સાબરકાંઠા જિલ્લાના કાનપુર ગામનું સ્મશાન જોઈ તમે પણ બોલી ઉઠશો, સ્મશાન છે કે સ્વર્ગ?
ઇડર તાલુકાના કાનપુર ગામના અંતિમધામમાં (સ્મશાન) કાનપુર ગામના નિવૃત બેન્ક કર્મચારી જસુભાઈ પટેલ ચોક્કસ સમય આપી ગામના અંતિમધામમાં 194 પ્રકારના અલગ અલગ વૃક્ષો અને ફૂલ છોડ વાવીને અંતિમધામને મંગલધામ નામ આપી એક પહેલ કરી છે. મોટાભાગે સ્મશાન ગૃહનો ભય દરેક વ્યક્તિને લાગતો હોય છે તેમજ મહિલાઓ અને બાળકો માટે સ્મશાન ભૂમિએ જવા પર નિષેધ હોય છે. જસુભાઈ પટેલે સ્થાનિક યુવાનોને સાથે રાખી અંતિમધાàª
02:36 AM Mar 22, 2022 IST
|
Vipul Pandya
ઇડર તાલુકાના કાનપુર ગામના અંતિમધામમાં (સ્મશાન) કાનપુર ગામના નિવૃત બેન્ક કર્મચારી જસુભાઈ પટેલ ચોક્કસ સમય આપી ગામના અંતિમધામમાં 194 પ્રકારના અલગ અલગ વૃક્ષો અને ફૂલ છોડ વાવીને અંતિમધામને મંગલધામ નામ આપી એક પહેલ કરી છે. મોટાભાગે સ્મશાન ગૃહનો ભય દરેક વ્યક્તિને લાગતો હોય છે તેમજ મહિલાઓ અને બાળકો માટે સ્મશાન ભૂમિએ જવા પર નિષેધ હોય છે.
જસુભાઈ પટેલે સ્થાનિક યુવાનોને સાથે રાખી અંતિમધામની સિકલ બદલી નાખી છે. સ્મશાન ગૃહમાં પ્રવેશવાના રસ્તાની આજુબાજુ સુંદર વૃક્ષો તેમજ અંતિમધામમાં આવનાર લોકો માટે બેસવાની સગવડ કરવામાં આવી છે. હાલના તબક્કે સ્મશાન ગૃહ સમગ્ર વિસ્તારનું મહત્વનું સ્થળ બની રહ્યું છે. હાલ કાનપુરનું સ્મશાન યુવાનો મહિલાઓ અને બાળકો માટે શાંતિનું પર્યાય બન્યું છે. આજે સમસ્ત ગામ ઉપસ્થિત રહીને અમદાવાદ થી આવેલ બંસરી કલાવૃંદ ગ્રુપ અમદાવાદ દ્વારા કાનપુરની સ્મશાન ભૂમિ ઉપર વાંસળીના સૂર રેલાયા હતા.
એક લાખ વૃક્ષ ઉછેરવાનું લક્ષ્ય
સાબરકાંઠાના કાનપુર ગામે હાલમાં દસ હજાર જેટલા વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. જોકે, કુદરત દ્વારા તદ્દન મફતમાં મળતા ઓક્સિજન અને વધારવા માટે સ્થાનિકો દ્વારા 1 લાખ વૃક્ષ ઉછેરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે વૃક્ષની કિંમત અનેક ઘણી હોવા છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા બધા વૃક્ષોનું નિકંદન નીકળી ચૂકયું છે. કાનપુર ગામ તેમજ આસપાસના વિસ્તાર માટે વૃક્ષની સાચી કિંમત કાનપુરની સ્મશાન ભૂમિ ઉપર જોઈ શકાય છે. હાલમાં 190 પ્રકારના વૃક્ષ, ફૂલ છોડ,વેલ તેમજ ઔષધીય ઉપયોગમાં આવતા વિવિધ રોપા ઉછેરવામાં આવ્યા છે.
મૃત્યુ પણ એક સંસ્કાર છે
કલિયુગમાં દરેક વ્યક્તિને મૃત્યુનો ભય લાગતો હોય છે. મૃત્યુનો ભય દૂર કરવા માટે આજ દિન સુધી કોઇ પણ સ્મશાનમાં ઇડરના કાનપુર જેવો પ્રયાસ થયો નથી. કાનપુરની સ્મશાન ભૂમિ ઉપર બસ્સોથી વધારે પ્રતિકૃતિઓ તેમજ વિવિધ લેખ અને સૂત્રો દ્વારા માનવ જીવનનું સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રીમદ ભગવતગીતા, વેદ ઉપનિષદ સહિત વિવિધ સંતો-મહંતો અને જ્ઞાનીઓના વચનો અને સ્લોકોને કાનપુરની સ્મશાન ભૂમિ ઉપર વિવિધ બેઠક તેમજ અન્ય તમામ જગ્યાઓ ઉપર રાખવામાં આવ્યા છે. મૃત્યુ પણ અન્ય સંસ્કારની માફક એક સંસ્કાર છે મૃત્યુ જૂનું શરીર છોડી દઈ નવું શરીર મેળવવા માટેનો સંસ્કાર બની રહેલો છે. માનવજીવનનું આટલું સત્ય દરેક વ્યક્તિ સ્વીકારી શકે તો મૃત્યુનો ભય પણ દૂર કરી શકાય તેમ છે.
સ્મશાન ભૂમિ બોલશે પિકનિક પોઇન્ટ
ઇડર કાનપુર ખાતે આવેલ સ્મશાન ભૂમિ હવે પિકનિક પોઇન્ટ બનવા તરફ જઈ રહી છે. ગામના નાના મોટા અબાલવૃદ્ધ સૌ કોઈ માટે સ્મશાનભૂમિમાં 10,000થી વધારે વૃક્ષો સહિત ઉભુ ઉભુ કરવામાં આવેલ સુંદર વાતાવરણ દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્વનું બની રહેલ છે. આજની તારીખે માનસિક શાંતિ મેળવવા માટે લોકો હજારો રૂપિયાનો ખર્ચ કરી હોટલો સહિત પ્રવાસન સ્થળો તરફ આંધળી દોડ લગાવી છે ત્યારે ઇડરના કાનપુર આવેલી સ્મશાનભૂમિ આવી લોકોની માનસિક શાંતિ મેળવવા માટેનું સ્થળ બની રહે તો નવાઈ નહીં. એક તરફ સ્મશાનભૂમિ હોવાના પગલે અન્ય કોઈપણ પ્રકારનો ડિસ્ટર્બ ઉભો થઇ શકતો નથી તો બીજી તરફ હાલમાં ઊભું થયેલું 10,000 જેટલા વૃક્ષોનું વન દરેક વ્યક્તિ માટે માનસિક શાંતિ આપનારુ શ્રેષ્ઠ સ્થાન બની રહ્યું છે. આગામી સમયમાં એક લાખ જેટલા વૃક્ષો થકી સમગ્ર વિસ્તારની પિકનિક પોઇન્ટ બનાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
Next Article