CBSE ધોરણ-10 અને 12નું ટૂંક સમયમાં પરિણામ જાહેર કરાશે, આ રીતે જોઇ શકશો તમારું પરિણામ
CBSEના ધોરણ 10 તેમજ 12નું પરિણામ ટૂંક સમયમાં CBSE વેબસાઇટ cbseresults.nic.in અને cbse.gov.in પર જાહેર કરવામાં આવશે. આ પરિણામ જાહેર થયા પછી ઉમેદવારો નીચે આપેલા સરળ ચાર સ્ટેપ્સમાં તેમનું પરિણામ જોઇ શકો છો. હજુ સુધી CBSE બોર્ડનું પહેલી ટર્મનું રિઝલ્ટ હજુ જાહેર થયું નથી. પરંતુ હવે ટૂંક સમયમાં પરિણામ જાહેર થશે તેવી શક્યતા છે. રિપોર્ટ્સ અનુસાર CBSE ટર્મ-1નું રિઝલ્ટ સોમવારે જાહેર થવાનું હતું પરંતુ હજુ સુધી આ પરિણામ જા
CBSEના ધોરણ 10 તેમજ 12નું પરિણામ ટૂંક સમયમાં CBSE વેબસાઇટ cbseresults.nic.in અને cbse.gov.in પર જાહેર કરવામાં આવશે. આ પરિણામ જાહેર થયા પછી ઉમેદવારો નીચે આપેલા સરળ ચાર સ્ટેપ્સમાં તેમનું પરિણામ જોઇ શકો છો. હજુ સુધી CBSE બોર્ડનું પહેલી ટર્મનું રિઝલ્ટ હજુ જાહેર થયું નથી. પરંતુ હવે ટૂંક સમયમાં પરિણામ જાહેર થશે તેવી શક્યતા છે. રિપોર્ટ્સ અનુસાર CBSE ટર્મ-1નું રિઝલ્ટ સોમવારે જાહેર થવાનું હતું પરંતુ હજુ સુધી આ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. મળતી માહિતી મુજબ બોર્ડ ગમે ત્યારે પરિણામ જાહેર કરી શકે છે.
CBSEની અધિકૃત વેબસાઈટ ઉપરાંત વિદ્યાર્થીઓ ટર્મ-1 પરીક્ષાનું પરિણામ SMS અને ડિજીલોકર તેમજ ઉમંગ એપ દ્વારા પણ મેળવી શકશે. આ માટે, ઉમેદવારોએ સંબંધિત પ્લેટફોર્મમાં તેમની લોગ-ઇન વિગતો ભરવાની રહેશે.
CBSE ટર્મ-1 પરિણામમાં કોઈપણ વિદ્યાર્થીને પાસ કે નાપાસ જાહેર કરવામાં આવશે નહીં. કારણ કે વિદ્યાર્થીઓનું અંતિમ પરિણામ ટર્મ-2ની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ જારી કરવામાં આવશે. CBSE ટર્મ-1ની પરીક્ષામાં હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓએ ટર્મ-2ની પરીક્ષા પણ આપવી પડશે.
આવી રીતે ચેક કરો CBSE-ટર્મ 1 નું પરિણામ
- CBSE પરિણામની વેબસાઇટની મુલાકાત લો- cbseresults.nic.in.
- હોમ પેજ પર દેખાતા ધોરણ 12 ટર્મ 1 પરિણામ અથવા ધોરણ 10 ટર્મ 1 પરિણામની લિંક પર જાઓ.
- હવે એક નવું પેજ ખુલશે જેમાં તમારી લોગિન વિગતો જેમ કે રોલ નંબર વગેરે સબમિટ કરો.
- હવે પરિણામ તમારા મોબાઇલ સ્ક્રીન પર આવશે, તમે જે ઇચ્છો, તમે તેને ડાઉનલોડ અથવા ભવિષ્ય માટે સાચવી શકો છો.
Advertisement