રાજ્યમાં યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી, કરોડો લોકોએ યોગ કર્યા
મંગળવારે રાજ્યમાં વિવિધ શહેરોમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કરોડો લોકોએ યોગ કર્યા હતા. રાજ્યમાં વિવિધ શહેરોમાં યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના રિવરફ્રન્ટ પર યોગ ઉજવણીના કાર્યક્રમમાં જોડાયા હતા. રિવરફ્રન્ટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને યોગ કર્યા હતા. અમદાવાદ સહિત રà
05:13 AM Jun 21, 2022 IST
|
Vipul Pandya
મંગળવારે રાજ્યમાં વિવિધ શહેરોમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કરોડો લોકોએ યોગ કર્યા હતા.
રાજ્યમાં વિવિધ શહેરોમાં યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના રિવરફ્રન્ટ પર યોગ ઉજવણીના કાર્યક્રમમાં જોડાયા હતા. રિવરફ્રન્ટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને યોગ કર્યા હતા.
અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. અમદાવાદના વિવિધ વિસ્તારોના બગીચામાં પણ યોગ દિવસના કાર્યક્રમ યોજાયા હતા. વડોદરામાં સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં યોજાયેલા યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ જોડાયા હતા, જ્યારે કચ્છમાં સફેદ રણ ધોરડો ખાતે પણ યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વિધાનસભા અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ઉપરાંત પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે તથા ભાવનગર કલેક્ટર પણ હાજર રહ્યા હતા. જામનગરમાં પણ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશ મેરજા હાજર રહ્યા હતા. રાજકોટમાં આરકેસી કોલેજ ખાતે યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી અને સાંસદ રામભાઇ મોકરીયા હાજર રહ્યા હતા. સુરતમાં 49 સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમો યોજાયા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં પણ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર તથા અન્ય ન્યાયાધીશો પણ હાજર રહ્યા હતા.
બીજી તરફ રાજ્યમાં 75 સ્થળોએ પણ યોગ દિવસના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં 17 ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થાય છે અને 17 કુદરતી સૌંદર્યધામનો સમાવેશ થાય છે. અંદાજે દોઢ કરોડથી વધુ લોકોએ આજે યોગાભ્યાસ કર્યો હતો.
Next Article