દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી, રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ
ગણેશ ચતુર્થીના તહેવારની આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તો સાથે જ દેશના રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ આપી છે. બંને નેતાઓએ દેશના નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી છે.ગણેશ ચતુર્થીના તહેવારને દર વર્ષે ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચ
ગણેશ ચતુર્થીના તહેવારની આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તો સાથે જ દેશના રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ આપી છે. બંને નેતાઓએ દેશના નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી છે.
ગણેશ ચતુર્થીના તહેવારને દર વર્ષે ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર આજે એટલે કે 31 ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. તેને ગણેશ ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ સુધી સવાર-સાંજ વિધિવત પૂજા કરવામાં આવે છે અને બાપ્પાને પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આ પછી, 11માં દિવસે, ભગવાન ગણેશની પૂજા કર્યા પછી, તેમની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
Advertisement
આજે દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી છે. બંને નેતાઓએ નાગરિકોના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
ગણેશ ચતુર્થીના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું અને લખ્યું, 'ગણેશ ચતુર્થી પર તમામ દેશવાસીઓને શુભેચ્છા. વિઘ્નહર્તા અને મંગલમૂર્તિ ભગવાન ગણેશ જ્ઞાન, સિદ્ધિ અને સૌભાગ્યના પ્રતિક છે. હું ઈચ્છું છું કે શ્રી ગણેશના આશીર્વાદથી દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થાય.
બીજી તરફ, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના અવસર પર શુભેચ્છાઓ આપી. અભિનંદન પાઠવતા તેમણે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી સંસ્કૃતમાં એક શ્લોક ટ્વીટ કર્યો. પીએમ મોદીએ લખ્યું,
यतो बुद्धिरज्ञाननाशो मुमुक्षोः, यतः सम्पदो भक्तसन्तोषिकाः स्युः।
यतो विघ्ननाशो यतः कार्यसिद्धिः, सदा तं गणेशं नमामो भजामः।।
गणेश चतुर्थी की ढेरों शुभकामनाएं। गणपति बाप्पा मोरया!
ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે.
Advertisement
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગણેશ ચતુર્થીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું, 'તમામ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. ગણપતિ બાપ્પા મોર્યા!'
ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભારતમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, હજારો ભક્તો તેમની પ્રાર્થના કરવા માટે મંદિરો અને 'ગણેશોત્સવ પંડાલો'માં ઉમટી પડે છે. ગણેશ ચતુર્થીને ગણેશોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દસ દિવસ સુધી ચાલે છે અને ચતુર્થી તિથિથી શરૂ થાય છે. અનંત ચતુર્દશીના રોજ ગણેશોત્સવ સમાપ્ત થાય છે. જ્ઞાન અને સૌભાગ્યના દેવતા ભગવાન ગણેશના ભક્તો ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષ દરમિયાન તેમના જન્મની ઉજવણી કરે છે.
Advertisement
જ્યોતિષીઓનું કહેવું છે કે, જ્યારે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યારે તેમાં કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આમાં મૂર્તિને ઘરની યોગ્ય દિશામાં સ્થાપિત કરવા માટે પસંદ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. કહેવાય છે કે ગણેશની ખોટી મૂર્તિ ઘરમાં લાવવાથી ભક્તોને તેમની પૂજાનું ફળ મળતું નથી.
આ પણ વાંચો - ભક્તોનું 10 દિવસનું આતિથ્ય માણવા દૂંદાળા દેવનું આગમન