Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચક દે ઈન્ડિયા... પાંચમા દિવસે દેશના ખાતામાં બે ગોલ્ડ સહિત કુલ ચાર મેડલ આવ્યા

કોમનવેલ્થ ગેમ્સનો પાંચમો દિવસ પણ ભારત માટે શાનદાર અને ઐતિહાસિક રહ્યો હતો. દેશના યુવાઓમાં કેટલી પ્રતિભા છે તે અહીં સ્પષ્ટપણે દેખાઇ રહી છે. કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે દેશના ખાતામાં બે ગોલ્ડ સહિત કુલ ચાર મેડલ આવ્યા છે. ભારતને સૌ પ્રથમ મહિલા ચાર ટીમે ગોલ્ડ અપાવ્યો હતો. આ પછી ભારતે ટેબલ ટેનિસમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ જીત્યો હતો. જ્યારે વિકાસ ઠાકુરે વેઈટલિફ્ટિંગમાં સિલ્વ
ચક દે ઈન્ડિયા    પાંચમા દિવસે દેશના ખાતામાં બે ગોલ્ડ સહિત કુલ ચાર મેડલ આવ્યા
કોમનવેલ્થ ગેમ્સનો પાંચમો દિવસ પણ ભારત માટે શાનદાર અને ઐતિહાસિક રહ્યો હતો. દેશના યુવાઓમાં કેટલી પ્રતિભા છે તે અહીં સ્પષ્ટપણે દેખાઇ રહી છે. કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે દેશના ખાતામાં બે ગોલ્ડ સહિત કુલ ચાર મેડલ આવ્યા છે. 
ભારતને સૌ પ્રથમ મહિલા ચાર ટીમે ગોલ્ડ અપાવ્યો હતો. આ પછી ભારતે ટેબલ ટેનિસમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ જીત્યો હતો. જ્યારે વિકાસ ઠાકુરે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો, તો મોડી રાત્રે બેડમિન્ટન ટીમે પણ સિલ્વર મેડલ જીત્યો હતો. મહત્વનું છે કે, 28મી જુલાઇથી શરૂ થયા બાદ આ રમતોનો કાફલો ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારત પણ તેની સાથે આગળ વધી રહ્યું છે. પાંચમા દિવસે વધુ ચાર મેડલ ભારતના ખાતામાં આવ્યા છે, જેના પછી ભારતના ખાતામાં મેડલની સંખ્યા હવે 13 થઇ ગઇ છે. જેમાં પાંચ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. 
ભારતે વેઈટલિફ્ટિંગમાં સૌથી વધુ આઠ મેડલ જીત્યા છે, જ્યારે જુડોમાં બે મેડલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને લૉન બોલમાં એક-એક મેડલ ખાતામાં આવ્યા છે. જોકે, પ્રવાસ હજુ બાકી છે અને ભારતના ઘણા મોટા ઈવેન્ટ્સ અને ખેલાડીઓ પોતાની શૈલી બતાવવાની રાહ જોઈ રહ્યા છે. મહત્વનું છે કે, આ વખતે કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી યોજાશે. દુનિયાભરમાંથી લગભગ 72 દેશો અહીં ભાગ લઈ રહ્યા છે. ભારતમાંથી 213 ખેલાડીઓ તેમાં ભાગ લઈ રહ્યા છે.
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના મેડલ વિજેતાઓ (પાંચમા દિવસ સુધી)
1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટ લિફ્ટિંગ 55 કિગ્રા)
2. ગુરુરાજા- બ્રોન્ઝ મેડલ (વેઇટલિફ્ટિંગ 61 કિગ્રા)
3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટ લિફ્ટિંગ 49 કિગ્રા)
4. બિંદિયારાની દેવી - સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિગ્રા)
5. જેરેમી લાલરિનુંગા – ગોલ્ડ મેડલ (67 કિગ્રા વેઈટલિફ્ટિંગ)
6. અચિંત શિયુલી - ગોલ્ડ મેડલ (73 કિગ્રા વેઈટલિફ્ટિંગ)
7. સુશીલા દેવી - સિલ્વર મેડલ (જુડો 48 કેજી)
8. વિજય કુમાર યાદવ - બ્રોન્ઝ મેડલ (જુડો 60 કેજી)
9. હરજિન્દર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટ લિફ્ટિંગ 71 કેજી)
10. મહિલા ટીમ- ગોલ્ડ મેડલ (લૉન બોલ્સ)
11. મેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
12. વિકાસ ઠાકુર - સિલ્વર મેડલ (વેઈટ લિફ્ટિંગ 96 કિગ્રા)
13. મિશ્ર બેડમિન્ટન ટીમ - સિલ્વર મેડલ
Advertisement
Tags :
Advertisement

.