Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચાર્લ્સ ત્રીજા બન્યા બ્રિટનના નવા સમ્રાટ, ઐતિહાસિક સમારોહમાં થયો રાજ્યાભિષેક

ક્વીન એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ તેમના પુત્ર કિંગ્સ ચાર્લ્સ ત્રીજા શનિવારે બ્રિટનના નવા સમ્રાટ બન્યા છે. સેન્ટ જેમ્સ પેલેસ ખાતે આજે એક ઐતિહાસિક સમારોહમાં 73 વર્ષના કિંગ્સ ચાર્લ્સ ત્રીજાને સત્તાવાર રીતે બ્રિટનના સમ્રાટ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.રાણી એલિઝાબેથ II ના મોટા પુત્ર કિંગ્સ ચાર્લ્સ તેમની માતાના મૃત્યુ પછી  રાજા બન્યા છે.  પરંપરાગત રીતે રાણીના મૃત્યુના 24 કલાકની à
ચાર્લ્સ ત્રીજા બન્યા બ્રિટનના નવા સમ્રાટ  ઐતિહાસિક સમારોહમાં થયો રાજ્યાભિષેક
ક્વીન એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ તેમના પુત્ર કિંગ્સ ચાર્લ્સ ત્રીજા શનિવારે બ્રિટનના નવા સમ્રાટ બન્યા છે. 
સેન્ટ જેમ્સ પેલેસ ખાતે આજે એક ઐતિહાસિક સમારોહમાં 73 વર્ષના કિંગ્સ ચાર્લ્સ ત્રીજાને સત્તાવાર રીતે બ્રિટનના સમ્રાટ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
રાણી એલિઝાબેથ II ના મોટા પુત્ર કિંગ્સ ચાર્લ્સ તેમની માતાના મૃત્યુ પછી  રાજા બન્યા છે.  પરંપરાગત રીતે રાણીના મૃત્યુના 24 કલાકની અંદર રાજ્યાભિષેક કાઉન્સિલની બેઠક યોજવામાં આવે છે, પરંતુ રાણીના મૃત્યુની જાહેરાતમાં થયેલા વિલંબના કારણે શુક્રવારે યોજાનારા સમારોહ માટે પૂરતો સમય બાકી નહોતો, જેથી શનિવારે આ સમારોહ યોજવામાં આવ્યો હતો. 
રાજ્યાભિષેક સમારોહમાં કિંગ્સ ચાર્લ્સની પત્ની કેમિલાએ પણ હાજરી આપી હતી, જે હવે ક્વીન કંસોર્ટ બન્યા છે. રાજાના પુત્ર વિલિયમને હવે પ્રિન્સ ઓફ વેલ્સનું બિરુદ મળ્યું છે, તેમણે પણ સમારોહમાં હાજરી આપી હતી.
જૂની પરંપરાને તોડીને પ્રથમ વખત રાજ્યાભિષેક સમારોહનું ટીવી પર પ્રસારણ કરવામાં આવ્યું હતું.
રાજા તરીકે ઘોષિત થયા પછી, રાજા ચાર્લ્સ-III એ કહ્યું કે મારી પ્રિય માતા, અમારી રાણીના અવસાનની જાહેરાત કરવી એ મારી દુઃખદ ફરજ છે. હું જાણું છું કે આ ખોટમાં તમે મારી સાથે કેટલી સહાનુભૂતિ ધરાવો છો. મારી પ્રિય પત્નીના સતત સમર્થનથી હું પ્રોત્સાહિત થયો છું. હું ફરજો અને સાર્વભૌમત્વની વિશાળ જવાબદારીઓથી વાકેફ છું. હું જીવનભર નિષ્ઠા, આદર અને પ્રેમથી સેવા કરવાનો પ્રયત્ન કરીશ.
ક્વીન એલિઝાબેથ IIનું ગુરુવારે સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં 96 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના મૃત્યુના બે દિવસ પછી સમ્રાટની તાજપોશી થઇ છે. 
Advertisement
Tags :
Advertisement

.