Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મનીષ સિસોદીયા સામે CBIની કાર્યવાહી શરુ, બેંક લોકરની થશે તપાસ

કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) મંગળવારે સવારે 11 વાગ્યે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના બેંક લોકરની તપાસ કરશે. સીબીઆઈ ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર 4માં આવેલી પંજાબ નેશનલ બેંકમાં જઈને બેંક લોકરની તપાસ કરશે. આ દરમિયાન મનીષ સિસોદિયા અને તેમની પત્ની પણ તેમની સાથે રહેશે. સીબીઆઈના અધિકારીઓ પણ બેંકમાં હાજર રહેશે. તેમના લોકર મનીષ સિસોદિયાની સામે ખોલવામાં આવશે.દિલ્હીની પ્રખ્યાત લિકર પ
04:10 AM Aug 30, 2022 IST | Vipul Pandya
કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) મંગળવારે સવારે 11 વાગ્યે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના બેંક લોકરની તપાસ કરશે. સીબીઆઈ ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર 4માં આવેલી પંજાબ નેશનલ બેંકમાં જઈને બેંક લોકરની તપાસ કરશે. આ દરમિયાન મનીષ સિસોદિયા અને તેમની પત્ની પણ તેમની સાથે રહેશે. સીબીઆઈના અધિકારીઓ પણ બેંકમાં હાજર રહેશે. તેમના લોકર મનીષ સિસોદિયાની સામે ખોલવામાં આવશે.
દિલ્હીની પ્રખ્યાત લિકર પોલિસીમાં ગરબડના મામલામાં સીબીઆઈ એક્શનમાં છે. સીબીઆઈએ આ પહેલા ઓગસ્ટમાં જ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. આટલું જ નહીં સીબીઆઈએ આ મામલામાં પૂર્વ એક્સાઈઝ કમિશનર આરવ ગોપી કૃષ્ણાનાના ઘર સહિત 7 રાજ્યોમાં 21 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
તાજેતરમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય સચિવના રિપોર્ટ બાદ એલજી વીકે સક્સેનાએ ભલામણ કરી હતી. આ રિપોર્ટમાં મનીષ સિસોદિયાની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.  
નવી એક્સાઈઝ ડ્યુટીમાં ગેરરીતિના આક્ષેપો થઈ રહ્યા છે. આના દ્વારા દારૂના પરવાનાધારકોને અયોગ્ય લાભ અપાવવાનો પણ આરોપ છે. લાયસન્સ આપવામાં નિયમોની અવગણના કરવામાં આવી હતી. ટેન્ડર બાદ દારૂના કોન્ટ્રાક્ટરોના 144 કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પોલિસી દ્વારા કોરોનાના બહાને લાઇસન્સ ફી માફ કરવામાં આવી હતી. દારૂના વેપારીઓને લાંચના બદલામાં લાભ આપવામાં આવતો હતો. એવો આરોપ છે કે નવી આબકારી નીતિ હેઠળ લેવાયેલા પગલાંને કારણે આવકનું મોટું નુકસાન થયું છે અને આ નવી નીતિ દારૂના વેપારીઓને ફાયદો પહોંચાડવાના હેતુથી લાવવામાં આવી છે.
Tags :
BankLockerCBIDelhiGujaratFirstManishSisodia
Next Article