Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સતત છઠ્ઠા વર્ષે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21મી જૂને ઉજવવામાં આવે છે. આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને યોગ પણ વ્યક્તિને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે. આજે આ વિશ્વ યોગ દિવસે સમગ્ર વિશ્વમાં લોકો યોગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં લોકોએ યોગ કરી આ ખાસ દિવસની ઉજવણી કરી હતી. ભારતીય સંસ્કૃતિની યોગસાધના આજે વિશ્વભરમાં પ્રચલિત બની છે. ત્યારે લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક à
સતત છઠ્ઠા વર્ષે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21મી જૂને ઉજવવામાં આવે છે. આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને યોગ પણ વ્યક્તિને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે. આજે આ વિશ્વ યોગ દિવસે સમગ્ર વિશ્વમાં લોકો યોગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં લોકોએ યોગ કરી આ ખાસ દિવસની ઉજવણી કરી હતી. 
ભારતીય સંસ્કૃતિની યોગસાધના આજે વિશ્વભરમાં પ્રચલિત બની છે. ત્યારે લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક ખોડલધામ મંદિરમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. છેલ્લા કેટલાક વર્ષોથી 21 જૂને વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા પણ સતત છઠ્ઠા વર્ષે યોગ દિવસ નિમિત્તે યોગ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. આ આયોજિત કાર્યક્રમમાં સવારે 6 કલાકે મા ખોડલની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ પ્રાસંગિક સંબોધન કર્યું અને ત્યારબાદ યોગ નિષ્ણાત દ્વારા વિવિધ આસનો, યોગ, પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દેશ-વિદેશમાં વસતાં લોકો ઘરે બેઠા નિહાળી શકે તે માટે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેજ, યુટ્યૂબ ચેનલ અને વેબસાઈટ પર લાઈવ કરવામાં આવ્યું હતું. 
આ ઉપરાંત લોકો મંદિરના પરિસરમાં પણ આ કાર્યક્રમમાં જોડાઈને યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. ખોડલધામ દ્વાર હવે યુવાનોને સક્રિય રાજકારણની તાલીમ આપવાની દિશામાં સૌથી મહત્ત્વનો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યો છે. રાજકોટ સ્થિત પાટીદારોની સંસ્થા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન સમાજના યુવાનોને રાજનીતિના પાઠ શીખવશે. ગુજરાતના રાજકારણમાં અવાર-નવાર પાટીદાર સમાજના મહત્ત્વના વિષયો ચર્ચામાં રહે છે. જેમા માત્ર પાટીદાર સમાજ નહીં, પરંતુ તમામ સમાજના લોકોને રાજનીતિજ્ઞ તાલીમ આપવામાં આવશે.
નોંધનીય છે કે, 4 દિવસ પહેલા પાટીદાર સમાજના અગ્રિમ નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં નહીં જોડાવાની અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે તમામ સમાજના યુવાનોને રાજકારણની તાલીમ આપવાની જાહેરાત કરી હતી. જેને પગલે આજે સંસ્થા દ્વારા રજિસ્ટ્રેશન નંબર 70699 29297 જાહેર કરીને યુવાનોને જોડાવવા અપીલ કરવામાં આવી હતી. આ તાલીમ વર્ગોને યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થાના નેજા હેઠળ ચલાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખત આ દિવસ 21 જૂન 2015 ના રોજ ઉજવવામાં આવ્યો હતો, જેની શરૂઆત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના ભાષણમાં કરી હતી. 
Advertisement
Tags :
Advertisement

.