ચેતન શર્માએ ખોલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની પોલ, કર્યા એવા ખુલાસા કે તમારું માથું ચકરાઈ જશે
ટીમ ઈન્ડિયા (Team India) તાજેતરમાં સારા ફોર્મમાં ચાલી રહી છે. ન્યૂઝીલેન્ડના સૂપડાસાફ કર્યા બાદ પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પણ ઘૂંટણીયે લાવી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા અને ક્રિકેટ ફેન્સ ખૂબ જ ખુશ છે પરંતુ આ ખુશીને પણ હવે નજર લાગી હોય તેવુ લાગી રહ્યું છે. ભારતીય ટીમના ચીફ સિલેક્ટર ચેતન શર્મા (Chetan Sharma) એક સ્ટિંગ ઓપરેશન (Sting Operation) માં ઘણા સનસનીખà«
07:08 AM Feb 15, 2023 IST
|
Vipul Pandya
ટીમ ઈન્ડિયા (Team India) તાજેતરમાં સારા ફોર્મમાં ચાલી રહી છે. ન્યૂઝીલેન્ડના સૂપડાસાફ કર્યા બાદ પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પણ ઘૂંટણીયે લાવી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા અને ક્રિકેટ ફેન્સ ખૂબ જ ખુશ છે પરંતુ આ ખુશીને પણ હવે નજર લાગી હોય તેવુ લાગી રહ્યું છે. ભારતીય ટીમના ચીફ સિલેક્ટર ચેતન શર્મા (Chetan Sharma) એક સ્ટિંગ ઓપરેશન (Sting Operation) માં ઘણા સનસનીખેજ ખુલાસા કરતા જોવા મળ્યા છે. આ સ્ટિંગ ઓપરેશન ZEE News દ્વારા કરવામાં આવ્યું છે.
રોહિત શર્માની કેપ્ટનશિપને લઇને ચેનત શર્માનો સૌથી મોટો ખુલાસો
BCCIના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ ZEE NEWSના સ્ટિંગ ઓપરેશનમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ સ્ટિંગ ઓપરેશનમાં ચેતન શર્મા વિરાટ કોહલીથી લઇને સૌરવ ગાંગુલી સુધી તમામને લઇને ખુલાસાઓ કર્યા છે. ઉપરાંત ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ વિશે તેમણે તે પણ કહ્યું કે, ટીમમાં એન્ટ્રી માટે ઈન્જેક્શન લેવામાં આવે છે. વધુમાં તેમણે રોહિત શર્માની T20 કારકિર્દી વિશે ઘણા ખુલાસા કર્યા છે. રોહિત શર્માને છેલ્લા કેટલાક સમયથી ન તો T20 ટીમની કેપ્ટનશીપ મળી રહી છે અને ન તો તેને ટીમમાં રાખવામાં આવી રહ્યો છે. આ પછી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રોહિતની T20 કારકિર્દી હવે પૂરી થઈ ગઈ છે. ચેતન શર્માએ આ સ્ટિંગ ઓપરેશનમાં કહ્યું, “હું ટીમ ઈન્ડિયામાં સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, દીપક હુડા, શુભમન ગિલ અને અન્ય 15-20 ખેલાડીઓને લઈને આવ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે રોહિત હવે T20 ટીમનો ભાગ રહેશે નહીં.
વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી એકબીજાને પસંદ નથી કરતા : ચેતન શર્મા
આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ 17 ફેબ્રુઆરીએ રમાવાની છે. આ પહેલા ચેતન શર્માએ આ સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો કર્યો હતો કે, ભારતીય ક્રિકેટરો ફીટ રહેવા માટે એવા પદાર્થો લે છે જે ડોપ ટેસ્ટમાં દેખાશે નહીં. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે જોરદાર અહંકારનો સંઘર્ષ હતો. વિરાટ કોહલીએ ગયા વર્ષે પોતાની કેપ્ટન્સીમાંથી રાજીનામું આપી દીધું હતું, પછી આ જોઈને બધા કહેવા લાગ્યા કે ભારતીય બોર્ડ અને વિરાટ કોહલી વચ્ચે ચોક્કસપણે કંઈક ચાલી રહ્યું છે. વાસ્તવમાં, તે સમયે જ્યારે વિરાટ કોહલીએ કેપ્ટન્સી છોડી દીધી હતી, ત્યારે ભારતીય બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, તેમણે પોતે જ વિરાટ કોહલીને કેપ્ટનશિપ છોડવાની ના પાડી હતી, પરંતુ હવે જ્યારે વિરાટ કોહલી પોતે મીડિયા સામે આવ્યો હતો ત્યારે તેણે સૌરવ ગાંગુલીને લઇને કહ્યું હતું કે, ગાંગુલીએ તેને કેપ્ટન્સી ન છોડવા વિશે ક્યારે પણ કઇજ કહ્યું નથી. આ રીતે તેઓ એકબીજા ઉપર આરોપ લગાવતા જોવા મળ્યા હતા. ચેતન શર્મા કહે છે કે, વિરાટ કોહલી અને સૌરવ એકબીજાને બિલકુલ પસંદ નથી કરતા.
