એવરેડી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન-એમડીએ આપ્યું રાજીનામું
બેટરી નિર્માતા કંપની એવરેડી ગરબડમાં છે. બે દિવસ પહેલા એટલે કે 28 ફેબ્રુઆરીએ ડાબર ઈન્ડિયાના પ્રમોટર બર્મન પરિવારે સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી કે તેણે એવરેડીમાં 26 ટકા હિસ્સાના સંપાદન માટે ઓપન ઓફર મૂકી છે.દરમિયાન એવરેડી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) આદિત્ય ખેતાન અને અમૃતાંશુ ખેતાને રાજીનામું આપી દીધું છે.બર્મન ગ્રુપ કંપનીને ટેકઓવર કરવાની તૈયારી કરી રહ્યું હોવ
બેટરી નિર્માતા કંપની એવરેડી ગરબડમાં છે. બે દિવસ પહેલા એટલે કે 28 ફેબ્રુઆરીએ ડાબર ઈન્ડિયાના પ્રમોટર બર્મન પરિવારે સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી કે તેણે એવરેડીમાં 26 ટકા હિસ્સાના સંપાદન માટે ઓપન ઓફર મૂકી છે.દરમિયાન એવરેડી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) આદિત્ય ખેતાન અને અમૃતાંશુ ખેતાને રાજીનામું આપી દીધું છે.બર્મન ગ્રુપ કંપનીને ટેકઓવર કરવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે. બર્મન પરિવાર કોલકાતા સ્થિત ડ્રાય સેલ બેટરી કંપની માટે ઓફર લાવ્યાના બે દિવસ બાદ, સુવમોય સાહાએ કંપનીના નવા એમડી તરીકેનો કાર્યભાર સંભાળશે.
Advertisement
ડાબરના પ્રમોટર બર્મન પરિવારને એક્વિઝિશન માટે બિડ મળ્યા બાદ એવરેડી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરે રાજીનામું આપ્યું છે. બર્મન પરિવાર કોલકાતા સ્થિત ડ્રાય સેલ બેટરી કંપની માટે ઓફર લાવ્યાના બે દિવસ બાદ આદિત્ય ખેતાન અને અમૃતાંશુ ખેતાને રાજીનામું આપ્યું છે. સુવમોય સાહા કંપનીના નવા એમડી તરીકેનો કાર્યભાર સંભાળશે.
એવરેડી 20 વર્ષથી ખેતાન ગ્રુપની કંપની છે
એવરેડી બે દાયકાથી વધુ સમયથી બી.એમ. ખેતાન ગ્રુપ સાથે જોડાયેલી છે. વર્ષ 1993 માં એવરેડી કહેતાં ગ્રુપ જથે જોડાઈ હતી.એવરેડીને યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા પાસેથી ખરીદવામાં આવી હતી અને તેનું નામ બદલીને એવરેડી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા રાખવામાં આવ્યું.
પ્રમોટર્સનો હિસ્સો 44 ટકાથી ઘટાડીને 4.8 ટકા થયો
એવરેડીમાં પ્રમોટર્સનો હિસ્સો છેલ્લા બે વર્ષમાં 44.1 ટકાથી ઘટીને 4.8 ટકા પર આવી ગયો છે. તેનું મુખ્ય કારણ લોન ડિફોલ્ટ હતું, જેના કારણે ધિરાણકર્તાઓએ પ્લેજ કરેલા શેર વેચ્યા હતા.ખેતાને મેકનલી ભારત એન્જિનિયરિંગનું દેવું ચૂકવવા માટે એવરેડી અને ચા ઉત્પાદક મેકલિયોડ રસેલમાં તેમનો હિસ્સો ગીરવે મૂક્યો હતો.