Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લાઇફ સ્ટાઇલ બદલો, જીવન બચાવો :PM MODI

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ગુરુવારે કેવડિયા (Kevadia)ના એકતાનગરમાં  મિશન લાઈફ(Mission Life) અભિયાનની શરૂઆત કરાવી છે. મિશન લાઈફ દ્વારા પીએમ મોદી સમગ્ર વિશ્વમાં એક આંદોલન શરૂ કરી રહ્યા છે, જેમાં લોકોને કુદરતી પદ્ધતિઓ પર આધારિત જીવનશૈલી અપનાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. આબોહવા પરિવર્તનની અસરો સામે લડવા માટે મિશન લાઇફની શરુઆત કરાઇ છે. મિશન લાઇફની શરુઆત કરતાં વડાપ્રધાનશ્રીએ રીડ્યુ
લાઇફ સ્ટાઇલ બદલો  જીવન બચાવો  pm modi
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ગુરુવારે કેવડિયા (Kevadia)ના એકતાનગરમાં  મિશન લાઈફ(Mission Life) અભિયાનની શરૂઆત કરાવી છે. મિશન લાઈફ દ્વારા પીએમ મોદી સમગ્ર વિશ્વમાં એક આંદોલન શરૂ કરી રહ્યા છે, જેમાં લોકોને કુદરતી પદ્ધતિઓ પર આધારિત જીવનશૈલી અપનાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. આબોહવા પરિવર્તનની અસરો સામે લડવા માટે મિશન લાઇફની શરુઆત કરાઇ છે. મિશન લાઇફની શરુઆત કરતાં વડાપ્રધાનશ્રીએ રીડ્યુસ, રીયુઝ અને રીસાયકલનો P3નો મંત્ર આપ્યો હતો અને કહ્યું કે લાઇફ સ્ટાઇલ બદલો, જીવન બચાવો 
મિશન લાઇફ લોન્ચ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી કેવડિયાના એકતાનગર ખાતે લાઇફસ્ટાઇલ ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ હેડ ઓફ મિશનની ખાસ કોન્ફરન્સમાં મિશન લાઇફનું લોન્ચિગ કર્યું હતું જેમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ હાજર રહ્યા હતા.  વડાપ્રધાનશ્રી મોદીએ આ પ્રસંગે પોતાના સંબોધનમાં મિશન લાઇફ સાથે જોડાયેલા તમામ દેશોના વડાઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે મિશન લાઇફનો જ્યાં આજથી પ્રારંભ થયો છે તે સરદાર વલ્લભભાઇ પટેલ આપણને એક થઇને કામ કરવા માટે પ્રેરણા આપે છે. 
Advertisement

ગુજરાત હંમેશા ટ્રેન્ડ સેટર 
પીએમશ્રી મોદીએ કહ્યું કે ગુજરાત એ રાજ્ય છે જેમાં સૌથી પહેલા રિન્યુએબલ એનર્જી અને પર્યાવરણની જાળવણી માટે અગાઉથી જ કામ કરાયા છે. ગુજરાત હંમેશા લીડર અને ટ્રેન્ડ સેટર રહ્યું છે. તેમણે કહ્યું કે એ વાત સાચી છે કે ક્લાઇમેટ ચેન્જમાં સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાની ભૂમિકા હોય છે અને તે પ્રયાસો પણ કરે છે પણ હવે આ મુદ્દાની ગંભીરતા જોતાં તેની ચર્ચા દુનિયામાં દરેક ખુણામાં થવી જોઇએ. ક્લાઇમેન્ટ ચેન્જનો મુદ્દો પોલિસી ના બને પણ દરેક વ્યક્તિ અને સમાજે આ ધરતી માટે કંઇક કરવું જોઇએ 

દરેક પ્રશ્નોનો જવાબ મિશન લાઇફમાં
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે દરેક પ્રશ્નોના જવાબ મિશન લાઇફમાં છે. વ્યક્તિગત પ્રયાસોથી મિશન લાઇફનું વિઝન દુનિયા સામે લાવવું છે. મિશન લાઇફ ક્લાઇમેન્ટ ચેન્જ સામે લડાઇ છે. મિશન લાઇફ ભરોસો કરે છે કે નાના પ્રયાસોનો પણ વ્યાપક પ્રભાવ બને. રોજીંદા જીવનમાં આપણે કંઇક કરી શકીએ છે. મિશન લાઇફ માને છે કે લાઇફ સ્ટાઇલ બદલાવથી પર્યાવરણની રક્ષા કરી શકાય છે.  તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે એસીનું તાપમાન કેટલાક લોકોને ઘટાડવું ગમે છે પણ સુતી વખતે રજાઇ લે છે. પર્યાવરણ પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે. લાઇફ સ્ટાઇલ ચેન્જ કરવાથી પર્યાવરણને મદદ મળે છે.  