રોહિત-વિરાટને લઇને કર્યો મોટો ખુલાસો
ચેતન શર્માએ એમ પણ કહ્યું કે, રોહિત શર્મા વિરાટ કોહલીને ટીમમાં રાખવા માંગતો હતો. બંને ખેલાડીઓ એકબીજાને સપોર્ટ કરે છે. આ સિવાય તેમણે કહ્યું કે મારી રોહિત શર્મા સાથે લાંબી વાતચીત થાય છે. વિરાટ કોહલી આવું નથી કરતો. ચેતને એમ પણ કહ્યું કે, હાર્દિક પંડ્યા મને મળતો રહે છે. અન્ય એક ખુલાસો એ પણ કરવામાં આવ્યો હતો કે બુમરાહ વર્લ્ડ કપ પહેલા ફિટ નહોતો પરંતુ જાણીજોઈને અનફિટ હોવા છતાં રમવા આવ્યો હતો અને પછી તેને આખી ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
ખેલાડીઓ ફિટ થવા માટે ઈન્જેક્શન લઈ રહ્યા છે
ભારતીય ટીમના ચીફ સિલેક્ટર ચેતન શર્મા ઝી ન્યૂઝના હિડન કેમેરામાં ઘણા ખુલાસા કરતા જોવા મળી રહ્યા છે. ચેતન શર્મા એમ કહેતા જોવા મળ્યા છે કે જો ભારતીય ખેલાડીઓ ફિટ રહેવા માટે એવા ઈન્જેક્શનનો ઉપયોગ કરે છે જેનાથી તેઓ ડોપ ટેસ્ટમાં ફસાઈ શકે નહીં. ચેતન શર્માએ કહ્યું, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જાણે છે કે એન્ટી ડોપિંગમાં કયા ઈન્જેક્શન આવે છે. તે પેઈન કિલર નથી લેતા કારણ કે તે જાણે છે કે તે ડોપિંગમાં ફસાઈ જશે. તેમણે આગળ કહ્યું, ખેલાડીઓ ફિટ નથી પણ રમવા માટે ઈન્જેક્શન લે છે. તે 80 ટકા ફિટનેસમાં પણ રમવા માટે તૈયાર છે. તેઓ ઈન્જેક્શન લે છે અને રમવાનું શરૂ કરે છે. જસપ્રિત બુમરાહ બોલિંગ કરી શક્યો ન હતો કારણ કે તેને મોટી ઈજા થઈ હતી, આ ઉપરાંત એક કે બે ખેલાડી એવા છે જે ખાનગી રીતે ઈન્જેક્શન લે છે અને કહે છે કે તેઓ રમવા માટે ફિટ છે.
ચેતન શર્મા સામે કાર્યવાહી કરવામાં આવશે?
એવું માનવામાં આવે છે કે, BCCI આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યું છે અને હવે મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. BCCI સેક્રેટરી જય શાહ ટૂંક સમયમાં આ મામલે કાર્યવાહી કરવા જઈ રહ્યા છે. સૂત્રોનું માનવું છે કે રાષ્ટ્રીય પસંદગીકારો કરારથી બંધાયેલા હોવાથી તેમને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી નથી. BCCI ના એક વરિષ્ઠ અધિકારીએ ગોપનીયતાની શરતે PTI ને કહ્યું, "BCCI સેક્રેટરી જય શાહ ચેતનના ભવિષ્ય અંગે નિર્ણય લેશે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું T20 કેપ્ટન હાર્દિક પંડ્યા કે ODI અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા ચેતન સાથે પસંદગીની બેઠકમાં બેસવા માંગશે કે કેમ તે આંતરિક ચર્ચાઓ જાહેર કરી શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article