મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના ઘેર પહોંચી CBI
સીબીઆઈની એક ટીમ આજે પશ્ચિમ બંગાળના એક કોલસા કૌભાંડના મામલાને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીના કોલકાતામાં ઘરે પહોંચી હતી. ટીમે કૌભાંડ અંગે અભિષેક બેનર્જીની પત્ની રૂજીરા બેનર્જીના નિવેદન નોંધ્યું હતું. આ કૌભાંડ બંગાળમાં કોલસાની ખાણોમાંથી કોલસાની કથિત ચોરી સાથે સંબંધિત છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા આ કેસમાં રૂજીàª
સીબીઆઈની એક ટીમ આજે પશ્ચિમ બંગાળના એક કોલસા કૌભાંડના મામલાને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીના કોલકાતામાં ઘરે પહોંચી હતી. ટીમે કૌભાંડ અંગે અભિષેક બેનર્જીની પત્ની રૂજીરા બેનર્જીના નિવેદન નોંધ્યું હતું.
આ કૌભાંડ બંગાળમાં કોલસાની ખાણોમાંથી કોલસાની કથિત ચોરી સાથે સંબંધિત છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા આ કેસમાં રૂજીરાની ફેબ્રુઆરી 2021માં પહેલીવાર પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ સીબીઆઈએ સતત 4 કલાક સુધી તેમના ઘરે પણ પૂછપરછ કરી હતી. તે સમયે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી. આવી સ્થિતિમાં ટીએમસીએ પણ તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો.આ કૌભાંડની સીબીઆઈ અને ઈડી દ્વારા લાંબા સમયથી તપાસ કરવામાં આવી રહી છે.
Advertisement