સદીઓ બાદ શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં લહેરાશે ધ્વજ, 18 જૂને પીએમ કરશે ધ્વજારોહણ
ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મહાકાલી માતાનું મંદિરમાં હવે સદીઓ પછી ફરીથી ધજા ફરકશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અને મોદી પોતાના પ્રવાસની શરૂઆત મા મહાકાળીના દર્શન કરીને કરશે અને મંદિરમાં ફુલહાર àª
05:40 PM Jun 15, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મહાકાલી માતાનું મંદિરમાં હવે સદીઓ પછી ફરીથી ધજા ફરકશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અને મોદી પોતાના પ્રવાસની શરૂઆત મા મહાકાળીના દર્શન કરીને કરશે અને મંદિરમાં ફુલહાર પણ કરશે. આ ક્ષણ ખરેખર ઐતિહાસિક છે કારણ કે સદીઓ પછી પાવાગઢમાં ધ્વજા લહેરશે. મંદિરનું શિખર વર્ષોથી તુટેલું હતું અને હિંદુ માન્યતા મુજબ તૂટેલા શિખર પર ધ્વજા ચઢતી નથી. પરંતુ હવે મંદિરનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને મા મહાકાલીનું શિખર પણ સોનાથી મઢવા માટે તૈયાર છે.
નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી પણ પહેલીવાર આ શક્તિપીઠ મંદિરમાં જઈ રહ્યા છે, જ્યારે તેઓ ગુજરાતના સીએમ હતા ત્યારે પણ તેઓ આ મંદિરમાં આવ્યા નહોતા, પરંતુ હવે મંદિરનું શિખર બનીને તૈયાર થઈ ગયું છે ત્યારે પીએમના હસ્તે તમામ વિધિ બાદ શિખર પર ધ્વજા ચઢવામાં આવશે. પીએમની સુરક્ષાના કારણોસર મહાકાલી મંદિરને 16 થી 18 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાવાગઢ ડુંગરોની તળેટીમાં ચાંપાનેર શહેર આવેલું છે, જે મહારાજા વનરાજ ચાવડાએ તેમના જ્ઞાની મંત્રી ચંપાના નામે બંધાવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે તેને સંરક્ષિત વિસ્તાર જાહેર કર્યો છે. આ મંદિર પર વિક્રમ સંવત 1540માં મુસ્લિમ સુલતાન મોહમ્મદ બેગડો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ મંદિરનું પુનઃનિર્માણ કનકકૃતિ મહારાજ દિગમ્બર ભાત્રકે કરાવ્યું હતું. આ મંદિર એક સમયે શત્રુંજય મંદિર તરીકે ઓળખાતું હતું. આ મંદિરનું ધાર્મિક મહત્વ પણ છે. મંદિરની છત પર મુસ્લિમોનું પવિત્ર સ્થાન છે. આ પવિત્ર સ્થળ પર અદનશાહ પીરની દરગાહ આવેલી છે. અહીં મોટી સંખ્યામાં મુસ્લિમ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.
Next Article