Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝૂલતા પુલ દુર્ધટના મામલે મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓને ચાર્જશીટની નકલ સોંપાઈ

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલનું (Jaysukh Patel) નામ ચાર્જશીટમાં આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું હતું. અને  મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા 1262 પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જેની આજે આરોપીઓને નકલ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ તરફે કોઈ વકીલ હાજર ન રહેતા કોર્ટ દ્વારા આરોપીઓને ખાનગી વકીલ રાખવા મોકો આપવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આજà«
ઝૂલતા પુલ દુર્ધટના મામલે મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓને ચાર્જશીટની નકલ સોંપાઈ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલનું (Jaysukh Patel) નામ ચાર્જશીટમાં આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું હતું. અને  મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા 1262 પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જેની આજે આરોપીઓને નકલ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ તરફે કોઈ વકીલ હાજર ન રહેતા કોર્ટ દ્વારા આરોપીઓને ખાનગી વકીલ રાખવા મોકો આપવામાં આવ્યો છે. 
મળતી માહિતી અનુસાર, આજે મોરબી ઝૂલતા પુલ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે આરોપીઓને ચાર્જશીટની નકલ આપવામાં આવી છે. અને 1262 પાનાની ચાર્જશીટની સત્તાવાર રીતે નકલ સોંપવામાં આવી છે. તેમજ નકલનો દુરુપયોગના કરવા કોર્ટ દ્વારા અનુરોધ કરાયો છે. તેમજ નકલ જેલમાં ન લઈ જવા પણ કોર્ટે ધ્યાન દોર્યું છે. જયારે આ કેસમાં આગામી 1 ફેબ્રુઆરીનાં રોજ ફરી સુનવણી હાથ ધરાશે, જેને લઇ આજે તમામ નવ આરોપીઓને કોર્ટથી જેલ પરત લઇ જવામાં આવ્યા છે.
મોરબી બાર એસોસિયશન દ્વારા કેસ ન લડવાનો લેવાયો છે નિર્ણય
મોરબી બાર એસોસિયેશન દ્વારા ઝૂલતા પુલ કેસમાં આરોપીઓ તરફથી કોઈ પણ વકીલ કેસ નહિ લડે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં આજે કોર્ટ કાર્યવાહી દરમિયાન આરોપીઓ તરફે કોઈ વકીલ હાજર ન રહેતા કોર્ટ દ્વારા આરોપીઓને અન્ય વકીલ રાખવા સલાહ આપવામાં આવી હતી પરંતુ મોરબીના કોઈ પણ વકીલ દ્વારા ઝૂલતા પુલ આરોપીઓ ના કેસ નહિ લડવા માટે આગાઉ નિર્ણય લેવામાં આવ્યો છે જેને પગલે એક પણ વકીલ કેસ લડવા માટે તૈયાર થયા ન હતા અંતે કોર્ટ દ્વારા આરોપીઓ તરફે દલીલ કરવા વકીલ ની નિમણુક કરવામાં આવી હતી અને તેઓએ આરોપીઓ તરફથી ચાર્જશીટ ની નકલ મેળવવા અંગે અરજી અને દલીલો કરી હતી.
આગામી સુનાવણી
જયસુખ પટેલ દ્વારા મોરબી કોર્ટમાં આગોતરા જમીન માટે અરજી કરવામાં આવી છે જે અરજી ની સુનવણી આગામી ૧ ફેબ્રુઆરી ના રોજ હાથ ધરવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.