ક્લાઇમેન્ટ ચેન્જને ફક્ત પોલિસી પર ના છોડો
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે આપણા ગ્લેશિયર આજે પીગળી રહ્યા છે. નદીઓ સૂકાઇ રહી છે. હવામાન અનિશ્ચીત થઇ ગયું છે અને આ પરિવર્તન લોકોને એ વિચારવા પર મજબૂર કરી રહ્યા છે કે ક્લાઇમેટ ચેન્જને ફક્ત પોલિસી મેકિંગ પર જ ના છોડવું જોઇએ. તેમણે કહ્યું કે મિશન લાઇફ આ ધરતીની સુરક્ષા માટે જન જનની શક્તિઓને જોડી રહ્યું છે તેનો યોગ્ય ઉપયોગ કરવો શીખવાડી રહ્યું છે. મિશન લાઇફ એ વાત પર ભરોસો કરે છે કે નાના નાના પ્રયાસોનો પણ વ્યાપક પ્રભાવ પડી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં હજારો વર્ષોથી પ્રકૃતિની પૂજા કરવાની સમૃદ્ધ પરંપરા રહી છે. અહી જળ, જમીન વાયુ અને પ્રકૃતીની પૂજા કરાય છે. 
મિશન લાઇફનો મંત્ર છે લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયર્નમેન્ટ
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે ભારત પ્રગતિ સાથે પ્રકૃતિને પણ સાચવી રહ્યું છે. જે પ્રકૃતિની પૂજા કરે છે, પ્રકૃતિ તેમની રક્ષા કરે છે. ધરતીને સુરક્ષિત કરવી જરુરી છે. તેમણે એમ પણ કહ્યું કે મિશન લાઇફનો મંત્ર છે લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયર્નમેન્ટ. 

'મિશન લાઈફ' શું છે?
 2021 માં ગ્લાસગોમાં COP26 ખાતે વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પર્યાવરણ માટે જીવનશૈલી (LiFE) અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. COP26 સમિટ ક્લાઈમેટ ચેન્જ પર યોજાઈ હતી. આ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મિશન લાઈફની શરૂઆત કરી હતી. આ મિશનના ઉદ્દેશ્ય વિશે વાત કરતાં તેનો ઉદ્દેશ્ય વ્યક્તિગત અને સમુદાય સ્તરે માઇક્રો પગલાં અને ક્રિયાઓ લાગુ કરીને આબોહવા પરિવર્તનની અસરોને ઘટાડવાનો છે.
લોકોને પર્યાવરણ બચાવવાના શપથ લેવા અપીલ કરાશે.
મિશન લાઇફમાં વિશ્વભરમાંથી નવી શરૂઆતની અપીલ કરવામાં આવશે. જેમાં લોકોને પર્યાવરણ બચાવવા અને ફાઇટર બનવાના શપથ લેવા ઉપરાંત સંરક્ષણ તરફ કામ કરવા પ્રેરિત કરવામાં આવશે. મિશન લાઈફમાં નાની નાની બાબતો અંગે પણ જાગૃતિ લાવવામાં આવશે. પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કેવી રીતે કરવો. ટ્રાફિક સિગ્નલ પર એન્જિન બંધ રાખો. લીક થતા નળને ઠીક કરો અને ખોરાકનો આદર કરો જેવી બાબતો અંગે જાગૃતિ ઉભી કરાશે
 પીએમ મોદીનું વિઝન મિશન લાઈફ છે
મિશન લાઇફ એ પીએમ મોદીનું વિઝન છે અને લોન્ચ થયા પછી ભારતની આગેવાનીમાં વૈશ્વિક જન ચળવળ બનવાની અપેક્ષા છે, જે પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિક પગલાંને પ્રોત્સાહિત કરે છે.

આ મિશન જીવનનો હેતુ છે
મિશન લાઇફનો ઉદ્દેશ સ્થિરતા તરફ સામૂહિક અભિગમને પરિવર્તિત કરવા માટે ત્રિ-પાંખીય વ્યૂહરચનાનું પાલન કરવાનો છે. તેનો સૌપ્રથમ ઉદ્દેશ્ય વ્યક્તિઓને તેમના રોજિંદા જીવનમાં સરળ છતાં અસરકારક ઇકો-ફ્રેન્ડલી ક્રિયાઓ કરવા પ્રેરિત કરવાનો છે. બીજું, બદલાતી માંગ (પુરવઠા) ને ઝડપથી પ્રતિસાદ આપવા માટે ઉદ્યોગો અને બજારોને સક્ષમ બનાવવી અને ત્રીજું, લાંબા ગાળાના વપરાશ અને ઉત્પાદન (નીતિ) બંનેને ટેકો આપવા માટે સરકાર અને ઔદ્યોગિક નીતિને પ્રભાવિત કરવી.

પીએમનો મંત્ર
ગ્લાસગોમાં મિશન લાઈફની શરૂઆત કરતા વડાપ્રધાને કહ્યું હતું કે આ અભિયાન પાછળનો વિચાર આપણા ગ્રહ સાથે સુસંગત હોય તેવી જીવનશૈલી અપનાવવાનો છે. 'મિશન લાઇફ' ભૂતકાળમાંથી શીખે છે, વર્તમાનમાં કાર્ય કરે છે અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
Advertisement

Tags :
Advertisement

.