મનીષ સિસોદીયા સહિત 15 સામે નોંધાઈ ફરિયાદ
એક્સાઈઝ ગોટાળા મામલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મશ્કેલીઓ વધતી જોવા મળી છે. કલાકો સુધી CBIની તેમના ઘરમાં તપાસ બાદ એજન્સીને એક્સાઈઝ ડ્યૂટી સાથે જોડાયેલા કેટલાક ગૃપ્ત દસ્તાવેજો હાથ લાગ્યા છે. CBI પ્રમાણે આ દસ્તાવેજ કોઈ પણ સરકારી અધિકારીના ઘરે ના હોવા જોઈએ.CBIએ એક્સાઈઝ ગોટાળામાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા સહિત 15 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે.ઉલ્લેખનીય છે કે
એક્સાઈઝ ગોટાળા મામલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મશ્કેલીઓ વધતી જોવા મળી છે. કલાકો સુધી CBIની તેમના ઘરમાં તપાસ બાદ એજન્સીને એક્સાઈઝ ડ્યૂટી સાથે જોડાયેલા કેટલાક ગૃપ્ત દસ્તાવેજો હાથ લાગ્યા છે. CBI પ્રમાણે આ દસ્તાવેજ કોઈ પણ સરકારી અધિકારીના ઘરે ના હોવા જોઈએ.
CBIએ એક્સાઈઝ ગોટાળામાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા સહિત 15 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે.
ઉલ્લેખનીય છે કે, એક્સાઈઝ નીતિ મામલે CBIએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાના ઘરે અને 20 અન્ય સ્થળોએ શુક્રવારે દરોડાં પાડ્યા હતા. CBIની આ કાર્યવાહીથી આમ આદમી પાર્ટી (AAP) અને કેન્દ્ર સરકાર વચ્ચે તણાવ વધ્યો છે. AAPએ આરોપ લગાવ્યો છે કે, એજન્સી ઉપરથી મળેલા આદેશો પર કાર કરી રહી છે. સુત્રો પ્રમાણે CBIએ મનીષ સિસોદીયાના ઘરેથી ઘણાં મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથ લાગ્યા છે.
Advertisement
14 કલાક સુધી ચાલેલા દરોડા બાદ CBI અધિકારીઓ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરેથી નીકળ્યા
CBI officials leave Delhi Deputy CM Manish Sisodia's residence after a 14-hour-long raid in the Excise police case pic.twitter.com/3JWvfsbGlw
— ANI (@ANI) August 19, 2022
ભ્રષ્ટ વ્યક્તિ પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાનો ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ તે ભ્રષ્ટ જ રહેશે : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર
Advertisement
CBI દિલ્હીમાં 20 સ્થળો પર દરોડા પાડી રહી છે, આ ક્રમમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડાની માહિતી આપતાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ ટ્વિટ કરીને કહ્યું કે, 'CBI આવી ગઈ છે. તેમનું સ્વાગત છે. અમે અત્યંત પ્રમાણિક છીએ. લાખો બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છે. આપણા દેશમાં સારું કામ કરનારાઓને આ રીતે હેરાન કરવામાં આવે છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેથી જ આપણો દેશ હજુ નંબર-1 બન્યો નથી.
અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, 'આ લોકો દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્યના અદ્ભુત કામથી નારાજ છે. તેથી જ દિલ્હીના આરોગ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીની ધરપકડ કરવામાં આવી છે જેથી કરીને શિક્ષણ આરોગ્યના સારા કામને અટકાવી શકાય. અમારા બંને પર ખોટા આરોપો છે. કોર્ટમાં સત્ય બહાર આવશે. અમે સીબીઆઈને આવકારીએ છીએ. તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે જેથી સત્ય જલ્દી બહાર આવી શકે. અત્યાર સુધી મારા પર ઘણા કેસ દાખલ થયા છે પરંતુ કંઈ બહાર આવ્યું નથી. તેમાંથી પણ કશું નીકળશે નહીં. દેશમાં સારા શિક્ષણ માટે મારું કામ રોકી શકાય નહીં.
Advertisement