કાર્તિ ચિદમ્બરમની મુશ્કેલી વધી, CBIએ ભાસ્કર રમનની કરી ધરપકડ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના CAની CBIએ ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે વિઝા ભ્રષ્ટાચારના મામલામાં આ મોટી ધરપકડ કરવામાં આવી છે. CBIએ મોડી રાત્રે કાર્તિ ચિદમ્બરમના નજીકના ભાસ્કર રમનની ધરપકડ કરી હતી. આ જ કેસમાં CBIએ કાર્તિ ચિદમ્બરમના ઘર અને ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા.CBIએ મોડી રાત્રે ચિદમ્બરમના નજીકના મિત્રની ચેન્નાઈથી ધરપકડ કરી
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના CAની CBIએ ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે વિઝા ભ્રષ્ટાચારના મામલામાં આ મોટી ધરપકડ કરવામાં આવી છે. CBIએ મોડી રાત્રે કાર્તિ ચિદમ્બરમના નજીકના ભાસ્કર રમનની ધરપકડ કરી હતી. આ જ કેસમાં CBIએ કાર્તિ ચિદમ્બરમના ઘર અને ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા.
CBIએ મોડી રાત્રે ચિદમ્બરમના નજીકના મિત્રની ચેન્નાઈથી ધરપકડ કરી હતી. અગાઉ લાખો રૂપિયા લઈને વિઝા બનાવવાના મામલે CBIએ કાર્તિના ઓફિસમાં દરોડા પાડ્યા હતા. CBI આ મામલે કાર્તિના નજીકના સાથી ભાસ્કર રમનની પૂછપરછ કરી રહી હતી. પૂછપરછ બાદ હવે તેની ધરપકડ કરવામાં આવી છે. કાર્તિ ચિદમ્બરમ અને તેમના સહયોગીઓ પર ચીનના નાગરિકોને વિઝા આપવા માટે લાખો રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે.
CBIએ 263 ચીની નાગરિકોને વિઝા આપવામાં વીજ કંપનીની મદદ કરવાના 11 વર્ષ જૂના આરોપની તપાસના સંબંધમાં લોકસભાના સભ્ય કાર્તિ ચિદમ્બરમ સામે નવો કેસ નોંધ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે કાર્તિ પર 2011માં 50 લાખ રૂપિયાની લાંચ લઈને ચીની નાગરિકો માટે વિઝા આપવાનો આરોપ છે. કાર્તિના પિતા પી ચિદમ્બરમ તે સમયે કેન્દ્રીય ગૃહમંત્રી હતા. કેસ નોંધ્યા બાદ CBIએ દિલ્હી અને ચેન્નાઈમાં ચિદમ્બરમના ઘર સહિત દેશના 10 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા.
CBI અધિકારીઓએ જણાવ્યું હતું કે 14 મેના રોજ એજન્સીએ કાર્તિ, તેના નજીકના સાથી એસ ભાસ્કર રમણ, તલવંડી સાબો પાવર પ્રોજેક્ટના તત્કાલીન આસિસ્ટન્ટ વાઈસ-ચેરમેન વિકાસ મખારિયા, તલવંડી સાબો પ્રાઈવેટ લિમિટેડ (TSPL), મુંબઈ સ્થિત બેલ ટૂલ્સ લિમિટેડ વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા.
દરોડા પછી કાર્તિએ ટ્વિટ કર્યું
CBIના દરોડા પડ્યા બાદ કાર્તિએ આ અંગે ટ્વીટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું છે કે, "હવે હું ગણતરી કરવાનું ભૂલી ગયો છું કે આવું કેટલી વાર થયું છે? કદાચ તે એક રેકોર્ડ હશે. બાદમાં તેણે વધુ ટ્વીટ કરીને કહ્યું કે તેમની ઓફિસે તેમને દરોડા અંગે માહિતી આપી હતી. તેણે કહ્યું, "મારી ઓફિસે હમણાં જ 'રેકોર્ડ' અપડેટ કર્યો, 2015માં બે વાર, 2017માં એક વાર, 2018માં બે વાર અને આજે છ!"
Advertisement