Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેંગલોરની 7 શાળાઓમાં બોમ્બ હોવાની ધમકીભર્યા ઇમેઇલ મળતા અફરાતફરી, પોલીસ અને બોમ્બ સ્કવોડ એક્શનમાં

કર્ણાટકના બેંગલોર શહેરમાં શુક્રવારે સવારથી અફરાતફરીનો માહોલ ઉભો થયો છે. બેંગલોર શહેરની અનેક શાળાઓની અંદર બોમ્બ મુક્યાની ધમકી મળી હતી. શુક્રવારે સવારે 11:09 કલાકે શહેરની ઘણી ખાનગી શાળાઓને ધમકીભર્યા ઈ-મેઈલ (બોમ્બ થ્રેટ સ્કૂલ) મળ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે શાળામાં ‘ખૂબ જ શક્તિશાળી બોમ્બ’ લગાવવામાં આવ્યો છે. શહેરના પૂર્વ અને દક્ષિણપૂર્વ ભાગમાં આવેલી શાળાઓને આવા ઈ-મેલ છે.  આ અંà
બેંગલોરની 7 શાળાઓમાં બોમ્બ હોવાની ધમકીભર્યા ઇમેઇલ મળતા અફરાતફરી  પોલીસ અને બોમ્બ સ્કવોડ એક્શનમાં
કર્ણાટકના બેંગલોર શહેરમાં શુક્રવારે સવારથી અફરાતફરીનો માહોલ ઉભો થયો છે. બેંગલોર શહેરની અનેક શાળાઓની અંદર બોમ્બ મુક્યાની ધમકી મળી હતી. શુક્રવારે સવારે 11:09 કલાકે શહેરની ઘણી ખાનગી શાળાઓને ધમકીભર્યા ઈ-મેઈલ (બોમ્બ થ્રેટ સ્કૂલ) મળ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે શાળામાં ‘ખૂબ જ શક્તિશાળી બોમ્બ’ લગાવવામાં આવ્યો છે. શહેરના પૂર્વ અને દક્ષિણપૂર્વ ભાગમાં આવેલી શાળાઓને આવા ઈ-મેલ છે.  આ અંગે પોલીસને જાણ કરાતાની સાથે જ પોલીસ અને બોમ્બ સ્કવોડ વિવિધ શાળામાં પહોંચી હતી. 
પોલીસનું શું કહેવું છે?
બેંગ્લોરના પોલીસ કમિશનર કમલ પંતે કહ્યું કે, શાળાઓને બોમ્બની ધમકી વાળા ઈ-મેલ મળ્યા છે. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. બોમ્બ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે હાજર છે. ઈ-મેલ મળ્યો છે અને અમારા અધિકારીઓ તેની તપાસ કરશે. પોલીસ દ્વારા તમામ શાળાઓને ખાલી કરાવવામાં આવી છે. કેટલીક શાળાઓમાં બાળકો હતા અને પરીક્ષાઓ પણ ચાલી રહી હતી. વાલીઓને બાળકોને લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ ખાતરી કરી હતી કે પરીક્ષામાં કોઈ ગડબડ ન થાય. ઈ-મેલનો ક્યાંથી આવ્યા છે અને કોણે મોકલ્યા છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ઈ-મેલમાં શું લખ્યું છે?
શાળાઓને મોકલવામાં આવેલા ઈ-મેઈલમાં લખવામાં આવ્યું હતું કે, ‘તમારી શાળામાં ખૂબ જ શક્તિશાળી બોમ્બ મુકવામાં આવ્યા છે. આ કોઈ મજાક નથી. તરત જ પોલીસને ફોન કરો. તમારા સહિત સેંકડો લોકોના મોત થઇ શકે છે, મોડું ના કરશો. હવે બધું તમારા હાથમાં છે.’ આવા મેઇલ મળ્યા બાદ શાળા સંચાલકોની ચિંતા વધી હતી. તેમણે તરત જ આ વિશે પલીસને જાણ કરી. થોડી જ વારમાં પોલીસ અને સ્નિફર ડોગ્સનો કાફલો આ તમામ શાળાઓમાં પહોંચ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.