Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અટારી બોર્ડર પર આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી, બીટ ધ રીટ્રીટ સેરેમની યોજાઇ

ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે પંજાબના અમૃતસરમાં અટારી-વાઘા વોર્ડર બીટિંગ ધ રીટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ત્યાં હાજર લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ દેશભક્તિના ગીતો વચ્ચે ઉત્સાહથી ઝૂમી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અટારી બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સેરેમનીની શરૂઆત વર્ષ 1959માં થઈ હતી. બીટિંગ ધ રીટ્રીટમાં, સંઘર્ષના સમયે ભાઈચારો અને સહકાર દર્શાવવ
02:57 PM Aug 15, 2022 IST | Vipul Pandya

ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે પંજાબના અમૃતસરમાં અટારી-વાઘા વોર્ડર બીટિંગ ધ રીટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ત્યાં હાજર લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ દેશભક્તિના ગીતો વચ્ચે ઉત્સાહથી ઝૂમી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અટારી બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સેરેમનીની શરૂઆત વર્ષ 1959માં થઈ હતી. બીટિંગ ધ રીટ્રીટમાં, સંઘર્ષના સમયે ભાઈચારો અને સહકાર દર્શાવવામાં આવે છે. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન દેશોના સૈનિકો કૂચ કરે છે. આ પ્રસંગે, આ સમારોહ BSF અને પાક રેન્જર્સ વચ્ચે થાય છે. તેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.


આ સમારોહ દરરોજ સાંજે અટારી-વાઘા બોર્ડર પર રાષ્ટ્રધ્વજ નીચે કરતી વખતે થાય છે. આ સમારોહ બીએસએફ અને પાક રેન્જર્સ વચ્ચે યોજાય છે. મુખ્ય સમારોહ કુલ 156 સેકન્ડનો હોય છે.


બે વર્ષ સુધી દર્શકો વિના સમારોહ યોજાયો

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર પાકિસ્તાન પણ અટારી ખાતે ભારતીય સેનાની તાકાત પર નજર રાખી રહ્યું છે. કોરોનાને કારણે દર્શકો છેલ્લાં 2 વર્ષથી આ બીટિંગ ધ રીટ્રીટ જોઈ શક્યા ન હતા. આ વખતે અટારીથી અમૃતસર સુધી લગભગ 5 કિલોમીટર સુધી લાંબી લાઈનો છે. આ વખતે આ ઉજવણીને જોવા માટે અટારીમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. આ ઉજવણી જોવા માટે ઓછામાં ઓછા 10 હજાર લોકો આવે છે.

Tags :
AttariBorderBeattheRetreatCeremonyCelebrating75GujaratFirstIndependence
Next Article