Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જી-20ની અધ્યક્ષતા આપણા માટે એક મહત્વપૂર્ણ બાબત, મન કી બાતના 95મા એપિસોડમાં બોલ્યા પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ના 95મા એપિસોડમાં આજે દેશવાસીઓ સમક્ષ પોતાના મનની વાત મુકી.આ દરમિયાન તેમણે G-20, અવકાશ ક્ષેત્રમાં ભારતનું સ્થાન, વિશ્વમાં ભારતીય સંગીતની વધતી લોકપ્રિયતા સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.'મનકી બાત' કાર્યક્રમની શતાબ્દિ તરફ આગળ વધી રહ્યા છે પીએમએ કહ્યું કે અમે આ કાર્યક્રમની શતાબ્દી તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. આ કાર્યક્રમ મારા માટે 130 કરોડ દેશવાસીઓ સાથે à
07:22 AM Nov 27, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ના 95મા એપિસોડમાં આજે દેશવાસીઓ સમક્ષ પોતાના મનની વાત મુકી.આ દરમિયાન તેમણે G-20, અવકાશ ક્ષેત્રમાં ભારતનું સ્થાન, વિશ્વમાં ભારતીય સંગીતની વધતી લોકપ્રિયતા સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.
'મનકી બાત' કાર્યક્રમની શતાબ્દિ તરફ આગળ વધી રહ્યા છે 
પીએમએ કહ્યું કે અમે આ કાર્યક્રમની શતાબ્દી તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. આ કાર્યક્રમ મારા માટે 130 કરોડ દેશવાસીઓ સાથે જોડાવવાનું માધ્યમ છે. દરેક એપિસોડ પહેલા,ગામડાઓ અને શહેરોના ઘણા બધા પત્રો વાંચવા,બાળકોથી લઈને વડીલો સુધીના ઓડિયો સંદેશાઓ સાંભળવા,તે મારા માટે આધ્યાત્મિક અનુભવ સમાન છે.
ભારતના સંગીતના સાધનોની નિકાસ વધી 
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં ભારતમાંથી સંગીતનાં સાધનોની નિકાસ સાડા ત્રણ ગણી વધી છે. જ્યારે ઇલેક્ટ્રિકલ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની નિકાસમાં 60 ટકાનો વધારો થયો છે. આ દર્શાવે છે કે વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અને સંગીતનો ક્રેઝ વધી રહ્યો છે. ભારતમાંથી સૌથી વધુ સંગીતના સાધનો ખરીદનાર દેશો અમેરિકા, જર્મની, ફ્રાન્સ, જાપાન અને બ્રિટન છે.
18 નવેમ્બરે સ્પેસ સેક્ટરમાં ભારતે મોટી સિદ્ધિ મેળવી 
વડાપ્રધાન મોદીએ કહ્યું કે 18 નવેમ્બરે ભારતે સ્પેસ સેક્ટરમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી અને  રોકેટ 'વિક્રમ એસ' અવકાશમાં છોડવામાં આવ્યું. તે ખાનગી ક્ષેત્ર દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું હતું અને તેમાં ઘણી નવી સુવિધાઓ છે. તેમણે કહ્યું કે તમે કલ્પના કરી શકો છો કે જે બાળકો પહેલા કાગળના વિમાનને હાથથી ઉડાડતા હતા, તેમને હવે એરોપ્લેન બનાવવાની તક મળી રહી છે. પ્રાઈવેટ સેક્ટર માટે જગ્યા ખુલી ગયા બાદ યુવાનોના સપના સાકાર થઈ રહ્યા છે અને રોકેટ બનાવતા આ યુવાનો જાણે કહેતા હોય છે- Sky has not limit. 
સફળતાને પડોશી દેશો સાથે શેયર કરી રહ્યું છે ભારત 
પીએમ મોદીએ કહ્યું કે ભારત સ્પેસ સેક્ટરમાં પોતાની સફળતા તેના પડોશી દેશો સાથે પણ શેર કરી રહ્યું છે. ગઈકાલે જ ભારતે એક સેટેલાઈટને લોન્ચ કર્યો હતો, જેને ભારત અને ભૂતાને સાથે મળીને વિકસાવ્યો છે. આ સેટેલાઇટ ખૂબ જ સારા રિઝોલ્યુશનની તસવીરો મોકલશે, જે ભૂતાનને તેના કુદરતી સંસાધનોના સંચાલનમાં મદદ કરશે. આ ઉપગ્રહનું પ્રક્ષેપણ ભારત-ભૂતાનના મજબૂત સંબંધોનું પ્રતિબિંબ છે.
G-20 કોન્ફરન્સ સાથે જોડાઇ રહ્યા છે લોકો 
'મન કી બાત'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે થોડા દિવસો પહેલા તેલંગાણાના હરિપ્રસાદ ગરુએ મને હાથથી વણેલા G-20 લોગો મોકલ્યા હતા.આ અદ્ભુત ભેટ જોઈને મને આશ્ચર્ય થયું. મારા મનમાં એક વિચાર આવ્યો કે તેલંગાણામાં બેઠેલી વ્યક્તિ G-20 કોન્ફરન્સ સાથે કેટલી જોડાયેલી લાગે છે.
G-20નું અધ્યક્ષપદ આપણા માટે બહુ મોટી વાત 
PM એ કહ્યું કે G20 નું પ્રમુખપદ આપણા માટે એક તક છે. આપણે જગતના ભલા તરફ ધ્યાન આપવું પડશે. શાંતિ હોય, એકતા હોય કે  વિકાસ હોય, ભારત પાસે આ બાબતો સંબંધિત પડકારોનો ઉકેલ છે. અમે 'એક પૃથ્વી,એક પરિવાર,એક ભવિષ્ય'ની થીમ રાખી છે,આ વસુધૈવ કુટુંબકમ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ પણ વાંચો  -  મોંઘવારી, બેરોજગારી મુદ્દે માયાવતીનો સરકાર પર શાબ્દિક પ્રહાર, કહ્યું - હવે આ રાજકીય મુદ્દા રહ્યા નથી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
95thepisodechairmanshipEpisodeG-20GujaratFirstImportantMankibatmannkibaatPMModi
Next Article