Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી....

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,મળી માતૃભાષા મને ગુજરાતી.-ઉમાશંકર જોષીઆજે વિશ્વ માતૃભાષા દિવસ (World Mother Language Day) છે. વિશ્વભરમાં માતૃભાષાનું જતન અને જાળવણી કરવા માટે 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  માતૃભાષાને સન્માન આપવા તથા તેનું સંવર્ધન કરવા માટેના દરેક પ્રયાસો કરાય છે તેમાં આજના દિવસનું પણ એટલું જ મહત્વ છે. 1999માં યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિવàª
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી  મળી માતૃભાષા મને ગુજરાતી
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

-ઉમાશંકર જોષી
આજે વિશ્વ માતૃભાષા દિવસ (World Mother Language Day) છે. વિશ્વભરમાં માતૃભાષાનું જતન અને જાળવણી કરવા માટે 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  માતૃભાષાને સન્માન આપવા તથા તેનું સંવર્ધન કરવા માટેના દરેક પ્રયાસો કરાય છે તેમાં આજના દિવસનું પણ એટલું જ મહત્વ છે. 
1999માં યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યા બાદ 2000ના વર્ષથી 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

બાંગ્લાદેશની પહેલના કારણે માતૃભાષા દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું 
બાંગ્લાદેશની પહેલના કારણે માતૃભાષા દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું.  જ્યારે વિભાજન થયું ત્યારે પાકિસ્તાનના બે હિસ્સા હતા જેમાં પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનનો સમાવેશ થતો હતો. પૂર્વ પાકિસ્તાનની ભાષા બંગાળી અથવા બાંગ્લા હતી અને મોટાભાગના લોકો આ ભાષા બોલાતા હતા.  આમ છતાં 1948માં પાકિસ્તાનની તત્કાલિન સરકારે ઉર્દૂને પાકિસ્તાનની એક માત્ર રાષ્ટ્રિય ભાષા જાહેર કરી હતી. પૂર્વ પાકિસ્તાનના લોકોએ સરકારના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો કારણ કે તેમની માતૃભાષા બાંગ્લા હતી.

બાંગ્લાદેશમાં ઠેર ઠેર વિરોધ
પૂર્વ પાકિસ્તાનના લોકોએ સરકારની જાહેરાતનો વિરોધ કરી બાંગ્લા ભાષાને ઉર્દૂની સાથે રાષ્ટ્રિય ભાષા બનાવાની માગ કરી હતી. પૂર્વ પાકિસ્તાનના ધીરેન્દ્રનાથ દત્તાએ પાકિસ્તાનની બંધારણ સભામાં આ માગ ઉઠાવી હતી. ત્યારબાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા હતા. ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સામાન્ય જનતાના સહયોગથી રેલીઓ અને સભા યોજવા માંડી હતી. પોલીસે 21 ફેબ્રુઆરી 1952ના રોજ યોજાયેલી આ રેલી પર ગોળીબાર કર્યો હતો જેમાં પાંચ યુવકના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. માતૃભાષા માટે આ યુવકોએ પોતાના જાનનું બલિદાન આપ્યું હતું. આ શહીદોની યાદમાં શહીદ મિનારા સ્મારકની પણ રચના કરવામાં આવી છે. 

માતૃભાષા માટે શહીદ થનારા યુવકોની યાદમાં ઉજવાય છે આજનો દિવસ
21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવા માટેની દરખાસ્ત કેનેડામાં રહેતા બંગાળીઓ રફીકુલ ઇસ્લામ અને અબ્દુસ સલામે સંયુક્ત રાષ્ટ્ર સંઘના તત્કાલીન પ્રમુખ કોફી અન્નાનને પત્ર લખીને કરી હતી. તેમણે કોફી અન્નાનને 1998માં આ પત્ર લખ્યો હતો અને 1952માં ભાષા ચળવળ દરમિયાન ઢાકામાં થયેલી હત્યાની યાદમાં 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ જાહેર કરીને વિશ્વની ભાષાને લુપ્ત થતી બચાવવા એક પગલું ભરવા જણાવ્યું હતું. લાંબી પ્રક્રિયા બાદ 17 નવેમ્બર 1999ના રોજ યુનેસ્કોની જનરલ એસેમ્બલીમાં આજના દિવસે ભાષા માટે જીવનું બલિદાન આપનારા શહીદોની યાદમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે તેવો ઠરાવ કરાયો હતો. 

માતૃભાષા એટલે કઇ ભાષા?
બાળક જન્મે ત્યારે તેની માતા તરફથી મળેલી પરિવારની ભાષાને માતૃભાષા તરીકે ઓળખવામાં આવે છે. માતા તરફથી મળેલી ભાષામાં બોલવું અને તે જ ભાષામાં વિચારવા બાળક શીખે તે ભાષા એટલે માતૃભાષા

માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન કરવું તે પ્રત્યેક ગુજરાતીની ફરજ
આપણી માતૃભાષા ગુજરાતી છે અને તેનું આપણને ગૌરવ છે. વર્તમાન સમયમાં અંગ્રેજી ભાષાનું ચલણ વધ્યું છે અને અંગ્રેજી માધ્યમમાં ભણાવાનો પણ ક્રેઝ છે ત્યારે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન કરવું તે પ્રત્યેક ગુજરાતીની ફરજ છે. આપણું બાળક ગુજરાતી ભાષા બોલતા અને લખતા તથા ગુજરાતીમાં વિચારતા ના ભુલે તેની આપણી જવાબદારી છે. આજના દિવસે વિવિધ સંસ્થાાઓ અને સરકાર દ્વારા પણ ગુજરાતી ભાષાની જાળવણી અને તેના સંવર્ધન માટે અનેક કાર્યક્રમો યોજાય છે ત્યારે પ્રત્યેક ગુજરાતીએ વ્યક્તિગત રીતે પણ પ્રયાસો કરવા જરુરી છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.