Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચંદીગઢ એરપોર્ટ હવે કહેવાશે શહીદ ભગતસિંહ એરપોર્ટ, મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદીએ કર્યુ એલાન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમના 93મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે 28 સપ્ટેમ્બરે અમૃત મહોત્સવનો વિશેષ દિવસ આવી રહ્યો છે. આ દિવસે આપણે ભારત માતાનાવીર સપૂત ભગતસિંહજીની જન્મજયંતિ ઉજવીશું. તેમણે કહ્યું કે ભગતસિંહની જન્મજયંતિ પહેલા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચંદીગઢ એરપોર્ટનું નામ હવે શહીદ ભગત સà
ચંદીગઢ એરપોર્ટ હવે કહેવાશે શહીદ  ભગતસિંહ એરપોર્ટ  મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદીએ કર્યુ એલાન
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમના 93મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે 28 સપ્ટેમ્બરે અમૃત મહોત્સવનો વિશેષ દિવસ આવી રહ્યો છે. આ દિવસે આપણે ભારત માતાનાવીર સપૂત ભગતસિંહજીની જન્મજયંતિ ઉજવીશું. તેમણે કહ્યું કે ભગતસિંહની જન્મજયંતિ પહેલા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચંદીગઢ એરપોર્ટનું નામ હવે શહીદ ભગત સિંહના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સાઇન લેંગ્વેજ પર કહી આ વાત 
સાઈન લેંગ્વેજ વિશે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ઘણા લોકો એવા છે જે કાં તો સાંભળી શકતા નથી અથવા તો બોલીને અભિવ્યક્ત કરી શકતા નથી. આવા સાથીઓ માટે સૌથી મોટો આધાર સાંકેતિક ભાષા છે. પરંતુ ભારતમાં વર્ષોથી એક મોટી સમસ્યા એ હતી કે સાઇન લેગ્વેંજ માટે કોઈ સ્પષ્ટ હાવભાવ નહોતા, કોઇ સ્ટાન્ડર્ડ નહોતા. આ મુશ્કેલીઓને દૂર કરવા માટે જ વર્ષ 2015માં ઇન્ડિયન સાઇન લેંગ્વેજ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. બે દિવસ પહેલા એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ સાઇન લેંગ્વેંજ દિવસ પર  ઘણા શાળા અભ્યાસક્રમો પણ સાઇન લેંગ્વેજમાં શરૂ કરવામાં આવ્યા છે. સાઇન લેંગ્વેંજના નિશ્ચિત ધોરણને જાળવી રાખવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. 

પેરા સ્પોર્ટ્સ વિશે કહી આ વાત 
તેણે કહ્યું,કે આજે ભારત પેરા સ્પોર્ટ્સમાં પણ સફળતાનો ઝંડો લહેરાવી રહ્યું છે. ઘણી ટુર્નામેન્ટમાં આપણે બધા આના સાક્ષી રહ્યા છીએ. આજે એવા ઘણા લોકો છે જે દિવ્યાંગોમાં ફિટનેસ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યા છે. આનાથી દિવ્યાંગોના આત્મવિશ્વાસને ઘણું બળ મળે છે.
નેશનલ ગેમ્સ માટે દરેક ખેલાડીને ખુબ-ખુબ શુભેચ્છા 
નેશનલ ગેમ્સનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.' આ એક ખૂબ જ ખાસ પ્રસંગ છે, કારણ કે ઘણા વર્ષો પછી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોવિડ રોગચાળાને કારણે અગાઉની ઇવેન્ટ્સ રદ કરવી પડી હતી. તેમણે કહ્યું કે આ  સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીને મારી ખુબ-ખુબ શુભેચ્છાઓ. તેમણે કહ્યું કે આ દિવસે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે  હું તેમની વચ્ચે જ રહીશ.
Advertisement
Tags :
Advertisement

.