Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચેમ્બુર પોલીસે ન્યૂડ ફોટો શૂટ કેસમાં રણવીર સિંહનું નિવેદન નોંધ્યું, પોલીસે આ સવાલો કર્યા

બોલિવૂડ એક્ટર રણવીર સિંહના ન્યૂડ ફોટો શૂટ કેસમાં ચેમ્બુર પોલીસે આજે અભિનેતાનું નિવેદન નોંધ્યું છે. રણવીર સિંહ સવારે 7.30 વાગ્યે ચેમ્બુર પોલીસ સ્ટેશન ગયો અને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. પોલીસે લગભગ 2 કલાક સુધી નિવેદન નોંધ્યું હતું. પોલીસે બે કલાક સુધી તેનું નિવેદન નોંધ્યુંઆ પહેલાં આ કેસમાં પોલીસે રણવીરને બે વખત સમન્સ મોકલ્યા હતા, પરંતુ આજે સવારે રણવીર તેની લીગલ ટીમ સાથે ચેમ્à
11:29 AM Aug 29, 2022 IST | Vipul Pandya
બોલિવૂડ એક્ટર રણવીર સિંહના ન્યૂડ ફોટો શૂટ કેસમાં ચેમ્બુર પોલીસે આજે અભિનેતાનું નિવેદન નોંધ્યું છે. રણવીર સિંહ સવારે 7.30 વાગ્યે ચેમ્બુર પોલીસ સ્ટેશન ગયો અને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. પોલીસે લગભગ 2 કલાક સુધી નિવેદન નોંધ્યું હતું. 
પોલીસે બે કલાક સુધી તેનું નિવેદન નોંધ્યું
આ પહેલાં આ કેસમાં પોલીસે રણવીરને બે વખત સમન્સ મોકલ્યા હતા, પરંતુ આજે સવારે રણવીર તેની લીગલ ટીમ સાથે ચેમ્બુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે બે કલાક સુધી તેનું નિવેદન નોંધ્યું હતું. આ દરમિયાન પોલીસે રણવીરને ઘણા સવાલો પૂછ્યા, જેમ કે ન્યૂડ ફોટોશૂટનો કોન્ટ્રાક્ટ કઈ કંપની સાથે હતો. ફોટોશૂટ ક્યારે અને ક્યાં થયું? શું તમે જાણો છો કે આ પ્રકારના શૂટથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે?  આ સાથે જ પોલીસે રણવીરને બીજા પણ સવાલો કર્યા હતા.
 
શું છે સમગ્ર મામલો 
પેપર મેગેઝિન માટે અભિનેતાની વાયરલ ફોટો સિરિઝે ગયા મહિનાના અંતમાં ઇન્ટરનેટ પર હલચલ મચાવી હતી. આ ફોટોશૂટ 70ના દાયકાના પોપ આઇકન બર્ટ રેનોલ્ડ્સને શ્રદ્ધાંજલિ હતી, જેઓ કોસ્મોપોલિટન મેગેઝિન માટે 1972ના શૂટમાં પણ ન્યૂડ થયા હતા. બોલિવૂડ એક્ટર રણવીર સિંહ તેના ન્યૂડ ફોટોશૂટને લઈને ઘણા વિવાદોનો સામનો કરી રહ્યો છે. કેટલાક ફિલ્મ સ્ટાર્સ તેના ફોટોશૂટને ખુલ્લેઆમ સપોર્ટ કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો એવા છે જેમને રણવીર સિંહનું ન્યૂડ ફોટોશૂટ કરાવવું પસંદ નથી આવ્યું. ફોટોશૂટ કરાવવા મુદ્દે તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.
Tags :
ChmburPoliceGujaratFirstNudePhotoshootCaseRanveerSinghRanveerSinghRecordsStatement
Next Article