Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર, કેદારનાથ યાત્રા સ્થગિત કરાઈ

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ઓરેન્જ એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે. સવારથી અવિરત વરસાદ બાદ શ્રદ્ધાળુઓની પદયાત્રા બંધ કરી દેવામાં આવી છે અને હોટલોમાં પરત ફરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. રૂદ્રપ્રયાગના સીઓ પ્રમોદ કુમારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અત્યારે મંદિરમાં ન જાવ અને સુરક્ષિત રહો.javascript:nicTemp(); ચાર ધામમાં સતત થઈ રહેલા વરસાદને ધ્યાનà
05:37 PM May 23, 2022 IST | Vipul Pandya

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાને લઈને
મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ઓરેન્જ એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે. સવારથી
અવિરત વરસાદ બાદ શ્રદ્ધાળુઓની પદયાત્રા બંધ કરી દેવામાં આવી છે અને હોટલોમાં પરત
ફરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. રૂદ્રપ્રયાગના સીઓ પ્રમોદ કુમારે આ માહિતી આપી
હતી. તેમણે કહ્યું કે અત્યારે મંદિરમાં ન જાવ અને સુરક્ષિત રહો.

javascript:nicTemp();

ચાર ધામમાં સતત થઈ રહેલા વરસાદને
ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભક્તોને હોટેલમાં પરત
ફરવાની અપીલ કરવામાં આવી રહી છે. તેમજ વોકિંગ ટુર પણ બંધ કરી દેવામાં આવી છે.
વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે. આ પહેલા પણ કેદારનાથ અને
યમુનોત્રીમાં વરસાદના કારણે અનેક વખત યાત્રા રોકવી પડી હતી. ગઢવાલના કમિશનર સુશીલ
કુમારે કહ્યું કે ચોમાસાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે
,
જોકે કેદારનાથ યાત્રા પણ વરસાદને કારણે રોકી
દેવામાં આવી છે.


જણાવી દઈએ કે રવિવાર સુધી આઠ લાખ 60 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરી ચુક્યા છે. નિયત નંબર પર
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે
. તેમજ જે લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી તેમના માટે ઓફલાઈન
રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ
ધામીએ શ્રદ્ધાળુઓને સંપૂર્ણ સ્વસ્થ હોય ત્યારે જ ચાર ધામની મુલાકાત લેવાની અપીલ
કરી છે. જણાવી દઈએ કે ચારધામમાં અત્યાર સુધીમાં લગભગ
60 લોકોના મોત થયા છે.

 

Tags :
CharDhamYatra2022GujaratFirstKedarnathYatraPostponed
Next Article