CBIની ટીમ ગોવાના લિયોની ગ્રાન્ડ રિસોર્ટમાં 10 કલાક રોકાઇ, જાણો શું થયું
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની એક ટીમે ફોરેન્સિક નિષ્ણાતો સાથે શનિવારે ગોવાના લિયોની ગ્રાન્ડ રિસોર્ટની મુલાકાત લીધી હતી. CBIએ ભાજપના નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટના મૃત્યુ પાછળનું રહસ્ય શોધવા ઉંડી તપાસ કરી હતી. સોનાલી ફોગાટ મૃત્યું પહેલા આ હોટલમાં રોકાયા હતા. માહિતી અનુસાર, કેસની તપાસ કરી રહેલા સીબીઆઈ અધિકારીઓ 10 કલાકથી વધુ સમય સુધી રિસોર્ટની અંદર રહ્યા અને પુરાવા એકત
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની એક ટીમે ફોરેન્સિક નિષ્ણાતો સાથે શનિવારે ગોવાના લિયોની ગ્રાન્ડ રિસોર્ટની મુલાકાત લીધી હતી. CBIએ ભાજપના નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટના મૃત્યુ પાછળનું રહસ્ય શોધવા ઉંડી તપાસ કરી હતી. સોનાલી ફોગાટ મૃત્યું પહેલા આ હોટલમાં રોકાયા હતા. માહિતી અનુસાર, કેસની તપાસ કરી રહેલા સીબીઆઈ અધિકારીઓ 10 કલાકથી વધુ સમય સુધી રિસોર્ટની અંદર રહ્યા અને પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો.
ગત15 સપ્ટેમ્બર 2022ના રોજ સીબીઆઈએ સોનાલી ફોગાટના મૃત્યુની તપાસ ગોવા પોલીસ પાસેથી લીધી હતી. શનિવારે સીબીઆઈ અને ફોરેન્સિક ટીમ ઉત્તર ગોવાના અંજુના બીચ પર સ્થિત રિસોર્ટ પર પહોંચી હતી.
આ પહેલા ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું હતું કે તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને સોનાલી ફોગાટ કેસ સીબીઆઈને સોંપવા વિનંતી કરશે. 12 સપ્ટેમ્બરે ગૃહ મંત્રાલયે સોનાલી ફોગાટના મૃત્યુની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. દરમિયાન, સુપ્રીમ કોર્ટે NGTના આદેશ સામે કર્લીઝ રેસ્ટોરન્ટની અરજીને 26 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી હતી અને ડિમોલિશન સામેના તેના વચગાળાના આદેશને સુનાવણીની આગામી તારીખ સુધી લંબાવ્યો હતો.
કર્લીની રેસ્ટોરન્ટ સીઆરઝેડના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તોડી પાડવામાં આવી રહી હતી, પરંતુ રેસ્ટોરન્ટના માલિકોએ તોડી પાડવાની કાર્યવાહીને પડકારતા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
સોનાલી ફોગાટ ગયા મહિને ગોવામાં મૃત હાલતમાં મળી આવી હતી. તેમના પરિવારજનોએ તાત્કાલિક આ મામલે તપાસની માંગ કરી છે. ગોવા પોલીસે હત્યાનો કેસ નોંધ્યો હતો અને ફોગાટના કેટલાક સાથીઓની ધરપકડ કરી હતી.
સોનાલી ફોગાટે 2019ની હરિયાણાની ચૂંટણી ભાજપના ઉમેદવાર તરીકે લડી હતી પરંતુ તે કોંગ્રેસના તત્કાલીન નેતા કુલદીપ બિશ્નોઈ સામે હારી ગઈ હતી. તે 2020 માં રિયાલિટી શો બિગ બોસમાં પણ જોડાઈ હતી.
Advertisement