Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આધાર કાર્ડને લઇને સરકારની નવી એડવાઝરી, શું ચેતવણી આપી અને કોને આધાર કાર્ડ આપવાની ના પાડી?

કેન્દ્ર સરકારે આધાર કાર્ડને લઇને એક એડવાઝરી જાહેર કરી છે. જેમાં સરકારે નાગરિકોને અપીલ કરી છે કે કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા સાથે આધારકાર્ડની કોપી શેર ના કરવી. આ ચેતવણી ખાસ એવા લોકો માટે છે કે જેઓ ગમે ત્યાં આધાર કાર્ડની ઝેરોક્ષ આપતા હોય છે. આવું કરવાથી તમારા આધાર કાર્ડનો ખોટો ઉપયોગ થઇ શકે છે. ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્નારા લોકોને માસ્ક્ડ આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવી છે. 
આધાર કાર્ડને લઇને સરકારની નવી એડવાઝરી  શું ચેતવણી આપી અને કોને આધાર કાર્ડ આપવાની ના પાડી
કેન્દ્ર સરકારે આધાર કાર્ડને લઇને એક એડવાઝરી જાહેર કરી છે. જેમાં સરકારે નાગરિકોને અપીલ કરી છે કે કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા સાથે આધારકાર્ડની કોપી શેર ના કરવી. આ ચેતવણી ખાસ એવા લોકો માટે છે કે જેઓ ગમે ત્યાં આધાર કાર્ડની ઝેરોક્ષ આપતા હોય છે. આવું કરવાથી તમારા આધાર કાર્ડનો ખોટો ઉપયોગ થઇ શકે છે. ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્નારા લોકોને માસ્ક્ડ આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવી છે. 
ગમે તેને આધારની કોપી ના આપો
વર્તમાન સમયે આધાર કાર્ડ એક ફરજિયાત દસ્તાવેજ બની ગયો છે. કોઇ પણ સરકારી કામ માટે આધાર કાર્ડ ફરજિયાત છે. તેના વિના બેંકિંગથી લઈને નોકરી સુધી કોઈ પણ કામ શક્ય નથી. ત્યારે સરકારે આધાર કાર્ડને લઈને એલર્ટ જાહેર કર્યું છે. જે પ્રમાણે જો તમે પણ તમારા આધાર કાર્ડને લઈને બેદરકાર છો, તો તમારે જાણવું જોઈએ કે સરકારે આ માટે એલર્ટ જાહેર કર્યું છે. સરકારે આધાર કાર્ડને લઈને એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં લોકોને માત્ર માસ્ક કરેલા આધાર ડાઉનલોડ અને શેર કરવાનું કહેવામાં આવ્યું છે.
સરકારે કોને આધાર કાર્ડ આપવાની ના પાડી?
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે તેની નોટિસમાં કહ્યું છે કે લાઈસન્સ વગરની ખાનગી સંસ્થાઓ તમારું આધાર કાર્ડ ના રાખી શકે. જેમાં તમામ લાઇસન્સ વિનાની હોટેલ્સ અને સિનેમા હોલનો સમાવેશ થાય છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) પાસેથી આધાર માટે યુઝર લાઇસન્સ મેળવનાર સંસ્થાઓ જ તમારી પાસે આધાર કાર્ડ ના માગી શકે. આધાર એક્ટ 2016 હેઠળ આને ગુનો ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો કોઈ સંસ્થા આધાર કોપીની માંગ કરે છે, તો પહેલા તેની પાસે લાયસન્સ છે કે નહીં તે તપાસો.
Advertisement

ક્યાંથી આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની ના પાડી?
આધાર કાર્ડની સુરક્ષાને લઈને UIDAIએ કહ્યું કે લોકોએ પબ્લિક કોમ્પ્યુટર અને પ્રાઈવેટ સાયબર કાફેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આમ છતાં જો તમે પબ્લિક કોમ્પ્યુટરનો ઉપયોગ કરો છો, તો ખાતરી કરો કે કોમ્પ્યુટરમાં કોઈપણ પ્રકારનો ડેટા સેવ ન થાય. જો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ કોપી ડાઉનલોડ કરવામાં આવે તો તેને ડિલિટ મારી દો. સરકારે કહ્યું છે કે લોકોએ આધાર કાર્ડની ઝેરોક્ષ કોઈપણ સંસ્થા અથવા ક્યાંય પણ ન આપવી જોઈએ, કારણ કે તેનો દુરુપયોગ થઈ શકે છે. તેના બદલે તમારે માસ્ક કરેલું આધાર આપવું જોઈએ. 
માસ્ક્ડ આધારનો ઉપયોગ કરવા નિર્દેશ
માસ્ક કરેલા આધાર કાર્ડમાં પહેલા આધાર નંબરના પહેલા 8 અંક છુપાયેલા હોય છે. તેમાં માત્ર છેલ્લા 4 અંક જ દેખાય છે. માસ્ક્ડ આધાર UIDAI વેબસાઇટ (https://myaadhaar.uidai.gov.in/) પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ વેબસાઇટ પર લૉગ ઇન કર્યા પછી, Do you want a masked Aadhaar વિકલ્પ પસંદ કરો અને માસ્ક્ડ આધાર ડાઉનલોડ કરી શકાય છે.
ડાઉનલોડ થયેલા આધારકાર્ડમાં પાસવર્ડ હશે
આ પ્રક્રિયા દ્વારા જે આધાર કાર્ડ  PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે, તેને પાસવર્ડ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે. આધાર કાર્ડ ફાઇલ ખોલવા માટે તમારે આ પાસવર્ડ નાખવો પડશે. આ પાસવર્ડમાં તમારા નામના પહેલા ચાર અક્ષરો અને પછી જન્મનું વર્ષ હશે. ઉદાહરણ તરીકે, જો કોઈનું નામ નિકેત છે અને જન્મ તારીખ 14/05/1986 છે તો તેનો પાસવર્ડ nike1986 હશે.
Tags :
Advertisement

.