Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માતાના મઢ ખાતે આશાપુરા માતાના મંદિરે ચૈત્રી નવરાત્રિનું આયોજન

ભારતીય સંસ્કૃતિમાં શક્તિ ઉપાસનાનું ખૂબ મહત્વ રહેલું છે, તેમાં પણ આસો અને ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિમાં માઈ ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. આસોની જેમ ચૈત્રી નવરાત્રિ દરમ્યાન પણ કચ્છ કુળદેવી આઈ આશાપુરા માતાજીના માતાનામઢ સ્થિત મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવવા દર વર્ષે આવતા હોય છે. આગામી 1 એપ્રીલે ઘટ સ્થાપન સાથે માતાનામઢ આશાપુરા માતાજીના મંદિરે આદ્ય શક્તિà
માતાના મઢ ખાતે આશાપુરા માતાના મંદિરે ચૈત્રી નવરાત્રિનું આયોજન
ભારતીય સંસ્કૃતિમાં શક્તિ ઉપાસનાનું ખૂબ મહત્વ રહેલું છે, તેમાં પણ આસો અને ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિમાં માઈ ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. આસોની જેમ ચૈત્રી નવરાત્રિ દરમ્યાન પણ કચ્છ કુળદેવી આઈ આશાપુરા માતાજીના માતાનામઢ સ્થિત મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવવા દર વર્ષે આવતા હોય છે. આગામી 1 એપ્રીલે ઘટ સ્થાપન સાથે માતાનામઢ આશાપુરા માતાજીના મંદિરે આદ્ય શક્તિની આરાધના પર્વનો પ્રારંભ થશે. 
વૈશ્વિક મહામારી કોરોનાના લીધે પાછલા બે વર્ષ દરમ્યાન માતાનામઢ ખાતે ભક્તોની પાંખી હાજરી વચ્ચે ચૈત્રી નવરાત્રિ ઉજવાઈ હતી. ચાલુ વર્ષે સરકારી નિયંત્રણો હળવા થતા ધાર્મિક સ્થાનો પર ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે માતાનામઢ ખાતે પણ ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી માટેની તૈયારી અંતિમ તબક્કે પહોંચી છે. માતાનામઢ ખાતે 1 એપ્રિલે રાત્રે ઘટ્ટ સ્થાપન કરવામાં આવશે. 2 તારીખથી નવરાત્રિનો પ્રારંભ થશે. 8 એપ્રિલે ચૈત્ર  સુદ 7 ના જગદંબાના પુજન બાદ હવન પ્રારંભ થશે અને મોડી રાત્રીના રાજાબાવા હસ્તે શ્રીફળ હોમવા સાથે નવરાત્રિની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. નવરાત્રિ પર્વ દરમ્યાન યાત્રીઓને કોઈપણ જાતનિ અસુવિધા ન થાય તે માટે ભોજન – પ્રસાદ અને રહેવા માટેની પણ પુરતી સુવિધા રાખવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.