Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફરી આવ્યો કોરોના, ભારત સહિત વિશ્વભરમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ

માત્ર ભારતમાં જ નહીં વિશ્વમાં લગભગ દરેક જગ્યાએ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ગુરુવારે ફરી એકવખત ચેતવણી આપી છે. WHO અનુસાર વૈશ્વિક સ્તરે 4.1 મિલિયનથી વધુ કેસ નોંધાયા બાદ ગયા અઠવાડિયે કોરોના વાયરસના ચેપના નવા કેસોની સંખ્યામાં 18 ટકાનો વધારો થયો છે. અમેરિકામાં ચેપ લગભગ 14 ટકા વધ્યો WHO એ જણાવ્યું હતું કે યુરોપ અને દક્ષિણપૂર્વ એશિયામાં ચેપ લગભગ 32 ટકા અનà«
01:26 PM Jul 01, 2022 IST | Vipul Pandya

માત્ર ભારતમાં જ નહીં વિશ્વમાં લગભગ દરેક જગ્યાએ
કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (
WHO) એ ગુરુવારે ફરી એકવખત ચેતવણી
આપી છે.
WHO અનુસાર વૈશ્વિક સ્તરે 4.1 મિલિયનથી વધુ કેસ નોંધાયા બાદ
ગયા અઠવાડિયે કોરોના વાયરસના ચેપના નવા કેસોની સંખ્યામાં
18 ટકાનો વધારો થયો છે.


અમેરિકામાં ચેપ લગભગ 14 ટકા વધ્યો

WHO એ જણાવ્યું હતું કે યુરોપ અને દક્ષિણપૂર્વ એશિયામાં ચેપ
લગભગ
32 ટકા અને યુએસમાં લગભગ 14 ટકા વધ્યો છે. ડબ્લ્યુએચઓના
ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે કહ્યું કે
110 દેશોમાં કેસ વધી રહ્યા છે અને
મોટાભાગના કેસ ઓમિક્રોન
BA.4 અને BA.5ના છે. આ રોગચાળો બદલાઈ રહ્યો
છે
, પરંતુ તે સમાપ્ત થયો નથી.


રસીકરણ ઝડપી બનાવવા વિનંતી

તેમણે
દેશોને આરોગ્ય કર્મચારીઓ અને
60 વર્ષથી વધુ ઉંમરના લોકો સહિત
તેમના સૌથી વધુ સંવેદનશીલ વસ્તી જૂથોને રસી આપવાનું આહ્વાન કર્યું હતું અને કહ્યું
હતું કે જો તેઓને રસી આપવામાં ન આવે તો લોકોને ગંભીર બીમારી અને મૃત્યુનું જોખમ
રહેલું છે. ટેડ્રોસે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે
1.2 અબજથી વધુ કોવિડ-19 રસી આપવામાં આવી છે અને ગરીબ
દેશોમાં સરેરાશ રસીકરણ દર લગભગ
13 ટકા છે.

Tags :
CoronaCasesCoronaUpdatesCoronaVirusGujaratFirstIndiaCorona
Next Article