Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોરોનાને લઇ કેન્દ્ર સતર્ક, કેન્દ્રિય આરોગ્ય મંત્રીની તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે આજે વીડિયો કોન્ફરન્સથી બેઠક

સમગ્ર વિશ્વમાં કોરોના નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભારત સરકાર પણ હવે તમામ રાજ્યોની સ્થિતિની સમીક્ષા કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બપોરે ત્રણ કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક યોજવાના છે. બેઠકમાં મનસુખ માંડવીયાની સાથે જ કેન્દ્રીય આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે બેઠકમાં ગુજરાત તરફથી ગુજરાતના આરોગ્ય મંત્રી ઋàª
06:42 AM Dec 23, 2022 IST | Vipul Pandya
સમગ્ર વિશ્વમાં કોરોના નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભારત સરકાર પણ હવે તમામ રાજ્યોની સ્થિતિની સમીક્ષા કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બપોરે ત્રણ કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક યોજવાના છે. બેઠકમાં મનસુખ માંડવીયાની સાથે જ કેન્દ્રીય આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે બેઠકમાં ગુજરાત તરફથી ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલની સાથે જ અન્ય અધિકારીઓ પણ ત્રણ વાગ્યાની આ વીડિયો કોન્ફરન્સમાં જોડાશે. 

ગુજરાત તરફથી એક પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવશે 
બેઠકમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓ સંદર્ભે ગુજરાત તરફથી એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે સાથે જ આ બેઠકની અંદર ઓક્સિજન બેડ, વેક્સિનેશન પેરા મેડિકલ સ્ટાફ સહિતની સ્થિતિને લઈને કેન્દ્ર સરકારને વાકેફ કરવામાં આવશે સાથે જ કર્ણાટકમાં વધતા કોરોનાના કેસને લઈને પણ ચર્ચા કરાશે ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં કોરોનાની સ્થિતિ જોતા કર્ણાટક સરકારે રાજ્યમાં માસ્ક ફરજિયાત કર્યું છે સાથે જ બહારથી આવતા મુસાફરો માટે પણ સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જેના પાલનને લઈને પણ ચર્ચા કરવામાં આવશે

દક્ષિણ અમેરિકા ફ્રાંસ અને બ્રાઝિલ જેવા દેશોમાં ગંભીર સ્થિતિ 
સમગ્ર વિશ્વમાં પણ ખાસ કરીને ચીન જાપાન અમેરિકા દક્ષિણ અમેરિકા ફ્રાંસ અને બ્રાઝિલ જવા દેશોમાં કોરોનાની સ્થિતિ બગડી રહી છે સરકાર પણ આગોતરી તૈયારી ના ભાગરૂપે તમામ તૈયારીઓ હાલ કરતી નજરે પડી રહી છે સાથે જ ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં આજે જ ઓક્સિજન બેડને લઈને પણ એક બેઠક યોજવામાં આવી તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે યોજેલી હાઈ લેવલ મીટીંગ માં કોરોનાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરવાના સૂચનો આપી દીધા છે.
આ પણ વાંચોઃ  કોરોના વાયરસે સ્વરુપ અને લક્ષણ બદલ્યા, જાણો નવા BF.7 વેરિયન્ટ વિશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
centralCoronaGujaratFirstHealthMinistersMeetingstatesUnionHealthMinisterVideoconferencevigilance
Next Article