- આ રીતે અનફિટ ખેલાડીઓ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સક્ષમ છે.
- વિરાટ કોહલીનું માનવું હતું કે, સૌરવ ગાંગુલીએ જ તેને ODI સુકાની પદ છોડવા માટે મજબૂર કર્યો હતો અને તેથી જ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
- ભારતીય ટીમનો ડ્રેસિંગ રૂમ વિરાટ કોહલી અને રોહિત શર્માના બે જૂથોમાં વહેંચાયેલો છે. પરંતુ તેમની વચ્ચે કોઈ અણબનાવ નથી.
- જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકા સિરીઝમાં રમવા માટે ફિટ નહોતો. તેમ છતાં, તેને રમવા માટે બોલાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આજે મેદાને ઉતરતા જ ચેતેશ્વરે લગાવી સદી, આ ખાસ ક્લબમાં થઈ Entry

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BCCIbccichiefselectorbccichiefselectorchetansharmachetansharmachetansharmacontroversychetansharmaexposedchetansharmaexposedcricketerschetansharmainterviewchetansharmalatestnewschetansharmanewschetansharmaonbccichetansharmaonviratkohlichetansharmaresignChetanSharmaresignationchetansharmastingoperationchetansharmastingoperationvideochetansharmastingvideochetansharmaupdateschetansharmavideoCricketNewsGujaratFirstResignRohitSharmaSports
Next Article